Vadodara : અંકોડીયા યુવતી હત્યા કેસનો ભેદ ઉકેલાયો, પ્રેમી જ નીકળ્યો કાતિલ
વડોદરાના અંકોડીયા વિસ્તારમાં ગત રોજ મળી આવેલી યુવતીની લાશના કેસમાં વડોદરા તાલુકા પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પ્રેમી રોહન વણકરની ધરપકડ કરી લીધી છે. પ્રેમ પ્રકરણમાં ખટરાગ થતા રોહને યુવતીની હત્યા કરી હોવાનો ખુલાસો પોલીસે કર્યો છે.રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો આરોપી પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રોહન વણકર અકોટા વિસ્તારમાં આવેલી એક ખાનગી રેસ્ટોરન્ટમાં નોકરી કરે છે. મૃતક યુવતી અને રોહન વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો. જોકે, કોઈ કારણોસર બંને વચ્ચે તકરાર થતા રોહને ઉશ્કેરાટમાં આવી યુવતીને મોતના ઘાટ ઉતારી દીધી હતી અને લાશને અંકોડીયા પાસે ફેંકી દીધી હતી. પોલીસની ત્વરિત કાર્યવાહી ઘટનાની જાણ થતા જ વડોદરા તાલુકા પોલીસની ટીમો સક્રિય થઈ હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી પોલીસે રોહન સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. પ્રાથમિક પૂછપરછમાં જ આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. હાલ પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ વધુ પુરાવા એકત્ર કરવાની તજવીજ હાથ ધરી છે.આ પણ વાંચો---- CM ભૂપેન્દ્ર પટેલની કલેક્ટરોને ટકોર,, હું જ સિસ્ટમ ચલાવું છું તેવું મનમાંથી કાઢી નાખો, ઝીરો ટોલરન્સ નીતિ સાથે કામ કરો
Read Full Story arrow_forward