android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Indian Army Artilleryમાં મોટો ફેરફાર, સ્વદેશી તોપોથી વધશે મારક ક્ષમતા
calendar_today May 5, 2026

Indian Army Artilleryમાં મોટો ફેરફાર, સ્વદેશી તોપોથી વધશે મારક ક્ષમતા

ભારતીય સેના પોતાની આર્ટિલરી શક્તિને મોટાપાયે આધુનિક બનાવી રહી છે. તેનો મુખ્ય હેતુ જૂની તોપોને હટાવીને નવી, લાંબી રેન્જ સુધી માર કરતી અને ઝડપી રીતે તૈનાત થઈ શકતી સ્વદેશી 155 મીમી તોપોનો સમાવેશ કરવાનો છે. આ સમગ્ર અભિયાન 'ફીલ્ડ આર્ટિલરી રેશનલાઇઝેશન પ્લાન' હેઠળ ચાલી રહ્યું છે, જે આત્મનિર્ભર ભારતને વધુ મજબૂત બનાવે છે.સરકાર હવે વધુ 300 તોપોના નવા ઓર્ડરની તૈયારીમાં ભારતની પ્રથમ સ્વદેશી 155 મીમી ટોયડ હોવિત્ઝર “ધનુષ” (Dhanush) છે, જે બોફોર્સ ડિઝાઈન પર આધારિત છે. સેનાને તેની 114 તોપોની સપ્લાય લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને 2026 સુધીમાં છેલ્લી ખેપ મળવાની શક્યતા છે. સરકાર હવે વધુ 300 તોપોના નવા ઓર્ડરની તૈયારીમાં છે, જેથી કુલ સંખ્યા આશરે 414 સુધી પહોંચી શકે. ATAGS પ્રોજેક્ટ પણ મહત્વપૂર્ણ છે, જેની મારક ક્ષમતા 48 કિમીથી વધુ છે. તેમાં સંપૂર્ણ ઇલેક્ટ્રિક સિસ્ટમ હોવાથી ઝડપથી તૈનાતી શક્ય બને છે. જૂની 130 મીમી તોપોને 155 મીમીમાં બદલવામાં આવી રહી છે આ પ્રોજેક્ટ હેઠળ 307 તોપોનો મોટો કરાર 2025માં થયો છે અને પ્રથમ રેજિમેન્ટ 2027 સુધી તૈયાર થશે. સેના 400 નવી ટોયડ ગન સિસ્ટમ ખરીદવાની પણ તૈયારીમાં છે, જેને આગળ વધારીને 1200 સુધી લઈ જવાની યોજના છે. ઉપરાંત “શારંગ અપગ્રેડ” હેઠળ જૂની 130 મીમી તોપોને 155 મીમીમાં બદલવામાં આવી રહી છે. દરેક પરિસ્થિતિમાં અસરકારક સાબિત થશે ઉચ્ચ પહાડી વિસ્તારો માટે હલકી 105 મીમી ગનો અને M777 અલ્ટ્રા-લાઇટ હોવિત્ઝરનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. સાથે સાથે K9 Vajra-T જેવી સ્વચાલિત તોપો સેના માટે મોટી શક્તિ બની રહી છે. આ તમામ પ્રોજેક્ટ્સથી ભારતીય સેના ઝડપથી આધુનિક અને આત્મનિર્ભર આર્ટિલરી ફોર્સ બની રહી છે, જે રણથી લઈને પહાડી વિસ્તારો સુધી દરેક પરિસ્થિતિમાં અસરકારક સાબિત થશે. આ પણ વાંચો : Cabinet Decisions : 1.53 લાખ કરોડના 10 નિર્ણયોને મળી મંજૂરી, શેરડીના ખેડૂતોની ચુકવણી માટે નવો કાર્યક્રમ જાહેર

Read Full Story arrow_forward
Kheda : વસો તાલુકા પંચાયતમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક, બહુમતી માટે ખૂટતી કડી સમાન અપક્ષ સભ્ય બીરેન પટેલે કેસરીયા કર્યા
calendar_today May 5, 2026

Kheda : વસો તાલુકા પંચાયતમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક, બહુમતી માટે ખૂટતી કડી સમાન અપક્ષ સભ્ય બીરેન પટેલે કેસરીયા કર્યા

ખેડા જિલ્લાના વસો તાલુકા પંચાયતમાં સત્તાના જંગનો અંત આવ્યો છે. બહુમતીથી માત્ર એક ડગલું દૂર રહેલી ભારતીય જનતા પાર્ટીએ ચાણક્ય નીતિ અપનાવીને અપક્ષ સભ્યને પોતાના પક્ષમાં સામેલ કરી લીધા છે. આ સાથે જ વસો તાલુકા પંચાયત પર હવે સત્તાવાર રીતે ભાજપનું શાસન સ્થપાશે.ચૂંટણીનું ગણિત વસો તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં રસાકસીભર્યો જંગ જોવા મળ્યો હતો. જેમાં ભાજપને 8 બેઠકો અને કોંગ્રેસને 7 બેઠકો મળી હતી, જ્યારે 1 બેઠક પર અપક્ષ ઉમેદવાર બીરેન પટેલની જીત થઈ હતી. બહુમતી માટે 9 બેઠકોની જરૂર હોવાથી સત્તાની ચાવી અપક્ષ સભ્યના હાથમાં હતી. જોકે, ધારાસભ્ય કલ્પેશ પરમારની મધ્યસ્થતા અને રાજકીય સૂઝબૂઝને કારણે અપક્ષ સભ્ય બીરેન પટેલે ભાજપને સમર્થન આપવાનું નક્કી કર્યું છે. ખેસ પહેરાવી સ્વાગત ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલે બીરેન પટેલને વિધિવત રીતે ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. બીરેન પટેલની સાથે તેમના 10થી વધુ સમર્થકો પણ ભાજપમાં જોડાયા છે. આ નવા સમીકરણ બાદ ભાજપનું સંખ્યાબળ 9 થઈ ગયું છે, જે બહુમતીના આંકડાને સ્પર્શે છે. કોંગ્રેસના સપના રોળાયા બીજી તરફ, કોંગ્રેસ માત્ર એક બેઠક માટે સત્તાથી વંચિત રહી ગઈ છે. અપક્ષ સભ્ય ભાજપમાં ભળતા હવે વસો તાલુકા પંચાયતમાં ભગવો લહેરાશે. આ રાજકીય ખેલ પાછળ ધારાસભ્ય કલ્પેશ પરમારની મહત્વની ભૂમિકા માનવામાં આવે છે. આગામી દિવસોમાં તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમાં ભાજપનો રસ્તો સાવ સાફ થઈ ગયો છે.આ પણ વાંચો---    West Bengal Election Result 2026 : હવે બંગાળના સીએમ કોણ? જાણો કોણ છે તે 'બંગાળી ચહેરો' જે સંભાળશે રાજ્યની કમાન

Read Full Story arrow_forward
Surat News: કામરેજ સુગર મીલ ખાતે ગ્રામ પ્રતિનિધિઓની મહત્વપૂર્ણ બેઠક, ખેડૂતોના પ્રશ્નો અને વિકાસ યોજનાઓ પર મંથન
calendar_today May 5, 2026

Surat News: કામરેજ સુગર મીલ ખાતે ગ્રામ પ્રતિનિધિઓની મહત્વપૂર્ણ બેઠક, ખેડૂતોના પ્રશ્નો અને વિકાસ યોજનાઓ પર મંથન

કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી (સુગર મીલ) ખાતે આજે એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક સુગર મીલના પ્રમુખ અશ્વિન પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં સહકારી મંડળી સાથે જોડાયેલા વિવિધ ગામોના ગ્રામ પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સહકારી માળખાને વધુ મજબૂત બનાવવાના આશય સાથે આ બેઠકમાં પરામર્શ કરવામાં આવ્યો હતો.ખેડૂતોના મુદ્દાઓ અને વિકાસલક્ષી કાર્યો પર ભાર આ બેઠક દરમિયાન સંસ્થા દ્વારા કરવામાં આવી રહેલા વર્તમાન કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને આગામી સમયમાં અમલી બનનારી નવી વિકાસ યોજનાઓ અંગે પ્રતિનિધિઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, શેરડી પકવતા ખેડૂતોને પડતી મુશ્કેલીઓ, પાકના પોષણક્ષમ ભાવ અને મીલની કાર્યક્ષમતા વધારવા જેવા મહત્વના મુદ્દાઓ પર ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સહકારી ક્ષેત્રે પારદર્શિતા લાવવા પ્રયાસ બેઠકમાં હાજર રહેલા વિવિધ ગામોના અગ્રણીઓએ પોતપોતાના વિસ્તારના ખેડૂતોના પ્રશ્નોની રજૂઆત કરી હતી. પ્રમુખે તમામ મુદ્દાઓને હકારાત્મક રીતે સાંભળી વહેલી તકે નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. કામરેજ સુગર મીલના સુવ્યવસ્થિત સંચાલન અને ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે આ બેઠક અત્યંત ફળદાયી સાબિત થશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward