android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
CM ભૂપેન્દ્ર પટેલની કલેક્ટરોને ટકોર,, હું જ સિસ્ટમ ચલાવું છું તેવું મનમાંથી કાઢી નાખો, ઝીરો ટોલરન્સ નીતિ સાથે કામ કરો
calendar_today May 5, 2026

CM ભૂપેન્દ્ર પટેલની કલેક્ટરોને ટકોર,, હું જ સિસ્ટમ ચલાવું છું તેવું મનમાંથી કાઢી નાખો, ઝીરો ટોલરન્સ નીતિ સાથે કામ કરો

ગાંધીનગરના અડાલજ ખાતે મહેસૂલ વિભાગની ત્રિ-દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલેક્ટરો અને ઉચ્ચ વહીવટી અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં શિખામણ અને ટકોર કરી હતી. મુખ્યમંત્રીએ અધિકારીઓને લોકાભિમુખ શાસન માટે પ્રેરિત કરતા જણાવ્યું હતું કે, મહેસૂલ વિભાગ એવો છે જ્યાં એક ચિંતા જાય ત્યાં બીજી આવે છે, પરંતુ 'ઝીરો ટોલરન્સ' નીતિ સાથે કામ કરવું અનિવાર્ય છે."IAS કેવી રીતે બનાય તે અમને ખબર છે" મુખ્યમંત્રીએ અધિકારીઓની મહેનતને બિરદાવતા સાથે જ જવાબદારીનું ભાન કરાવતા કહ્યું કે, "IAS બનવા માટે કેટલી હેરાનગતિ અને મહેનત કરવી પડે છે તે અમને ખબર છે. ઘણી મહેનત બાદ તમે આ પદ પર પહોંચો છો, ત્યારે એક કે બે વ્યક્તિની ભૂલને કારણે આખા વિભાગનું નામ ખરાબ ન દેખાવું જોઈએ." તેમણે અધિકારીઓને વ્યક્તિગત સમસ્યાઓ માટે સીધો સંપર્ક કરવા અને નિર્ભય બનીને કામ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. સ્વાગત કાર્યક્રમ અને કલેક્ટરની તાકાત 'સ્વાગત' ઓનલાઈન કાર્યક્રમનો ઉલ્લેખ કરતા CMએ ટકોર કરી કે, "તમારા પ્રશ્નો મારા સુધી પહોંચે છે. સ્વાગત વખતે જ કામ કરવું પડે તેના કરતા પહેલાથી જ કામ પતાવી દો તો કેટલું સારું? દર 15 દિવસે કલેક્ટરે પોતાના કામનું ચિંતન કરવું જોઈએ." તેમણે ઉમેર્યું કે કલેક્ટર પાસે ઘણી તાકાત હોય છે, અને જો તે શક્તિનો ઉપયોગ હસતા મોઢે અરજદારોના કામ કરવા માટે થાય તો વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે. સિસ્ટમ બધાથી ચાલે છે મુખ્યમંત્રીએ અધિકારીઓને અહંકાર છોડવાની સલાહ આપતા કહ્યું કે, "હું જ સિસ્ટમ ચલાવું છું તેવું મનમાંથી કાઢી નાખો, સિસ્ટમ ચલાવવામાં તમામનું યોગદાન હોય છે." ઓફિસમાં આવતા કોઈ પણ અરજદારને ખચકાટ ન થાય તેવું વાતાવરણ ઊભું કરવા પર તેમણે ભાર મૂક્યો હતો. આ શિબિરમાં નાયબ મુખ્યમંત્રી અને મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.આ પણ વાંચો----   West Bengal Election Result 2026 : હવે બંગાળના સીએમ કોણ? જાણો કોણ છે તે 'બંગાળી ચહેરો' જે સંભાળશે રાજ્યની કમાન

Read Full Story arrow_forward
Ahmedabad ક્રાઇમ બ્રાન્ચનો સપાટો, કરોડોની ઠગાઈ કરનાર આંતરરાજ્ય લુટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ
calendar_today May 5, 2026

