android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live :  ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મોટો ફેરફાર, પીએમ મોદીના પ્રવાસના કારણે થયો ફેરફાર
calendar_today May 6, 2026

Gujarat Latest News Live : ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મોટો ફેરફાર, પીએમ મોદીના પ્રવાસના કારણે થયો ફેરફાર

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 06 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Aravalli : એસીબીનો સપાટો, મેઘરજના રમગઢીનો રેવન્યુ તલાટી વારસાઈ કામ માટે લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
calendar_today May 6, 2026

Aravalli : એસીબીનો સપાટો, મેઘરજના રમગઢીનો રેવન્યુ તલાટી વારસાઈ કામ માટે લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટ સરકારી કર્મચારીઓ સામે એસીબીએ લાલ આંખ કરી છે. મેઘરજ તાલુકાના રમગઢી પંચાયતના રેવન્યુ તલાટી ગુમાનસિંહ વાઘેલાને એન્ટી કરપ્શન બ્યુરો એ રૂ. 5,000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. વારસાઈની કામગીરી કરવાના બદલામાં તલાટીએ અરજદાર પાસે આ રકમની માંગણી કરી હતી.વારસાઈ કામ માટે માંગી હતી લાંચ મળતી વિગતો મુજબ, એક અરજદાર પોતાની જમીનની વારસાઈ નોંધની કામગીરી કરાવવા માટે રમગઢી પંચાયતની કચેરીએ ગયા હતા. ત્યાં ફરજ બજાવતા રેવન્યુ તલાટી ગુમાનસિંહ વાઘેલાએ આ કામ કરી આપવાના અવેજ પેટે 5,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ બાબતે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીનું છટકું અરજદારની ફરિયાદના આધારે એસીબીની ટીમે મેઘરજ વિસ્તારમાં છટકું ગોઠવ્યું હતું. જેવું તલાટીએ અરજદાર પાસેથી લાંચના નાણાં સ્વીકાર્યા, કે તુરંત જ એસીબીની ટીમે ત્રાટકીને તેમને રજેહાથ દબોચી લીધા હતા. તલાટી પાસેથી લાંચની રકમ પણ રિકવર કરવામાં આવી છે. ભ્રષ્ટ કર્મચારીઓમાં ફફડાટ એસીબીએ ભ્રષ્ટ તલાટી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લામાં એક પછી એક ભ્રષ્ટ કર્મચારીઓ એસીબીના સકંજામાં આવતા અન્ય લાંચિયા સરકારી બાબુઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આ પણ વાંચો----    CM ભૂપેન્દ્ર પટેલની કલેક્ટરોને ટકોર,, હું જ સિસ્ટમ ચલાવું છું તેવું મનમાંથી કાઢી નાખો, ઝીરો ટોલરન્સ નીતિ સાથે કામ કરો

Read Full Story arrow_forward
Surat News: NH-48 પર ટાયર ફાટતા ટેમ્પો પલટી ગયો, કીમ ચાર રસ્તા પાસે અકસ્માત બાદ હાઇવે પર ટ્રાફિક જામ
calendar_today May 6, 2026

Surat News: NH-48 પર ટાયર ફાટતા ટેમ્પો પલટી ગયો, કીમ ચાર રસ્તા પાસે અકસ્માત બાદ હાઇવે પર ટ્રાફિક જામ

સુરત પાસેથી પસાર થતા નેશનલ હાઇવે 48 પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. માંગરોળ તાલુકાના પાલોદ ગામ નજીક કીમ ચાર રસ્તા ઓવરબ્રિજ પાસે એક ચાલતા ટેમ્પોનું ટાયર અચાનક ફાટતા તે પલટી મારી ગયો હતો. આ ઘટનાને પગલે હાઇવે પર અફરાતફરી મચી ગઈ હતી અને વાહનોની લાંબી કતારો લાગી હતી.ટાયર ફાટતા સર્જાયો અકસ્માત ઘટનાની મળતી માહિતી અનુસાર, ટેમ્પો ચાલક સુરતથી ભરૂચ તરફ જઈ રહ્યો હતો, ત્યારે કીમ ચાર રસ્તા ઓવરબ્રિજ પાસે અચાનક ટેમ્પોનું ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે ટેમ્પો રોડ વચ્ચેના ડિવાયડર સાથે અથડાઈને રોડ પર જ પલટી મારી ગયો હતો. પોલીસ અને 108ની કામગીરી આ અકસ્માતમાં ટેમ્પો ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ 108ની ટીમ દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા જ જિલ્લા ટ્રાફિક પોલીસ અને પાલોદ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ક્રેન મારફતે ટેમ્પોને ખસેડી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. આ પણ વાંચો - Suratમાં પણ ગુંજશે જય મા ખોડલનો નાદ, અંટ્રોલીમાં 40 વીઘામાં બનશે ભવ્ય ખોડલધામ સંકુલ

Read Full Story arrow_forward