android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : અમદાવાદની મેમ્કો સ્થિત કંપનીમાં પગાર વધારા મુદે કામદારોએ કર્યો હોબાળો, 18 હજાર સુધી પગાર વધારો કરવાની માંગ
calendar_today May 6, 2026

Gujarat Latest News Live : અમદાવાદની મેમ્કો સ્થિત કંપનીમાં પગાર વધારા મુદે કામદારોએ કર્યો હોબાળો, 18 હજાર સુધી પગાર વધારો કરવાની માંગ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 06 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gandhinagar : ચિલોડામાં જમીન સંપાદન મુદ્દે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, અધિકારીઓને ધક્કે ચડાવ્યા
calendar_today May 6, 2026

Gandhinagar : ચિલોડામાં જમીન સંપાદન મુદ્દે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, અધિકારીઓને ધક્કે ચડાવ્યા

ગાંધીનગરના ચિલોડા નજીક નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા હાથ ધરવામાં આવેલી જમીન સંપાદનની કામગીરી સામે સ્થાનિક ખેડૂતોએ મોરચો માંડ્યો છે. સિંહોલી મોટી ગામના ખેડૂતોએ વળતરના મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો, જેના કારણે તંત્રના અધિકારીઓને સ્થળ છોડીને ભાગવાની ફરજ પડી હતી.વળતર વિના જમીનનો કબજો લેવા સામે રોષ સિંહોલી મોટી ગામમાં NHAI ના અધિકારીઓ જ્યારે સર્વિસ રોડની કામગીરી માટે જમીનનો કબજો મેળવવા પહોંચ્યા ત્યારે 15 થી વધુ ખેડૂતો એકત્રિત થઈ ગયા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે જ્યાં સુધી યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી તેઓ જમીન ખાલી કરશે નહીં. આ દરમિયાન ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મામલો એટલો બિચક્યો હતો કે રોષે ભરાયેલા લોકોએ અધિકારીઓને ધક્કે ચડાવ્યા હતા. સર્વિસ રોડની કામગીરી પડી ભાંગી લોકોના ઉગ્ર વિરોધ અને હોબાળાને જોતા હાલમાં સર્વિસ રોડની તમામ કામગીરી અટકાવી દેવામાં આવી છે. અધિકારીઓને કોઈપણ કામ કર્યા વિના જ પરત ફરવું પડ્યું હતું. ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે તો તેઓ આગામી સમયમાં આંદોલન વધુ તેજ કરશે. મહત્વની બેઠકનું આયોજન આ ઘટના બાદ તંત્ર અને ખેડૂતો વચ્ચે મડાગાંઠ સર્જાઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વળતરના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે આગામી દિવસોમાં NHAI ના ઉચ્ચ અધિકારીઓ અને ખેડૂત પ્રતિનિધિઓ વચ્ચે એક મહત્વની મિટિંગ યોજાઈ શકે છે. ત્યાં સુધી કામગીરી સ્થગિત રાખવા નિર્ણય લેવાયો છે.આ પણ વાંચો----    CM ભૂપેન્દ્ર પટેલની કલેક્ટરોને ટકોર,, હું જ સિસ્ટમ ચલાવું છું તેવું મનમાંથી કાઢી નાખો, ઝીરો ટોલરન્સ નીતિ સાથે કામ કરો

Read Full Story arrow_forward
Ahmedabad News: ભાજપના બે નેતાનો આબાદ બચાવ, ચાલુ કાર પર તોતિંગ લીમડાનું ઝાડ પડ્યું
calendar_today May 6, 2026

Ahmedabad News: ભાજપના બે નેતાનો આબાદ બચાવ, ચાલુ કાર પર તોતિંગ લીમડાનું ઝાડ પડ્યું

ગઈકાલે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. અરવલ્લી અને દાહોદમાં ખાબકેલા વરસાદને કારણે ભારે નુકસાન પહોંચ્યું હતું. બીજી તરફ અમદાવાદમાં ગઈકાલે સાંજે ભારે પવન સાથે વરસાદ ખાબકતા દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ભાજપના બે મોટા નેતાઓનો આબાદ બચાવ થયો હતો. ભારે પવન ફૂંકાતા દુર્ઘટના સર્જાઈ અમદાવાદમાં ગઈકાલે ભારે પવન સાથે ખાબકેલા વરસાદને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. શહેરમાં ચાલુ વાહન પર લીમડાનું ઝાડ પડ્યું હતું. આ કારમાં ભાજપના શહેર પ્રમુખ પ્રેરક શાહ અને દર્શક ઠાકર પણ સવાર હતાં. કાર પર ઝાડ પડતાં કારનો કચ્ચરધાણ વળી ગયો હતો. બીજી તરફ બંને નેતાઓનો ચમત્કારિક બચાવ થયો હતો. જ્યારે કારના ડ્રાઈવરને શરીરે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. કારને ઝાડ પડવાને કારણે મોટુ નુકસાન પહોંચ્યું છે. આ પણ વાંચોઃ Gujarat Weather News: રાજ્યમાં આગઝરતી ગરમી સાથે વરસાદની શક્યતા : અંબાલાલ પટેલની આગાહી

Read Full Story arrow_forward