android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Thalapathy Vijay:તમિલનાડુમાં વિજયના મુખ્યમંત્રી બનવાનો માર્ગ સાફ, 121 ધારાસભ્યોનું સમર્થન
calendar_today May 8, 2026

Thalapathy Vijay:તમિલનાડુમાં વિજયના મુખ્યમંત્રી બનવાનો માર્ગ સાફ, 121 ધારાસભ્યોનું સમર્થન

તમિલનાડુમાં ટીવીકે (TVK) સૌથી મોટી પાર્ટી છે, પરંતુ તેમની પાસે બહુમતી નથી. આવી સ્થિતિમાં, તેઓ નાની પાર્ટીઓના સમર્થનથી સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે ત્રણ પક્ષો તેમને સમર્થન આપવા તૈયાર થયા છે.વિજયનો મુખ્યમંત્રી બનવાનો માર્ગ મોકળોતમિલનાડુમાં ટીવીકે પ્રમુખ વિજયના મુખ્યમંત્રી બનવાનો માર્ગ હવે મોકળો થઈ ગયો છે. સીપીએમ (CPM), સીપીઆઈ (CPI) અને વીસીકે (VCK) તેમને સમર્થન આપવા માટે તૈયાર થઈ ગયા છે. તેમની પાસે કુલ 121 ધારાસભ્યોનું સમર્થન છે, જ્યારે બહુમતી માટે 118 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે. વિજયે રાજ્યપાલ સાથે ત્રીજી વખત મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. વિજયે 121 ધારાસભ્યોના સમર્થનનો પત્ર રાજ્યપાલને સોંપવા માટે તૈયાર કર્યો છે.આ પત્રમાં વિજયની પાર્ટીના 107 ધારાસભ્યો, કોંગ્રેસના 5, સીપીએમ (CPM) ના 2, સીપીઆઈ (CPI) ના 2, વીસીકે (VCK) ના 2, આઈયુએમએલ (IUML) ના 2 અને એએમએમકે (AMMK) ના 1 ધારાસભ્યના સમર્થનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બહુમતીનો આંકડો 118  રહેશે234 વિધાનસભા બેઠકો ધરાવતા તમિલનાડુમાં ટીવીકે 108 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી છે, પરંતુ વિજય બે બેઠકો પર જીત્યા છે. આવી સ્થિતિમાં, તેમણે એક બેઠક છોડવી પડશે અને તેમની પાર્ટી પાસે 107 બેઠકો જ બચશે. કુલ ધારાસભ્યોની સંખ્યા 233 હોવા છતાં બહુમતીનો આંકડો 118 જ રહેશે. આ સંજોગોમાં ટીવીકેને 11 ધારાસભ્યોના સમર્થનની જરૂર હતી. તેમની પાસે કોંગ્રેસના 5 ધારાસભ્યોનું સમર્થન હતું અને બીજા 6 ધારાસભ્યોની જરૂર હતી. હવે તેમણે 9 ધારાસભ્યોનું સમર્થન મેળવી લીધું છે.વિપક્ષમાં રહેશે ડીએમકે2026ની વિધાનસભા ચૂંટણીમાં સીપીએમ, સીપીઆઈ અને વીસીકેએ 2-2 બેઠકો જીતી છે. આ ત્રણેય પક્ષોના સમર્થનથી વિજય સરકાર બનાવી લેશે. આ પરિસ્થિતિમાં 59 બેઠકો જીતનાર ડીએમકે (DMK) અને 47 બેઠકો જીતનાર એઆઈડીએમકે (AIADMK) બંને વિપક્ષમાં રહેશે. સીપીઆઈ અને સીપીએમએ તેમના બે ધારાસભ્યોના સમર્થનનો પત્ર ટીવીકે નેતા સીટીઆર નિર્મલ કુમારને સોંપી દીધો છે.આ પણ વાંચો:TamilNadu:તમિલનાડુમાં 'થલાપતિ' યુગનો પ્રારંભ,9 મેના વિજય મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : જૂનાગઢના વિલિંગ્ડન ડેમની કૂંડીમાં ન્હાવા પડેલા ત્રણ પરપ્રાંતિય યુવાનો ડૂબ્યા, એકનો મૃતદેહ મળ્યો
calendar_today May 8, 2026

Gujarat Latest News Live : જૂનાગઢના વિલિંગ્ડન ડેમની કૂંડીમાં ન્હાવા પડેલા ત્રણ પરપ્રાંતિય યુવાનો ડૂબ્યા, એકનો મૃતદેહ મળ્યો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 08 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Surat SBI લૂંટ કેસના રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ અને લૂંટારૂ વચ્ચે ફાયરિંગ, શુભમ સિંગને પગમાં વાગી ગોળી
calendar_today May 8, 2026

Surat SBI લૂંટ કેસના રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ અને લૂંટારૂ વચ્ચે ફાયરિંગ, શુભમ સિંગને પગમાં વાગી ગોળી

સુરત શહેરની એસબીઆઈ (SBI) બેંકમાં થયેલી 50 લાખની સનસનાટીભરી લૂંટના કેસમાં આજે તપાસ દરમિયાન લોહિયાળ દ્રશ્યો સર્જાયા હતા. ક્રાઈમ બ્રાન્ચની ટીમ જ્યારે મુખ્ય આરોપી શુભમ સિંગને લઈને હથિયાર અને બાઈક રિકવર કરવા ગઈ હતી, ત્યારે આરોપીએ પોલીસ પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.જમીનમાં દાટેલું હથિયાર કાઢી પોલીસ પર કર્યું ફાયરિંગસુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ લૂંટમાં વપરાયેલું હથિયાર અને બાઈક શોધવા માટે આરોપી શુભમ સિંગને કિમના કન્યાસી ગામની સીમમાં લઈ ગઈ હતી. અહીં આરોપીએ જમીનમાં હથિયાર દાટ્યું હોવાની કબૂલાત કરી હતી. જોકે, રિકન્સ્ટ્રક્શન અને તપાસ દરમિયાન ચાલાકી વાપરી શુભમે દાટેલું હથિયાર કાઢી સીધું પોલીસ ટીમ પર ફાયરિંગ કરી દીધું હતું. પોલીસની વળતી કાર્યવાહી: આરોપીના પગમાં ઝીંકી ગોળી આરોપી દ્વારા અચાનક કરવામાં આવેલા ફાયરિંગથી પોલીસ સતર્ક થઈ ગઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે પોતાના બચાવમાં વળતું ફાયરિંગ કર્યું હતું, જેમાં મુખ્ય આરોપી શુભમ સિંગના પગમાં ગોળી વાગી હતી. ગોળી વાગતા જ આરોપી ઘટના સ્થળે જ ઢળી પડ્યો હતો. પોલીસે તાત્કાલિક ઘાયલ આરોપીને સારવાર માટે કિમ ખાતેની પ્રાથમિક હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની તપાસ તેજ નોંધનીય છે કે, 50 લાખની લૂંટના આ કેસમાં પોલીસ તમામ પુરાવાઓ એકત્રિત કરી રહી છે. આજે હથિયાર રિકવરી સમયે બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો - Surat : SBI બેંક લૂંટનો ભેદ ઉકેલાયો, UPથી બે આરોપી શુભમ ઠાકુર, વિકાસ સિંઘની ધરપકડ

Read Full Story arrow_forward