android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: AMC કમિશનરની કડક કાર્યવાહી, ફરજમાં બેદરકારી અને ગેરહાજરી મુદ્દે એડિશનલ સિટી ઇજનેર સહિત 13 અધિકારીઓને ફટકારી નોટિસ
calendar_today May 8, 2026

Ahmedabad News: AMC કમિશનરની કડક કાર્યવાહી, ફરજમાં બેદરકારી અને ગેરહાજરી મુદ્દે એડિશનલ સિટી ઇજનેર સહિત 13 અધિકારીઓને ફટકારી નોટિસ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના વહીવટી તંત્રમાં શિસ્ત અને જવાબદારી જાળવી રાખવા માટે મ્યુનિસિપલ કમિશનરે કડક વલણ અપનાવ્યું છે. છેલ્લા એક મહિનામાં ફરજમાં બેદરકારી દાખવનાર અને નાગરિકો સાથે અયોગ્ય વર્તન કરનાર એડિશનલ સિટી ઇજનેર સહિત કુલ 13 અધિકારી-કર્મચારીઓને કારણદર્શક (Show Cause) નોટિસ ફટકારવામાં આવી છે.આ વિભાગોના અધિકારીઓ રડારમાં કમિશનર દ્વારા લેવામાં આવેલી આ કાર્યવાહીમાં મુખ્યત્વે ઉત્તર ઝોન, લાઈટ વિભાગ અને સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓનો સમાવેશ થાય છે. નાગરિકોની ફરિયાદોનું નિરાકરણ ન લાવવું, ઓફિસ સમય દરમિયાન ગેરહાજર રહેવું અને લોકો સાથે ઉદ્ધત વર્તન કરવા બદલ આ નોટિસો આપવામાં આવી છે. નોટિસ પાઠવવામાં આવેલા મુખ્ય અધિકારીઓની યાદી ગોપાલ પટેલ: એડિશનલ સિટી ઇજનેર, ઉત્તર ઝોન દિલીપ પ્રજાપતિ: આસિસ્ટન્ટ ઇજનેર, ઉત્તર ઝોન કિરીટભાઈ: ડેપ્યુટી સિટી ઇજનેર, લાઈટ વિભાગ સંજય જેઠવા: આસિસ્ટન્ટ સિટી ઇજનેર, લાઈટ વિભાગ હિતેન્દ્રસિંહ સોલંકી: આસિસ્ટન્ટ ઇજનેર, લાઇટ વિભાગ પ્રવીણ સાવલિયા: આસિસ્ટન્ટ મેનેજર, સેન્ટ્રલ ઓફિસ નવીનભાઈ વાઘેલા: નોંધણીદાર, જન્મ-મરણ વિભાગ એક મહિનામાં ખુલાસો માંગ્યો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે આ તમામ 13 કર્મચારીઓ પાસેથી નિયત સમયમાં ખુલાસો માંગ્યો છે. જો અધિકારીઓનો જવાબ સંતોષકારક નહીં હોય, તો તેમની સામે ખાતાકીય તપાસ અને કડક દંડાત્મક કાર્યવાહી પણ થઈ શકે છે. કમિશનરની આ આક્રમક કાર્યવાહીથી મનપાના અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. 'ઝીરો ટોલરન્સ' ની નીતિ સાથે વહીવટ સુધારવા માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. આ પણ વાંચો - Ahmedabad News: હાઈકોર્ટના આદેશ બાદ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્ન નોંધાયા

Read Full Story arrow_forward
Kheda News: કપડવંજમાં કાળજું કંપાવતી ઘટના, બે પુત્રીઓ સાથે પરિણીતાએ નહેરમાં ઝંપલાવ્યું, પાછળ પતિએ પણ લગાવી છલાંગ
calendar_today May 8, 2026

Kheda News: કપડવંજમાં કાળજું કંપાવતી ઘટના, બે પુત્રીઓ સાથે પરિણીતાએ નહેરમાં ઝંપલાવ્યું, પાછળ પતિએ પણ લગાવી છલાંગ

Khedaના કપડવંજમાં કાળજું કંપાવતી ઘટના, બે પુત્રીઓ સાથે પરિણીતાએ નહેરમાં ઝંપલાવ્યું, પાછળ પતિએ પણ લગાવી છલાંગ કપડવંજ તાલુકાના ફતિયાવાદ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાં આજે એક પરિણીતાએ પોતાની બે માસૂમ પુત્રીઓ સાથે મોતની છલાંગ લગાવી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, પરિણીતાએ પહેલા પોતાની બંને પુત્રીઓને નહેરના ઊંડા પાણીમાં ફેંકી હતી અને ત્યારબાદ પોતે પણ પુલ પરથી કૂદી પડી હતી. આ દ્રશ્ય જોઈને આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા અને વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. પત્ની અને બાળકોને બચાવવા જતાં પતિ પણ નહેરમાં કૂદ્યો આ ઘટનાની જાણ થતા જ પરિણીતાનો પતિ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોતાની નજર સામે પત્ની અને સંતાનોને ડૂબતા જોઈ વ્યાકુળ થયેલા પતિએ પણ તેમને બચાવવાના આશયથી નહેરના વહેતા પાણીમાં ઝંપલાવ્યું હતું. જોકે, નહેરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી અને પાણી ઊંડું હોવાને કારણે પતિ, પત્ની અને બંને પુત્રીઓ એમ આખો પરિવાર જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા મોટાપાયે સર્ચ ઓપરેશન કપડવંજ ફાયર બ્રિગેડની ટીમ અને આતરસુંબા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થાનિક તરવૈયાઓની મદદથી પરિવારના સભ્યોને શોધવા માટે નહેરમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ પરિવારે કયા સંજોગોમાં અને કયા કારણોસર આટલું આત્મઘાતી પગલું ભર્યું તે જાણી શકાયું નથી. પોલીસે પરિવારના અન્ય સભ્યોની પૂછપરછ અને તપાસ શરૂ કરી છે. એકસાથે આખા પરિવારના ડૂબવાની ઘટનાથી સમગ્ર ખેડા જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ગોંડલમાં પિતાએ બે માસૂમ સંતાનોને ગળાટૂંપો આપી પોતે પણ કરી આત્મહત્યા
calendar_today May 8, 2026

Gujarat Latest News Live : ગોંડલમાં પિતાએ બે માસૂમ સંતાનોને ગળાટૂંપો આપી પોતે પણ કરી આત્મહત્યા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 08 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward