android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha News: દિયોદરમાં વ્યાજખોરનો આતંક, 3.40 લાખ સામે 8 લાખ વસૂલ્યા, કુખ્યાત ભરત દેસાઈ સામે ગુનો દાખલ
calendar_today May 8, 2026

Banaskantha News: દિયોદરમાં વ્યાજખોરનો આતંક, 3.40 લાખ સામે 8 લાખ વસૂલ્યા, કુખ્યાત ભરત દેસાઈ સામે ગુનો દાખલ

બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં વ્યાજખોરોના ડામવા માટે પોલીસની ઝુંબેશ વચ્ચે વધુ એક વ્યાજખોર સામે લાલ આંખ કરવામાં આવી છે. દિયોદર પોલીસ સ્ટેશનમાં કુખ્યાત વ્યાજખોર ભરત દેસાઈ (ભડકોસણ) વિરુદ્ધ પઠાણી ઉઘરાણી અને મિલકત પડાવવા મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.રૂ. 3.40 લાખ સામે રૂ. 8 લાખ વસૂલ્યા ઘટનાની મળતી માહિતી અનુસાર, ફરિયાદીએ આરોપી ભરત દેસાઈ પાસેથી વ્યવહાર પેટે રૂપિયા 3,40,000 લીધા હતા. આ રકમ સામે ફરિયાદીએ અત્યાર સુધીમાં ટુકડે-ટુકડે કુલ રૂપિયા 8,00,000 જેવી માતબર રકમ ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોરની લાલચ સંતોષાઈ ન હતી. વ્યાજનું વ્યાજ ગણીને આરોપી હજુ પણ વધુ નાણાં માટે પઠાણી ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપી રહ્યો હતો. અગાઉ પણ અનેક ગુનામાં સંડોવાયેલો છે આરોપી નોંધનીય છે કે, આરોપી ભરત દેસાઈ ભડકોસણ સામે અગાઉ પણ વ્યાજખોરીના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસ ચોપડે ચડી ચૂકેલો આ વ્યાજખોર ફરી એકવાર નિર્દોષ લોકોને પોતાના વ્યાજચક્રમાં ફસાવી પાયમાલ કરતો હોવાની વિગતો બહાર આવી છે. ફરિયાદીની હિંમત અને પોલીસના કડક વલણને કારણે આખરે દિયોદર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લામાં વ્યાજખોરીના દૂષણને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા લોકોને નિર્ભય બની આગળ આવવા અપીલ કરવામાં આવી છે. આ પણ વાંચો - Banaskantha: ધાનેરામાં જળ સંકટ વચ્ચે અબોલ પશુઓ માટે દેવદૂત બન્યા યુવાનો

Read Full Story arrow_forward
Surat SBI લૂંટ કેસના આરોપી પર ફાયરિંગ મામલે ડીસીપી ક્રાઈમે કર્યા ચોંકાવનારા ખુલાસા
calendar_today May 8, 2026

Surat SBI લૂંટ કેસના આરોપી પર ફાયરિંગ મામલે ડીસીપી ક્રાઈમે કર્યા ચોંકાવનારા ખુલાસા

