android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: ગોંડલમાં પિતાએ બે સંતાનોને ગળાટૂંપો આપી પોતે પણ ગળાફાંસો ખાધો, ગાયત્રી સિમેન્ટ કારખાનામાં ત્રણ મૃતદેહ મળ્યા
calendar_today May 8, 2026

Rajkot News: ગોંડલમાં પિતાએ બે સંતાનોને ગળાટૂંપો આપી પોતે પણ ગળાફાંસો ખાધો, ગાયત્રી સિમેન્ટ કારખાનામાં ત્રણ મૃતદેહ મળ્યા

રાજકોટના ગોંડલ પંથકમાં કાળજું કંપી જાય તેવી એક ઘટના સામે આવી છે. ગોંડલ શહેરના ઘોઘાવદર રોડ પર આવેલા 'ગાયત્રી સિમેન્ટ'ના કારખાનામાં એક પિતાએ પોતાના બે તેજસ્વી સંતાનોની હત્યા કરી પોતે પણ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ સામુહિક આપઘાતની ઘટનાથી ગોંડલના વેપારી આલમ અને સાંઢવાયા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.બાળકોને વહાલથી કારખાને લાવ્યા અને ખેલ્યો ખતરનાક ખેલ ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ, ગાયત્રી સિમેન્ટ કારખાનાના માલિક જયપાલભાઈ તોગડીયા (ઉં.વ. 35) સવારે ઘરેથી પોતાના બંને સંતાનોને વહાલથી કારખાને સાથે લાવ્યા હતા. કોઈને અંદાજ પણ ન હતો કે પિતા આવું ભયાનક પગલું ભરશે. કારખાનામાં પહોંચ્યા બાદ જયપાલભાઈએ કોઈ અગમ્ય કારણોસર પોતાના 15 વર્ષીય પુત્ર મિશ્ર અને 10 વર્ષીય પુત્રી રિવાને ગળાટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા હતા અને ત્યારબાદ પોતે પણ પંખા સાથે લટકી જીવન ટૂંકાવ્યું હતું. તાજેતરમાં જ પુત્રએ ધોરણ 10માં મેળવ્યા હતા 70 ટકા આ કરુણાંતિકામાં ભોગ બનનાર બંને બાળકો અભ્યાસમાં અત્યંત તેજસ્વી હતા. 15 વર્ષીય મિશ્રે તાજેતરમાં જ જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં 70 ટકા ગુણ મેળવી પરિવારનું નામ રોશન કર્યું હતું, જ્યારે 10 વર્ષીય પુત્રી રિવા પણ ખાનગી શાળામાં અભ્યાસ કરતી હતી. હસતા-રમતા અને સુખી પરિવારમાં અચાનક પિતાએ આવું કેમ કર્યું તે પ્રશ્ન સૌને સતાવી રહ્યો છે. પોલીસે હાથ ધરી તપાસ ઘટનાની જાણ થતા જ ગોંડલ 'એ' ડિવિઝન પોલીસ અને 108 ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યા છે. છેલ્લા 15 વર્ષથી સફળ વ્યવસાય કરતા જયપાલભાઈના આ અંતિમ પગલાં પાછળ આર્થિક ભીંસ છે કે અન્ય કોઈ કારણ, તે દિશામાં પોલીસે ઊંડી તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો - Rajkot બર્ગર કિંગમાંથી ઝડપાયું 72 લીટર એક્સપાયરી ડેટવાળું દૂધ, આરોગ્ય વિભાગે ફટકાર્યો દંડ

Read Full Story arrow_forward
Ahmedabad News: હાઈકોર્ટના આદેશ બાદ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્ન નોંધાયા
calendar_today May 8, 2026

Ahmedabad News: હાઈકોર્ટના આદેશ બાદ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્ન નોંધાયા

અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી ચર્ચાસ્પદ બનેલા મહેસાણાના મુસ્લિમ યુવક અને અસારવાની હિન્દુ યુવતીના લગ્નનો મામલો આખરે ગુજરાત હાઈકોર્ટના હસ્તક્ષેપ બાદ સુખદ અંત તરફ પહોંચ્યો છે. આજે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ખાસ જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ખાતે બંનેના લગ્નની નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. નોંધનીય છે કે, ગઈકાલે જ્યારે આ યુગલ લગ્ન નોંધણી માટે પહોંચ્યું હતું ત્યારે વીએચપી (VHP) અને બજરંગ દળના કાર્યકર્તાઓએ કચેરી ખાતે પહોંચી ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું.ગઈકાલના હોબાળા બાદ આજે કાર્યવાહી વિરોધને પગલે ગઈકાલે નોંધણી પ્રક્રિયા મોકૂફ રાખવી પડી હતી. જોકે, હાઈકોર્ટના કડક વલણ બાદ આજે જિલ્લા રજિસ્ટ્રાર એમ.એમ. સૈયદ સમક્ષ પોલીસના વિશેષ પહેરા વચ્ચે લગ્ન નોંધવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલો ત્યારે ચર્ચામાં આવ્યો, જ્યારે યુવતી ગુમ થઈ ગઈ હતી અને મુસ્લિમ યુવકે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે બંનેના લગ્નની નોંધણી કરાવવા માટે સ્પષ્ટ હુકમ કર્યો હતો.હેબિયસ કોર્પસ અરજી બાદ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો કોર્ટના આદેશનું પાલન કરતા આજે લગ્ન નોંધણી સંપન્ન થઈ છે, જેનો રિપોર્ટ હવે હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ, કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે આ નોંધણી કરવામાં આવી છે. સંભવિત ઘર્ષણને ટાળવા માટે રજીસ્ટ્રાર કચેરી ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો તહેનાત રાખવામાં આવ્યો હતો. લગ્ન નોંધણી બાદ યુગલને સુરક્ષિત સ્થળે રવાના કરવામાં આવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surat News: કરંજ GIDCમાં યાન બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર વિભાગે 'મેજર કોલ' જાહેર કર્યો
calendar_today May 8, 2026

Surat News: કરંજ GIDCમાં યાન બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર વિભાગે 'મેજર કોલ' જાહેર કર્યો

સુરત જિલ્લાના માંડવી તાલુકા હેઠળ આવતી કરંજ GIDCમાં આવેલી 'સુમિલોન' નામની યાન (દોરા) બનાવતી મિલમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. મિલમાં રહેલો જ્વલનશીલ પદાર્થ અને યાનનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. દૂર-દૂર સુધી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા, જેને પગલે સમગ્ર GIDC વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર: અનેક ફાઈટર ઘટનાસ્થળે આગની ગંભીરતાને જોતા સુરત અને આસપાસના વિસ્તારના ફાયર સ્ટેશનોને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા આ ઘટનાને 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો છે. સુમિલોન કંપનીના પોતાના ફાયર ફાઈટરો સહિત માંડવી અને સુરતની અલગ-અલગ ફાયર ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અત્યારે ભારે જહેમત ઉઠાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સદનસીબે, હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. આગનું કારણ અકબંધ, લાખોનું નુકસાન થવાની ભીતિ યાન બનાવતી આ મિલમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ સત્તાવાર કારણ આગ બુઝાયા બાદ તપાસ પછી જ સ્પષ્ટ થશે. ફેક્ટરીમાં મોટો મશીનરીનો પ્લાન્ટ અને કાચા માલનો જથ્થો બળીને ખાખ થઈ જવાથી લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. પોલીસ અને સ્થાનિક પ્રશાસન પણ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward