android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar News: નશાની હાલતમાં ઝડપાયા નાયબ મામલતદાર, 112 હેલ્પલાઇનની બાતમીના આધારે પોલીસે કરી ધરપકડ
calendar_today May 6, 2026

Bhavnagar News: નશાની હાલતમાં ઝડપાયા નાયબ મામલતદાર, 112 હેલ્પલાઇનની બાતમીના આધારે પોલીસે કરી ધરપકડ

ભાવનગર કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા અને જવાબદાર હોદ્દો ધરાવતા અધિકારી નશાની હાલતમાં ઝડપાતા ચકચાર મચી ગઈ છે. ભાવનગર કલેક્ટર કચેરીના મધ્યાહન ભોજન વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા મેહુલ ભટ્ટની ઘોઘા રોડ પોલીસે ધરપકડ કરી છે.112 હેલ્પલાઇન દ્વારા મળી હતી બાતમી ઘટનાની મળતી માહિતી અનુસાર, પોલીસની 112 હેલ્પલાઇન પર માહિતી મળી હતી કે, એક વ્યક્તિ નશાની હાલતમાં છે. આ બાતમીના આધારે ઘોઘા રોડ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને તપાસ કરતા નાયબ મામલતદાર મેહુલભાઈ ભટ્ટ દારૂના નશામાં હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે સ્થળ પર જ તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નશાની હાલતમાં અગાઉ પણ ઝડપાઈ ચુક્યા છે ચિંતાજનક બાબત એ છે કે, આ અધિકારી માટે દારૂના નશામાં ઝડપાવાની આ પ્રથમ ઘટના નથી. અગાઉ પણ નીલમબાગ પોલીસ દ્વારા આ જ અધિકારીને દારૂ પીધેલી હાલતમાં પકડી પાડવામાં આવ્યા હતા. વારંવાર નશાની હાલતમાં ઝડપાતા આ સરકારી અધિકારીની છબી ખરડાઈ છે. હાલમાં ઘોઘા રોડ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી મેડિકલ તપાસ સહિતની વધુ તપાસ તેજ કરી છે. આ પણ વાંચો - Bhavnagar News: સિહોરના બ્રહ્મકુંડમાંથી વૃદ્ધનો મૃતદેહ મળ્યો, પોલીસે શરૂ કરી તપાસ

Read Full Story arrow_forward
Ahmedabad: વેજલપુરમાં મધરાતે પોલીસનો સપાટો, ગેરકાયદે ગૌવધ રેકેટનો પર્દાફાશ, 520 કિલો માંસ જપ્ત
calendar_today May 6, 2026

Ahmedabad: વેજલપુરમાં મધરાતે પોલીસનો સપાટો, ગેરકાયદે ગૌવધ રેકેટનો પર્દાફાશ, 520 કિલો માંસ જપ્ત

અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં પોલીસની સર્વેલન્સ સ્ક્વોડે એક મોટા ગેરકાયદે ગૌવધ રેકેટનો પર્દાફાશ કર્યો છે. સોનલ સિનેમા નજીક આવેલા નેહા ફ્લેટ્સ પાસેના ખુલ્લા મેદાનમાં ઝાડીઓની આડમાં ચાલતા કતલખાના પર પોલીસે દરોડો પાડી 520 કિલોથી વધુ શંકાસ્પદ ગૌમાંસ અને જીવંત વાછરડા સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.ઝીણવટભર્યું ઓપરેશન વેજલપુર પોલીસની સર્વેલન્સ સ્ક્વોડને બાતમી મળી હતી કે સોનલ સિનેમા પાસેના મેદાનમાં ગેરકાયદે પશુવધ ચાલી રહ્યો છે. પોલીસે સાક્ષીઓની હાજરીમાં મધરાતે દરોડો પાડતા અંધારામાં ઝાડીઓ પાછળ પશુઓની કતલ કરી રહેલા શખ્સોમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી મુશ્તાક મસારીવાલા, રઈઝ શેખ અને મુનાફ દિવાનને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 6 આરોપીઓ અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા. મુદ્દામાલ અને ચોંકાવનારી વિગતો દરોડા દરમિયાન પોલીસે અંદાજે ₹1.56 લાખની કિંમતનું 520 કિલો શંકાસ્પદ ગૌમાંસ જપ્ત કર્યું છે, જેના નમૂના તપાસ માટે FSLમાં મોકલાયા છે. આ સિવાય પોલીસે ₹4.66 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં એક ઓટો-રિક્શા અને નંબર પ્લેટ વગરની શંકાસ્પદ કાર, કતલ માટે વપરાતી છરીઓ, વજનકાંટો અને લાકડાના હાથાવાળા ફાવડા.પાણી અને ઘાસચારા વગર ક્રૂરતાપૂર્વક બાંધી રખાયેલું એક વર્ષનું જીવંત વાછરડું (જેને મુક્ત કરાવાયું છે). માસ્ટરમાઇન્ડ ઝહીર ડબ્બા વોન્ટેડ તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર કતલખાનાનો માસ્ટરમાઇન્ડ ઝહીરુદ્દીન ઉર્ફે ઝહીર ડબ્બા છે. ઝહીર અગાઉ પણ ગૌવંશ કતલના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. પોલીસ અત્યારે ઝહીરુદ્દીન શેખ, ફરહાન, ગટ્ટુ, ઝીશાન, મરઘી અને આરિફ ઉર્ફે ગોલીની શોધખોળ કરી રહી છે. તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ગુજરાત પશુ સંરક્ષણ (સુધારા) અધિનિયમ-2017 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો----     CM ભૂપેન્દ્ર પટેલની કલેક્ટરોને ટકોર,, હું જ સિસ્ટમ ચલાવું છું તેવું મનમાંથી કાઢી નાખો, ઝીરો ટોલરન્સ નીતિ સાથે કામ કરો

