શુ માત્ર પાણીથી હાથ ધોવા પૂરતા છે?
વૈશ્વિક બજારોમાં મજબૂતી, GIFT નિફ્ટીમાં વધારો અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડા વચ્ચે, શેરબજાર આજે સકારાત્મક શરૂઆતનો સંકેત આપી રહ્યું છે.
Read Full Story arrow_forwardStay informed with the latest happenings, achievements, and announcements from our community.
વૈશ્વિક બજારોમાં મજબૂતી, GIFT નિફ્ટીમાં વધારો અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડા વચ્ચે, શેરબજાર આજે સકારાત્મક શરૂઆતનો સંકેત આપી રહ્યું છે.
Read Full Story arrow_forward
કેન્દ્રના પેટ્રોલિયમ મંત્રાલયે દેશભરમાં LPG ગેસની અછત અંગેની અફવાઓને નકારી કાઢી છે. મંત્રાલયના અધિકારીએ સ્પષ્ટ જણાવ્યું કે દેશમાં LPGનો કોઈ અભાવ નથી અને સપ્લાય સંપૂર્ણપણે સામાન્ય છે. હાલમાં લગભગ 95% ઘરેલુ ગેસ સિલિન્ડરની ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ દ્વારા થઈ રહી છે, જેનાથી પારદર્શિતા અને યોગ્ય વિતરણ સુનિશ્ચિત થાય છે. છેલ્લા બે દિવસમાં જ 87 લાખથી વધુ સિલિન્ડરની સફળ ડિલિવરી કરવામાં આવી છે.5 કિલોના આશરે 1.20 લાખ સિલિન્ડર પણ વેચાયા મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 48 કલાકમાં 15,900 ટન કોમર્શિયલ LPGનું વેચાણ થયું છે, જ્યારે 876 ટન ઓટો LPGની સપ્લાય કરવામાં આવી છે. નાના ગ્રાહકો માટે 5 કિલોના આશરે 1.20 લાખ સિલિન્ડર પણ વેચાયા છે. શહેરોમાં PNG કનેક્શનનો વિસ્તાર ઝડપથી વધી રહ્યો છે, જેના કારણે LPG પરની નિર્ભરતા ઘટી રહી છે. છેલ્લા દિવસોમાં 6.31 લાખ નવા કનેક્શન સક્રિય થયા છે અને હજારો લોકોએ LPG કનેક્શન પરત આપ્યા છે. અનેક ડિસ્ટ્રિબ્યુટર્સ સામે કાર્યવાહી થઈ દેશભરના પેટ્રોલ-ડીઝલ પંપ પર સ્થિતિ સામાન્ય છે, જોકે કેટલાક વિસ્તારોમાં ગભરાટને કારણે વધુ બુકિંગ જોવા મળી રહી છે. નિયમોના પાલન માટે 2100થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે અને અનેક ડિસ્ટ્રિબ્યુટર્સ સામે કાર્યવાહી થઈ છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે રિફાઈનરી, પોર્ટ અને શિપિંગ તમામ કામગીરી સામાન્ય છે અને લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. આ પણ વાંચો : Tamil Nadu થલાપતિ યુગનો પ્રારંભ, વિજયે રજૂ કર્યો સરકાર બનાવવાનો દાવો!
Read Full Story arrow_forward
સૌરાષ્ટ્રના કાગવડ બાદ હવે સુરતની ધરા પર પણ ભવ્ય ખોડલધામ સંકુલ સાકાર થવા જઈ રહ્યું છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા સુરતના અંટ્રોલી ખાતે ખોડલધામ સંકુલ બનાવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ સંકુલ અંદાજે 40 વીઘા જેટલી વિશાળ જમીનમાં નિર્માણ પામશે, જે દક્ષિણ ગુજરાતના પાટીદાર સમાજ માટે આસ્થા અને સંગઠનનું એક નવું કેન્દ્ર બનશે.મુકેશ પટેલ દ્વારા મંદિર નિર્માણની જાહેરાત આ પ્રોજેક્ટની ખાસ વાત એ છે કે, સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને પાટીદાર અગ્રણી મુકેશ પટેલે આ સંકુલમાં ભવ્ય મંદિર બનાવવાની જાહેરાત કરી છે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવેલા આ સેવાયજ્ઞમાં મુકેશ પટેલનો સહયોગ મળતા સમાજમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર નરેશ પટેલે જણાવ્યું હતું કે, આ સંકુલ માત્ર આસ્થાનું કેન્દ્ર નહીં, પરંતુ શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ઉત્થાનની પ્રવૃત્તિઓનું પણ હબ બનશે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં વસતા લાખો પાટીદાર પરિવારોને આ સંકુલના નિર્માણથી પૂજા-અર્ચના તેમજ સામાજિક કાર્યો માટે સ્થાનિક સ્તરે મોટી સુવિધા પ્રાપ્ત થશે. આ જાહેરાત બાદ પાટીદાર સમાજમાં અનેરું ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આગામી સમયમાં આ સંકુલના નિર્માણની કામગીરી વેગવંત બનશે. આ પણ વાંચો - Surat : રોગચાળાનો હાહાકાર, સિવિલમાં દર્દીઓની લાંબી કતારો, માસૂમ સહિત 3 ના મોતથી ફફડાટ
Read Full Story arrow_forward