Ahmedabad : ઓઢવમાં નકલી વાયરનું મોટું નેટવર્ક ઝડપાયું, નામાંકિત કંપનીઓનામે ચાલતી ફેક્ટરી પર SOG ના દરોડા
અમદાવાદ શહેરમાં નામાંકિત કંપનીઓના નામે નકલી પ્રોડક્ટ્સ વેચવાનું કૌભાંડ તેજ ગતિએ ફૂલીફાલી રહ્યું છે. અમદાવાદ SOG પોલીસે ઓઢવ વિસ્તારમાં દરોડા પાડીને જાણીતી કંપનીઓના ડુપ્લીકેટ ઇલેક્ટ્રિક વાયર બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી છે.બ્રાન્ડેડ કંપનીઓના લોગો અને હોલમાર્કનો દુરુપયોગ ઓઢવના આદિનાથનગર વિસ્તારમાં ચાલી રહેલી આ ફેક્ટરીમાં પ્રતિષ્ઠિત કંપનીઓના નકલી વાયર તૈયાર કરવામાં આવતા હતા. પોલીસને તપાસ દરમિયાન એક કંપનીના વિવિધ સાઇઝના 845થી વધુ અને અન્ય એક કંપનીના 242 જેટલા નકલી વાયર બંડલ મળી આવ્યા છે. આ ઉપરાંત વધુ એક નામાંકિત નેટવર્ક કેબલના 25 બોક્સ પણ કબજે લેવાયા છે. આરોપીઓ ગ્રાહકોને છેતરવા માટે નકલી બોક્સ, હોલમાર્ક શીટ અને સ્ટીકરોનો પણ ઉપયોગ કરતા હતા. 16.56 લાખનો મુદ્દામાલ જપ્ત, એકની ધરપકડ SOG પોલીસે આ કાર્યવાહી દરમિયાન કુલ રૂ. 16.56 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર વિક્રમ ઉર્ફે વિક્કી પુરોહિતની પોલીસે ધરપકડ કરી છે. પોલીસને આશંકા છે કે આ નકલી વાયરનો જથ્થો અમદાવાદ સહિત ગુજરાતના અન્ય શહેરોમાં પણ સપ્લાય કરવામાં આવતો હતો. કોપીરાઇટ એક્ટ હેઠળ કાર્યવાહી આ મામલે DCB પોલીસ સ્ટેશનમાં કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નકલી માલ ક્યાંથી આવતો હતો અને તેના અન્ય કયા સાગરીતો આ નેટવર્કમાં સામેલ છે.આ પણ વાંચો---- CM ભૂપેન્દ્ર પટેલની કલેક્ટરોને ટકોર,, હું જ સિસ્ટમ ચલાવું છું તેવું મનમાંથી કાઢી નાખો, ઝીરો ટોલરન્સ નીતિ સાથે કામ કરો
Read Full Story arrow_forward