Read Full Story arrow_forward
Vadodaraમાં કૈલાશ વિજયવર્ગીયનું મોટું નિવેદન, કહ્યું 'બંગાળમાં મમતા બેનર્જી રાજીનામું આપે કે ન આપે, કોઈ ફરક નહીં પડે'
calendar_today May 6, 2026

Vadodaraમાં કૈલાશ વિજયવર્ગીયનું મોટું નિવેદન, કહ્યું 'બંગાળમાં મમતા બેનર્જી રાજીનામું આપે કે ન આપે, કોઈ ફરક નહીં પડે'

વડોદરામાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમ દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીયએ પશ્ચિમ બંગાળને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે પશ્ચિમ બંગાળને 'રાષ્ટ્રભક્તોનો પ્રદેશ' ગણાવતા જણાવ્યું કે ત્યાં મળેલી જીત દેશ માટે સૌથી મોટી ભેટ સમાન છે. વિકાસ અને રાજકીય પરિસ્થિતિ અંગે વાત કરતા તેમણે કહ્યું કે ભલે ભાજપને અનેક રાજ્યોમાં સફળતા મળી હોય, પરંતુ પશ્ચિમ બંગાળમાં મળેલી જીત સૌથી વિશેષ છે.પ.બંગાળ દેશ વિરોધી તત્વોનું કેન્દ્ર બનતું હોવાનું આક્ષેપ તેમના જણાવ્યા મુજબ, રાજ્ય હવે રાષ્ટ્રવાદી વિચારધારા તરફ આગળ વધી રહ્યું છે અને ત્યાં “રાષ્ટ્રવાદી સરકાર”ની સ્થાપના થઈ છે. વિવાદાસ્પદ ટિપ્પણી કરતા તેમણે આક્ષેપ કર્યો કે પશ્ચિમ બંગાળ અગાઉ દેશ વિરોધી તત્વોનું કેન્દ્ર બનતું હતું, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. તેમણે દાવો કર્યો કે દેશના આંતરિક ખતરાઓ હવે મોટા ભાગે સમાપ્ત થઈ ગયા છે અને દેશમાં સ્થિરતા વધી છે. હારીએ તો EVM પર આરોપ થાય છે એવો કટાક્ષ કર્યો તેમણે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પણ ટિપ્પણી કરતા કહ્યું કે તેઓ રાજીનામું આપે કે ન આપે, તેનો કોઈ ખાસ ફરક નહીં પડે. સાથે જ તેમણે ચૂંટણી પ્રક્રિયા પર કટાક્ષ કરતા જણાવ્યું કે જ્યારે હાર થાય છે ત્યારે કેટલાક લોકો EVM પર આરોપ લગાવે છે. આ નિવેદનો બાદ રાજકીય માહોલ ગરમાયો છે અને વિપક્ષ તરફથી પ્રતિક્રિયાઓ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ પણ વાંચો : Gir Somnath News: ગીર ગઢડામાં મિની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ, કેસર કેરીના પાકને ભારે નુકસાનની ભીતિ

Read Full Story arrow_forward