Anand News: સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું, SOGએ વિદેશી યુવતીઓ સહિત 9 લલનાઓ અને 5 શખ્સોને દબોચ્યા
આણંદ શહેરમાં સ્પા સેન્ટરોની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ સામે SOG પોલીસે લાલ આંખ કરી છે. શહેરના જાણીતા શાન મોલમાં આવેલા એક સ્પા સેન્ટરમાં વિદેશી યુવતીઓને બોલાવી દેહવિક્રયનો ધંધો કરાવવામાં આવતો હોવાનો પર્દાફાશ પોલીસે કર્યો છે.થાઈલેન્ડની 8 યુવતીઓ ઝડપાઈઘટનાની મળતી માહિતી અનુસાર, આણંદ SOG પોલીસને બાતમી મળી હતી કે, શાન મોલમાં આવેલા 'ધ વન એ લીલી સ્પા એન્ડ ગ્રુપ વેન્ચર' માં સ્પાની આડમાં કૂટણખાનું ચાલી રહ્યું છે. પોલીસે રેડ કરતા ત્યાંથી થાઇલેન્ડની 8 વિદેશી યુવતીઓ અને 1 ભારતીય યુવતી મળી કુલ 9 યુવતીઓ દેહવિક્રયના વ્યવસાયમાં સંડોવાયેલી મળી આવી હતી. સંચાલકો અને ગ્રાહકો પોલીસ સકંજામાંપોલીસની આ કાર્યવાહીમાં સ્પાના બે સંચાલકો અને ગ્રાહકો સહિત કુલ 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ સ્પા સેન્ટરમાં વિદેશી યુવતીઓને લાલચ આપી બોલાવવામાં આવતી હતી અને ગ્રાહકો પાસેથી મોટી રકમ વસૂલી સેક્સ રેકેટ ચલાવવામાં આવતું હતું. SOG પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મોલના અન્ય સ્પા સેન્ટરોમાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ પણ વાંચો - Anand : ઉમેટામાં જિલ્લા પંચાયતના સભ્ય પર જીવલેણ હુમલો કરનારા 6 આરોપીઓને સાથે રાખી કરાયું રિકન્સ્ટ્રક્શન
Read Full Story arrow_forward