Gir Somnath News: ગીર ગઢડામાં મિની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ, કેસર કેરીના પાકને ભારે નુકસાનની ભીતિ
ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં આજે અચાનક પલટો જોવા મળ્યો હતો. ગીર ગઢડા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મિની વાવાઝોડા જેવા તેજ પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ શરૂ થયો છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આવેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ જગતનો તાત ચિંતામાં મુકાયો છે.આ ગામોમાં જોવા મળી અસરગીર ગઢડાના બાબરીયામાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. આ ઉપરાંત હરમડીયા, પૂછવી, એભલવડ, ધોકડવા અને બેડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવનના સૂસવાટા સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. કેસર કેરીના પાક પર જોખમઆ કમોસમી વરસાદ અને તેજ પવનને કારણે સૌથી વધુ નુકસાનની આશંકા કેસર કેરી પકવતા ખેડૂતોને છે. કેરીના આંબા પરથી ફળ ખરી પડવાની તેમજ તૈયાર થયેલા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોના મતે, આ મિની વાવાઝોડું તેમના મોઢા સુધી આવેલો કોળિયો છીનવી શકે છે. માત્ર કેરી જ નહીં, પરંતુ અન્ય ઉનાળુ પાકોને પણ આ માવઠાથી વ્યાપક નુકસાન થવાની સંભાવના છે. આ પણ વાંચો - Gir Somnath : ઉના શહેરમાં અશાંત ધારો લાગુ, મિલકત વેચતા પહેલા લેવી પડશે મંજૂરી, નિયમ તોડ્યો તો 5 વર્ષની જેલ
Read Full Story arrow_forward