android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: સુવેન્દુ અધિકારીના PAની હત્યા પહેલા ડો. પ્રકાશ ચંદ્ર સાથે કરી હતી અંતિમ મુલાકાત
calendar_today May 7, 2026

Surat News: સુવેન્દુ અધિકારીના PAની હત્યા પહેલા ડો. પ્રકાશ ચંદ્ર સાથે કરી હતી અંતિમ મુલાકાત

પશ્ચિમ બંગાળના મધ્યમગ્રામમાં ભાજપ નેતા સુવેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ (PA) ચંદ્રનાથ રથની સનસનીખેજ હત્યાનો મામલો હવે સુરત સાથે જોડાયો છે. હત્યાના માત્ર બે કલાક પહેલા જ મૃતક ચંદ્રનાથ રથ સુરતના જાણીતા ભાજપ અગ્રણી ડો. પ્રકાશ ચંદ્ર સાથે હતા, જે બાદ તેમની કરપીણ હત્યા કરવામાં આવી હતી.સાથે ચા પીધી અને 2 કલાક બાદ જ હત્યા ડો. પ્રકાશ ચંદ્રના જણાવ્યા અનુસાર, તેઓ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર અર્થે છે. હત્યાના દિવસે રાત્રે તેઓ અને ચંદ્રનાથ રથ એક ચૂંટણીલક્ષી કોન્ફરન્સ મીટિંગમાં સાથે હતા. બંનેએ સાથે બેસીને ચા પીધી હતી અને ચૂંટણી અંગે ચર્ચા કરી હતી. રાત્રે 10:30 કલાકે ચંદ્રનાથ રથ 'હું ઘરે જમવા જાઉં છું' તેમ કહીને નીકળ્યા હતા, પરંતુ રસ્તામાં જ કાળ ભેટી ગયો હતો. રેકી કરીને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરિંગ ચંદ્રનાથ રથ જ્યારે ઘરે જઈ રહ્યા હતા, ત્યારે હુમલાખોરોએ તેમની ગાડી આંતરી હતી અને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીઓ મારી તેમની હત્યા કરી દીધી હતી. ડો. પ્રકાશ ચંદ્રના મતે, આ કોઈ આકસ્મિક ઘટના નથી, પરંતુ એક મોટું રાજકીય ષડયંત્ર છે. હુમલાખોરોએ અગાઉથી રેકી કરી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બંગાળમાં રહેલા સુરતી કાર્યકરોમાં ચિંતા હાલમાં સુરત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાજપ કાર્યકર્તાઓ બંગાળમાં ચૂંટણી પ્રચાર માટે મોરચો સંભાળી રહ્યા છે. આ હિંસક ઘટના બાદ ત્યાં રહેલા સુરતી કાર્યકર્તાઓમાં ભારે ચિંતા અને ફફડાટ ફેલાયો છે. ડો. પ્રકાશ ચંદ્ર અને અન્ય આગેવાનોએ આ મામલે યોગ્ય સુરક્ષા અને તપાસની માગ કરી છે. આ પણ વાંચો - Suvendu Adhikari PA Murder: નકલી નંબર પ્લેટ, પોઇન્ટ બ્લેન્ક રેન્જથી 4 રાઉન્ડ ફાયરિંગ...જાણો તપાસમાં શું આવ્યું બહાર?

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : અમદાવાદમાં ટોરેન્ટ પાવર સ્ટેશન પાસેની ડમ્પિંગ સાઇટમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે
calendar_today May 7, 2026

Gujarat Latest News Live : અમદાવાદમાં ટોરેન્ટ પાવર સ્ટેશન પાસેની ડમ્પિંગ સાઇટમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 07 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Patan News: ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા! હારીજમાં એક્ટિવા પર દારૂની હોમ ડિલિવરીનો વીડિયો વાયરલ, બૂટલેગરે પોલીસને હપ્તો આપ્યાનો કર્યો દાવો
calendar_today May 7, 2026

Patan News: ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા! હારીજમાં એક્ટિવા પર દારૂની હોમ ડિલિવરીનો વીડિયો વાયરલ, બૂટલેગરે પોલીસને હપ્તો આપ્યાનો કર્યો દાવો

રાજ્યમાં કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે પાટણ જિલ્લાના હારીજ તાલુકામાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. હારીજના વાંસા ગામમાં વિદેશી દારૂની ખુલ્લેઆમ હોમ ડિલિવરી થઈ રહી હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આ વીડિયો વાયરલ થતા જ હારીજ પોલીસની કામગીરી અને સ્થાનિક વહીવટી તંત્ર સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.ભણવાની ઉંમરે એક્ટિવા પર દારૂની હેરાફેરી વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવાન પોતાની એક્ટિવા પર વિદેશી દારૂની બોટલો લઈને બિન્દાસ્ત રીતે ફરી રહ્યો છે. જે ઉંમરે યુવાનોના હાથમાં પુસ્તકો હોવા જોઈએ, તે ઉંમરે આ યુવાન દારૂડિયાઓ સુધી હોમ ડિલિવરી પહોંચાડી રહ્યો છે. વાંસા ગામની ગલીઓમાં એક્ટિવા પર દારૂની હેરાફેરી કરતા આ દ્રશ્યોએ સ્થાનિકોમાં ભારે ચર્ચા જગાવી છે. બૂટલેગરનો સનસનીખેજ દાવો: "પોલીસને હપ્તો આપીએ છીએ" આ વીડિયોમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, દારૂ વેચનાર શખ્સ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ પોલીસને હપ્તો આપીને આ વેપાર ચલાવે છે. જો આ વાતમાં તથ્ય હોય તો તે પોલીસ વિભાગ માટે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય. પોલીસની રહેમનજર હેઠળ કે પછી પોલીસની આંખમાં ધૂળ નાખીને આ વેપાર બેફામ ચાલી રહ્યો છે, તે હવે તપાસનો વિષય બન્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ મામલે કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર છે. આ પણ વાંચો - Patan: હારીજમાં શોપિંગ સેન્ટરની ત્રણ દુકાનોની છત ધરાશાયી, અકસ્માતમાં બે લોકો ઇજાગ્રસ્ત

Read Full Story arrow_forward