android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: ક્રાઈમ બ્રાન્ચની સફળતા, રામોલ પોલીસ સ્ટેશનનો વોન્ટેડ આરોપી સમીર ઉર્ફે સેમર બહેરામપુરાથી ઝડપાયો
calendar_today May 8, 2026

Ahmedabad News: ક્રાઈમ બ્રાન્ચની સફળતા, રામોલ પોલીસ સ્ટેશનનો વોન્ટેડ આરોપી સમીર ઉર્ફે સેમર બહેરામપુરાથી ઝડપાયો

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ગંભીર ગુનાઓ આચરી નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચે રામોલ પોલીસ સ્ટેશનના એક વોન્ટેડ આરોપીને બહેરામપુરા વિસ્તારમાંથી દબોચી લેવામાં સફળતા મેળવી છે.બહેરામપુરા એસ.ટી. ડેપો પાસે થી ઝડપાયો મળતી વિગતો મુજબ, રામોલ પોલીસ મથકે નોંધાયેલા મારામારી અને રાયોટિંગના ગંભીર ગુનામાં સમીર ઉર્ફે સેમર મુસ્તુફા શેખ લાંબા સમયથી ફરાર હતો. ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી બહેરામપુરા એસ.ટી. ડેપો પાસે હાજર છે, જેના આધારે વોચ ગોઠવી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. અન્ય પોલીસ મથકોમાં પણ નોંધાયેલા છે ગુનાઓ ઝડપાયેલો આરોપી સમીર રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. તેની વિરુદ્ધ માત્ર રામોલ જ નહીં, પરંતુ દાણીલીમડા, ગાયકવાડ હવેલી અને વટવા પોલીસ સ્ટેશનમાં પણ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ગુનાખોરીની દુનિયામાં સક્રિય એવો આ આરોપી પોલીસને સતત હાથતાળી આપી રહ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેને રામોલ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ ધરપકડથી અનેક ગુનાઓના ભેદ ઉકેલાવાની પણ શક્યતા જોવા મળી રહી છે. આ પણ વાંચો -  Ahmedabadમાં વાડજ પોલીસને થાપ આપી પોક્સોનો આરોપી ફરાર, મેડિકલ તપાસ બાદ પોલીસ સ્ટેશનના દરવાજેથી જ છૂ મંતર!

Read Full Story arrow_forward
Dwarkaના રૂપેણ બંદરમાં પોલીસ પર પથ્થરમારો, ભીડને વિખેરવા હવામાં 5 રાઉન્ડ ફાયરિંગ
calendar_today May 8, 2026

Dwarkaના રૂપેણ બંદરમાં પોલીસ પર પથ્થરમારો, ભીડને વિખેરવા હવામાં 5 રાઉન્ડ ફાયરિંગ

દ્વારકામાં યોજાયેલી એક ધાર્મિક રેલી દરમિયાન રૂપેણ બંદર પાસે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રેલીમાં સામેલ કેટલાક લોકોએ જાહેર માર્ગ અવરોધી રાખ્યો હોવાથી, ફરજ પરના પોલીસ અધિકારીઓએ વાહનો સાઈડમાં લેવા માટે સૂચના આપી હતી. આ સામાન્ય સૂચના બાદ ટોળું અચાનક ઉશ્કેરાઈ ગયું હતું અને પોલીસ સાથે ગેરવર્તન કરી બોલાચાલી શરૂ કરી હતી.પોલીસ ચોકીમાં તોડફોડ અને જાનથી મારી નાખવાની ધમકી મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આટલેથી ન અટકતા, ટોળાએ રૂપેણ બંદર પોલીસ ચોકીમાં ઘૂસીને તોડફોડ કરી હતી, જેમાં અંદાજે 22 હજાર રૂપિયાનું સરકારી નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે. ફરજ પર તૈનાત પોલીસ કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી, જેના કારણે પરિસ્થિતિ અત્યંત તંગ બની ગઈ હતી. પોલીસે સ્વબચાવમાં કર્યું ફાયરિંગ, વીડિયો વાયરલ વણસતી જતી પરિસ્થિતિ અને ટોળાને વિખેરવા માટે પોલીસે અંતે કડક પાઉં ઉપાડ્યું હતું. સ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસે હવામાં 5 રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલા આ ફાયરિંગના લાઈવ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. નામજોગ આરોપીઓ સામે ગુનો દાખલ, તપાસ તેજ આ હિંસક ઘટના અંગે દ્વારકા પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે અશ્વિન વાઘા, કાના વાઘા, દેવુ ભીખા કેર, અજય ઉર્ફે જીથરો મકવાણા, રવિ માણેક, અર્જુન સતૈયાભા માણેક અને કનૈયાભા ધનાભા માણેક સહિતના શખ્સો તેમજ અન્ય અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. પોલીસ દ્વારા BNS (ભારતીય ન્યાય સંહિતા) ની વિવિધ કલમો તેમજ જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હાલમાં વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ફરાર આરોપીઓને પકડવા માટે ટીમો રવાના કરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surat SBI લૂંટ કેસ અપડેટ, પોલીસ પર હુમલો કરનાર શુભમ સિંગને સિવિલ હોસ્પિટલ ખસેડાયો, કોણે ચલાવી હતી ગોળી?
calendar_today May 8, 2026

Surat SBI લૂંટ કેસ અપડેટ, પોલીસ પર હુમલો કરનાર શુભમ સિંગને સિવિલ હોસ્પિટલ ખસેડાયો, કોણે ચલાવી હતી ગોળી?

સુરત શહેરની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં થયેલી 50 લાખની લૂંટના કેસમાં પોલીસ પર હુમલો કરનાર મુખ્ય આરોપી શુભમ સિંગને વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. કિમમાં થયેલા ફાયરિંગ બાદ આરોપીને પ્રાથમિક સારવાર આપી સઘન સુરક્ષા વચ્ચે સુરત લાવવામાં આવ્યો છે.PI પર હુમલાનો પ્રયાસ અને ACPનું ફાયરિંગ ઘટનાની વિગત મુજબ, સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ જ્યારે લૂંટમાં વપરાયેલું હથિયાર રિકવર કરવા આરોપીને લઈને ગઈ હતી, ત્યારે શુભમે જે બંદૂકથી બેંકમાં લૂંટ કરી હતી, તે જ હથિયાર વડે ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ (PI) પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ ટીમ પર જોખમ જોતા એસીપી (ACP) કિરણ મોદીએ આત્મરક્ષણમાં વળતું ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં આરોપી શુભમ સિંગના ડાબા પગમાં ગોળી વાગી હતી. કિમથી સુરત સિવિલમાં ટ્રાન્સફર એન્કાઉન્ટર બાદ ઈજાગ્રસ્ત શુભમને તાત્કાલિક કિમની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, વધુ સારવાર અને તબીબી તપાસની જરૂરિયાતને જોતા તેને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. હાલ સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. લૂંટના આ મામલે પોલીસ હવે હથિયાર ક્યાંથી આવ્યું અને આ ગુનામાં અન્ય કોણ સામેલ છે તેની ઊંડી તપાસ કરી રહી છે. હોસ્પિટલમાં સારવાર પૂર્ણ થયા બાદ પોલીસ આરોપીની વધુ પૂછપરછ હાથ ધરશે. આ પણ વાંચો - Surat SBI લૂંટ કેસના રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ અને લૂંટારૂ વચ્ચે ફાયરિંગ, શુભમ સિંગને પગમાં વાગી ગોળી

Read Full Story arrow_forward