android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: ઉનાળા સાથે રોગચાળો ફાટી નીકળ્યો: એપ્રિલમાં પાણીજન્ય રોગોના 800 કેસ, પાણીપુરીના એકમો પર તંત્રની તપાસ
calendar_today May 6, 2026

Ahmedabad News: ઉનાળા સાથે રોગચાળો ફાટી નીકળ્યો: એપ્રિલમાં પાણીજન્ય રોગોના 800 કેસ, પાણીપુરીના એકમો પર તંત્રની તપાસ

અમદાવાદ શહેરમાં ગરમીનો પારો વધવાની સાથે જ પાણીજન્ય રોગચાળામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ચાલુ વર્ષે એપ્રિલ માસ દરમિયાન શહેરમાં ઝાડા-ઉલટી, કમળો અને ટાઈફોઈડ જેવા પાણીજન્ય રોગોના અંદાજે 800 જેટલા કેસો નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.રોગચાળાના આંકડા AMCના ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર ડૉ. ભાવિન સોલંકીએ આપેલી માહિતી મુજબ, એપ્રિલ મહિનામાં જ ઝાડા-ઉલટીના 642 કેસ, ટાઈફોઇડના 155 કેસ અને કમળોના 55 કેસ નોંધાયા છે. તંત્ર દ્વારા કડક કાર્યવાહી અમદાવાદ શહેરમાં પાણીની ગુણવત્તા તપાસવા માટે આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં પાણીની ગુણવત્તા ચકાસવા માટે 52,000 જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન 13 જેટલી જગ્યાઓ પર પાણીમાં ક્લોરીનનું પ્રમાણ 'નીલ' (શૂન્ય) જોવા મળ્યું હતું, જે ગંભીર બેદરકારી દર્શાવે છે.બહારનો ખુલ્લો ખોરાક ન ખાવા અપીલ વધુમાં, રોગચાળાને ડામવા માટે AMCની ટીમો દ્વારા અમદાવાદ શહેરના વિવિધ પાણીપુરીના એકમો પર રેડ કરીને ત્યાં વપરાતા પાણીના સેમ્પલ લેવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ઉનાળામાં દૂષિત પાણી અને ખોરાકને કારણે આ કેસો વધી રહ્યા હોવાથી નાગરિકોને ઉકાળેલું પાણી પીવા અને બહારનો ખુલ્લો ખોરાક ન ખાવા અપીલ કરવામાં આવી છે. આ પણ વાંચો - Ahmedabad : ખાનપુરમાં SMC ના પોલીસકર્મીની દાદાગીરી, સમાજની વાડીમાં રૂમ બાબતે કર્મચારીને ઢોર માર માર્યો

Read Full Story arrow_forward
Surendranagar News: નાયબ મુખ્ય દંડકના હસ્તે રૂ. 64 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત, રિવરફ્રન્ટ અને ટાઉન હોલનું થશે નવનિર્માણ
calendar_today May 6, 2026

Surendranagar News: નાયબ મુખ્ય દંડકના હસ્તે રૂ. 64 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત, રિવરફ્રન્ટ અને ટાઉન હોલનું થશે નવનિર્માણ

સુરેન્દ્રનગર શહેર માટે આજનો દિવસ વિકાસની નવી ક્ષિતિજો ખોલનારો સાબિત થયો છે. સુરેન્દ્રનગર શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા છે. ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી કરોડોની ગ્રાન્ટમાંથી વિવિધ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરવામાં આવ્યો છે. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના હસ્તે કરોડો રૂપિયાના વિકાસકામોનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.રિવરફ્રન્ટ ફેઝ 3 અને અદ્યતન ટાઉન હોલ આ અવસરે વઢવાણ ભોગાવો નદીના કાંઠે રૂ. 56 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ-3 ના નવનિર્માણ કાર્યનો પ્રારંભ કરાયો હતો. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા નાગરિકોને હરવા-ફરવા માટે અમદાવાદ જેવો જ એક ઉત્તમ નદી કિનારો મળશે. આ ઉપરાંત, સુરેન્દ્રનગર શહેરના ઐતિહાસિક રંભાબેન ટાઉન હોલને રૂ. 8 કરોડના ખર્ચે અદ્યતન ઓપ આપવામાં આવશે. આ બંને મોટા પ્રોજેક્ટ્સ શહેરની સુવિધા અને સુંદરતામાં અનેકગણો વધારો કરશે. સુખાકારી માટે કરોડોની ગ્રાન્ટ કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્ય દંડકે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગરને મનપાનો દરજ્જો મળ્યા બાદ શહેરના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે. નાગરિકોની સુખાકારી અને આધુનિક આંતરમાળખાકીય સુવિધાઓ ઉભી કરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે. રિવરફ્રન્ટ અને અદ્યતન ટાઉન હોલ જેવા પ્રોજેક્ટ્સ આગામી સમયમાં સુરેન્દ્રનગરની નવી ઓળખ પ્રસ્થાપિત કરશે. આ પણ વાંચો - Surendranagar : લીંબડી તાલુકાના ઘોઘાસર ગામમાં એક જ જ્ઞાતિના બે પરિવારો વચ્ચે અથડામણ, તીક્ષ્ણ હથિયારોથી કર્યો હુમલો

Read Full Story arrow_forward
Botad News: દુકાનમાંથી બિલ વગરના 45 મોબાઈલ મળતા ખળભળાટ, 12.45 લાખનો મુદ્દામાલ જપ્ત
calendar_today May 6, 2026

Botad News: દુકાનમાંથી બિલ વગરના 45 મોબાઈલ મળતા ખળભળાટ, 12.45 લાખનો મુદ્દામાલ જપ્ત

બોટાદ શહેરના ટાવર રોડ પર આવેલી મોબાઈલની દુકાનોમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવતા ફફડાટ વ્યાપી ગયો છે. આ કાર્યવાહી દરમિયાન બિલ વગરના અને શંકાસ્પદ મોબાઈલ ફોનનો મોટો જથ્થો ઝડપાયો છે.બડીયા મોબાઈલમાંથી મળ્યા 45 ફોન પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એસઓજીની ટીમે ટાવર રોડ પર આવેલી 'બડીયા મોબાઈલ' નામની દુકાનમાં તપાસ હાથ ધરી હતી. આ ચેકિંગ દરમિયાન દુકાનમાંથી જુદી-જુદી બ્રાન્ડેડ કંપનીના 45 નંગ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જ્યારે પોલીસે આ મોબાઈલના ખરીદ-વેચાણના બિલો કે અન્ય કોઈ કાયદેસરના પુરાવા માંગ્યા, ત્યારે દુકાનદાર કોઈ પણ સંતોષકારક દસ્તાવેજ રજૂ કરી શક્યો ન હતો. દુકાનદારની અટકાયત અને મુદ્દામાલ જપ્ત પુરાવા ન હોવાથી પોલીસે ગેરકાયદે ગણીને રૂપિયા 12,45,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે દુકાનદાર યોગેશ ઈશ્વરભાઈ ચૌહાણની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ચોરીના મોબાઈલના વેચાણ અને ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસ દ્વારા આ પ્રકારનું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં અન્ય દુકાનો પર પણ તપાસનો કોરડો વીંઝાય તેવી શક્યતા છે. આ પણ વાંચો - Botadના રાણપુર પંથકમાં પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ, ઉનાળુ પાકને નુકસાનની ભીતિ

Read Full Story arrow_forward