સુરતમાં બનેલી બેંક લૂંટની ઘટનામાં પોલીસ તપાસ દરમિયાન આજે એક મોટી અથડામણ સર્જાઈ હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ લૂંટના મુખ્ય આરોપી શુભમસિંગને લઈને કીમ પાસે આવેલા કન્યાસી ગામના ખેતરમાં હથિયાર અને બાઇકની તપાસ માટે પહોંચી હતી. આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે લૂંટમાં વપરાયેલી બંદૂક આ ખેતરમાં છુપાવી છે. જોકે, જ્યારે પોલીસ તેને હથિયાર બતાવેલા સ્થળે લઈ ગઈ, ત્યારે આરોપીએ છુપાવેલી બંદૂક કાઢીને સીધું જ પોલીસ ટીમ પર એક રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું.પોલીસનું વળતું ફાયરિંગ અને આરોપીની ધરપકડ આરોપી દ્વારા કરવામાં આવેલા અચાનક હુમલાના બચાવમાં એસીપી કિરણ મોદીએ ત્વરિત કાર્યવાહી કરી હતી. પોલીસે આત્મરક્ષણ માટે કરેલા વળતા ફાયરિંગમાં એક ગોળી આરોપી શુભમસિંગના ડાબા પગમાં વાગી હતી, જેના કારણે તે ત્યાં જ ફસડાઈ પડ્યો હતો. પોલીસે તાત્કાલિક આરોપીને કાબૂમાં લીધો હતો અને તેની પાસેથી લોડેડ બંદૂક કબજે કરી હતી. ઇજાગ્રસ્ત આરોપીને પોલીસ પ્રોટેક્શન હેઠળ તાત્કાલિક સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આરોપીનો ગુનાહિત ઈતિહાસ અને કાયદેસરની કાર્યવાહી ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજીયાએ આ મામલે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ કેસમાં વપરાયેલું બાઇક પોલીસને અગાઉ જ મળી આવ્યું હતું. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ઝડપાયેલો આરોપી શુભમસિંગ અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે અને તેનો ઈતિહાસ ગુનાહિત રહ્યો છે. પોલીસ પર ફાયરિંગ કરવા બદલ હવે આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની વધારાની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Arvalli News: માલપુર બસ સ્ટેશનમાં ડીસા-દાહોદ બસનો મુસાફર અચાનક ઢળી પડ્યો, 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો
calendar_today May 8, 2026

Arvalli News: માલપુર બસ સ્ટેશનમાં ડીસા-દાહોદ બસનો મુસાફર અચાનક ઢળી પડ્યો, 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો

રાજ્યમાં પડી રહેલી ભીષણ ગરમી હવે મુસાફરો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. અરવલ્લી જિલ્લાના માલપુર બસ સ્ટેશન ખાતે અસહ્ય ગરમીના કારણે એક મુસાફર ચાલુ બસમાં બેભાન થઈ ઢળી પડતા દોડધામ મચી ગઈ હતી.ડીસા-દાહોદ બસમાં મુસાફરી દરમિયાન તબિયત બગડી મળતી વિગતો મુજબ, એક મુસાફર ડીસાથી દાહોદ જતી એસટી (ST) બસમાં મુસાફરી કરી રહ્યો હતો. બસ જ્યારે માલપુર બસ સ્ટેશન પહોંચી ત્યારે મુસાફરે અન્ય સહયાત્રીઓને ચક્કર આવતા હોવાની ફરિયાદ કરી હતી. ગરમીના પ્રકોપને કારણે જોતજોતામાં મુસાફર બસની અંદર જ બેભાન થઈ ગયો હતો. ST કર્મચારીઓની સતર્કતા અને ઓળખમાં મુશ્કેલી ઘટનાની જાણ થતા જ એસટીના કર્મચારીઓ મદદે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી મુસાફરને સારવાર અર્થે ખસેડ્યો હતો. જોકે, મુસાફરની ઓળખ કરવામાં મુશ્કેલી સર્જાઈ હતી, કારણ કે તેના મોબાઈલ ફોનમાં પાસવર્ડ હોવાથી તેના પરિવારજનોનો સંપર્ક થઈ શક્યો નહોતો. તબીબોની સાવચેતી રાખવા અપીલ હાલમાં મુસાફરને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. વધતી જતી ગરમી અને હીટવેવની સ્થિતિને જોતા તબીબોએ મુસાફરોને પૂરતા પ્રમાણમાં પાણી પીવા અને બપોરના સમયે મુસાફરી દરમિયાન વિશેષ સાવચેતી રાખવા સલાહ આપી છે. આ પણ વાંચો - Aravalli: ગિફ્ટ સિટીમાં રોકાણના નામે 500 કરોડની ઠગાઈ, અરવલ્લીના ઇસરીનો ઉત્પલ પટેલ કરોડોનું ફૂલેકું ફેરવી વિદેશ ફરાર

Read Full Story arrow_forward