Ahmedabad ક્રાઇમ બ્રાન્ચનો સપાટો, કરોડોની ઠગાઈ કરનાર આંતરરાજ્ય લુટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લગ્નના પવિત્ર નામે છેતરપિંડી આચરતી એક ખતરનાક 'લુટેરી દુલ્હન' ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ લગ્ન ઈચ્છુક યુવકોને પોતાની જાળમાં ફસાવી, ખોટા નામે લગ્ન કરાવીને રોકડ અને દાગીના લૂંટીને ફરાર થઈ જતી હતી. પોલીસે આ મામલે મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી ક્રાઇમ બ્રાન્ચે જે આરોપીઓની ધરપકડ કરી છે તેમાં જાવેદખાન ઉર્ફે રાજુ મકરાણી, નગ્માબાનુ અને સાનિયા શેખનો સમાવેશ થાય છે. આ ગેંગના સભ્યો લગ્ન ઈચ્છુક અને જરૂરિયાતમંદ યુવકોની શોધ કરતા હતા. ત્યારબાદ યુવતીની ખોટી ઓળખ આપી લગ્ન કરાવવામાં આવતા હતા. લગ્ન પત્યાના ગણતરીના દિવસોમાં જ 'નવી નવેલી દુલ્હન' ઘરમાં રાખેલી રોકડ અને સોના-ચાંદીના કિંમતી દાગીના લઈને રફુચક્કર થઈ જતી હતી. કરોડો રૂપિયાની છેતરપિંડીનો ખુલાસો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ માત્ર ગુજરાત પૂરતી સીમિત નહોતી. ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ તેમણે અનેક લોકોને શિકાર બનાવ્યા છે. અત્યાર સુધીમાં આ ગેંગ દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું ખૂલ્યું છે. આરોપીઓ અત્યંત શાતિર રીતે નામ અને રહેઠાણ બદલીને ઠગાઈ આચરતા હતા જેથી કોઈના હાથમાં ન આવે. અન્ય ફરાર સભ્યોની શોધખોળ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આ ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે ગેંગના અન્ય ફરાર સભ્યોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસને આશંકા છે કે તપાસ દરમિયાન હજુ પણ અનેક ભોગ બનનાર લોકો સામે આવી શકે છે.આ પણ વાંચો---     CM ભૂપેન્દ્ર પટેલની કલેક્ટરોને ટકોર,, હું જ સિસ્ટમ ચલાવું છું તેવું મનમાંથી કાઢી નાખો, ઝીરો ટોલરન્સ નીતિ સાથે કામ કરો

Read Full Story arrow_forward
Jambusar News: કાવા ગામના તળાવમાં ડૂબેલા જગદીશ રાઠોડનો બીજા દિવસે મૃતદેહ મળ્યો, પરિવારમાં છવાયો માતમ
calendar_today May 5, 2026

Jambusar News: કાવા ગામના તળાવમાં ડૂબેલા જગદીશ રાઠોડનો બીજા દિવસે મૃતદેહ મળ્યો, પરિવારમાં છવાયો માતમ

જંબુસર તાલુકાના કાવા ગામે ગઈકાલે સાંજે એક યુવાન તળાવના પાણીમાં ડૂબ્યો હોવાની ઘટના બની હતી.જગદીશ પ્રતાપભાઈ રાઠોડ નામનો યુવાન ગઈકાલે સાંજે તળાવમાં ડૂબ્યો હતો, જેની મોડી રાત સુધી શોધખોળ કરવા છતાં કોઈ પત્તો લાગ્યો ન હતો. આજે સવારે ફરી તપાસ હાથ ધરતા યુવાનનો મૃતદેહ તળાવના પાણીમાંથી મળી આવ્યો છે.જંબુસર અને ભરૂચ ફાયર બ્રિગેડની સંયુક્ત કામગીરી ઘટનાની ગંભીરતાને જોતા જંબુસર નગરપાલિકાની ફાયર ટીમની સાથે ભરૂચ નગરપાલિકાની ફાયર ટીમો પણ શોધખોળ માટે કામે લાગી હતી. પ્રોફેશનલ તરવૈયાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. અંતે આજે જગદીશ રાઠોડનો મૃતદેહ બહાર કાઢવામાં આવતા ઘટનાસ્થળે હાજર તેના પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી જંબુસર પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવાનના મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો. ત્યારબાદ અકસ્માત મોતનો ગુનો નોંધી, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જગદીશનું મોત કયા સંજોગોમાં થયું અને તે તળાવમાં કેવી રીતે ખાબક્યો તે દિશામાં પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward