android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : ઉનાળામાં ઈ વ્હીકલમાં આગ લાગવાના બનાવો વધ્યા, અમદાવાદમાં રિવરફ્રન્ટ પર બે ટુ વ્હીલરમાં લાગી આગ
calendar_today May 8, 2026

Gujarat Latest News Live : ઉનાળામાં ઈ વ્હીકલમાં આગ લાગવાના બનાવો વધ્યા, અમદાવાદમાં રિવરફ્રન્ટ પર બે ટુ વ્હીલરમાં લાગી આગ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 08 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gujarat News: 1 વર્ષમાં રાજ્યની રામસર સાઈટ પર 35 લાખ જેટલા વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા
calendar_today May 8, 2026

Gujarat News: 1 વર્ષમાં રાજ્યની રામસર સાઈટ પર 35 લાખ જેટલા વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા

ગુજરાતમાં કુલ 05 રામસર સાઇટ્સ આવેલી છે.જેમાં નળ સરોવર પક્ષી અભયારણ્ય,થોળ તળાવ વન્યજીવ અભયારણ્ય,ખીજડિયા વન્યજીવ અભયારણ્ય,વઢવાણા વેટલેન્ડ અને કચ્છના છારી ઢંઢનો સમાવેશ થાય છે.વર્ષ 2025-26માં રાજ્યની પાંચ રામસર સાઈટ વિસ્તાર,નડાબેટ તેમજ કચ્છના રોડ ટુ હેવનમાં અંદાજે કુલ 35 લાખથી વધુ યાયાવર અને સ્થાનિક પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા છે.આ વર્ષે નડાબેટ ખાતે સૌથી વધુ 14 લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે જે આ બાબતની સાક્ષી પુરે છે.જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે સૌથી વધુ કુલ 347 પ્રજાતિઓના પક્ષીઓની હાજરી જોવા મળી છે. નડાબેટ વેટલેન્ડ : વાવ થરાદ જાન્યુઆરી 2026માં નડાબેટ જળપ્લાવિત વિસ્તારમાં વાવ થરાદ રેન્જ ખાતે યાયાવર પક્ષીની ગણતરી હાથ ધરવામાં આવી હતી.આ રેન્જમાં 183 પ્રજાતિના કુલ 14.90 લાખથી વધુ પક્ષીઓ જોવા મળ્યા છે. રોડ ટુ હેવન કચ્છ કચ્છના ધોળાવીરા વિસ્તારમાં રણની વચ્ચે આવેલા આ નવીન પ્રવાસન સ્થળ એવા રોડ ટુ હેવનની આજુબાજુ દેશ વિદેશના સ્થળાંતરિત પક્ષીઓ જોવા મળે છે.જેમાં સૌથી વધુ સુરખાબ ઉપરાંત પેલિકન, શિગલ, સ્ટીલડ, રીવર્ટન, પેઇન્ટેડ સ્ટોર્ક, કુંજ એમ કુલ 7.90 લાખથી વધુ પક્ષીઓ ચાલુ વર્ષે નોંધાયા છે. નળ સરોવર અને થોળ પક્ષી અભ્યારણ્ય વર્ષ 2025-26માં 270 પ્રજાતિઓના કુલ 6.42 લાખથી વધુ યાયાવર પક્ષીઓ નળસરોવરની મુલાકાતે આવ્યા હતા. થોળ વન્યજીવ અભયારણ્યમાં વર્ષ 2026માં કુલ 205 પ્રજાતિઓના કુલ 74452 યાયાવર પક્ષીઓએ મહેમાન બન્યા હતા.વઢવાણા સરોવરમાં વર્ષ 2026માં 159 પ્રજાતિઓના કુલ 47793 યાયાવર પક્ષીઓએ વઢવાણા સરોવરની મુલાકાત લીધી હતી. ખીજડીયા પક્ષી અભયારણ્ય અને છારી ઢંઢ જામનગર જિલ્લામાં મરીન નેશનલ પાર્ક ખીજડીયા પક્ષી અભયારણ્યમાં વર્ષ 2025-26માં 347 પ્રજાતિઓના કુલ 3.12 લાખથી વધુ સ્થળાંતરીત પક્ષીઓ મુલાકાતે આવ્યા હતા. કચ્છમાં આવેલા છારી ઢંઢમાં ચાલુ વર્ષે આ સરોવરની 1.50 લાખથી વધુ દેશ વિદેશના પક્ષીઓએ મુલાકાત લીધી હતી.  આ પણ વાંચોઃ Gujarat Weather: રાજ્યમાં આગામી સમયમાં ગરમીનો પ્રકોપ વધશે: અંબાલાલ પટેલની આગાહી

Read Full Story arrow_forward
Surat: પાલતુ કૂતરાઓ રાખતા અને ડુંગરામાં છુપાતા આરોપીઓને પોલીસે ફિલ્મી ઢબે દબોચ્યા, મોહનીયા ગેંગના સૂત્રધારો ઝડપાયા
calendar_today May 8, 2026

Surat: પાલતુ કૂતરાઓ રાખતા અને ડુંગરામાં છુપાતા આરોપીઓને પોલીસે ફિલ્મી ઢબે દબોચ્યા, મોહનીયા ગેંગના સૂત્રધારો ઝડપાયા

ગુજરાત રાજ્યમાં લૂંટ, ધાડ અને ઘરફોડ ચોરી જેવી ગંભીર ઘટનાઓને અંજામ આપતી કુખ્યાત 'મોહનીયા ગેંગ'ને પકડવામાં સુરત જિલ્લા એલસીબી (LCB) ને મોટી સફળતા મળી છે. રાજ્યના 15 જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ આ ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ શખ્સોને પોલીસે ફિલ્મી ઢબે દાહોદ જિલ્લાના ઊંડાર ગામેથી ઝડપી પાડ્યા છે.ડુંગરાળ વિસ્તાર અને પાલતુ કૂતરાઓનું ‘કવચ’આ ગેંગના આરોપીઓ પોલીસ પકડથી બચવા માટે દાહોદના ઊંડાર ગામના ડુંગરાળ વિસ્તારમાં આશરો લેતા હતા. આરોપીઓ એટલા શાતિર હતા કે તેમણે પોલીસની હિલચાલ પર નજર રાખવા માટે પાલતુ કૂતરાઓ રાખ્યા હતા. જ્યારે પણ પોલીસ વિસ્તારમાં પહોંચતી ત્યારે કૂતરાઓ ભસવાનું શરૂ કરતા અને આરોપીઓ ડુંગરાળ વિસ્તારમાં ગાયબ થઈ જતા હતા.પોલીસનું ‘સર્જિકલ સ્ટ્રાઈક’ જેવું ઓપરેશનઆ વખતે સુરત જિલ્લા એલસીબીએ આયોજનબદ્ધ રીતે અલગ-અલગ ટીમો બનાવી હતી. પોલીસે ગામમાં એકસાથે અલગ-અલગ સ્થળોએ છાપેમારી કરી હતી. આરોપીઓએ પોલીસ સાથે બાથ ભીડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે શક્તિ અને યુક્તિથી ત્રણેયને ઝડપી લીધા હતા. 1. દલીઓ ઉર્ફે ગાંડો કાળુભાઈ મોહનીયા,2. દિલીપ કાળુભાઇ મોહનિયા,3. કલ્પેશ પરશુભાઇ મોહનીયા ઝડપાયેલા આરોપીઓના નામ.રાજ્યભરમાં ગુનાહિત ઈતિહાસપકડાયેલા આરોપીઓ ગાંધીનગર (ચિલોડા અને પેથાપુર), વડોદરા અને અન્ય વિસ્તારોમાં ૯ જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતા. આ ગેંગ અગાઉ ચોરી, લૂંટ અને ધાડના અંદાજે 42 જેટલા ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકી છે. આ ગેંગ ઝડપાતા રાજ્યમાં લૂંટ અને ધાડના અનેક અનસોલ્વ ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.આ પણ વાંચો: Valsad: ભાગડવાડામાં ટેમ્પો ચાલકે રિવર્સ લેતા મહિલાને અડફેટે લીધી, વીજપોલ અને ઘરની દીવાલ પણ તોડી નાખી

Read Full Story arrow_forward