android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot : સાયબર ઠગોના નિશાના પર સરકારી કચેરીઓ, RUDAના CEOના નામે અધિકારી સાથે છેતરપિંડીનો પ્રયાસ
calendar_today May 5, 2026

Rajkot : સાયબર ઠગોના નિશાના પર સરકારી કચેરીઓ, RUDAના CEOના નામે અધિકારી સાથે છેતરપિંડીનો પ્રયાસ

રાજકોટમાં સાયબર ગુનેગારો હવે સામાન્ય નાગરિકોને છોડીને સરકારી અધિકારીઓને નિશાન બનાવી રહ્યા છે. તાજેતરમાં રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (RUDA) ની કચેરીના એક અધિકારી સાથે છેતરપિંડીનો પ્રયાસ થયો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. સાયબર ઠગોએ ઉચ્ચ અધિકારીની નકલી ઓળખ આપી નાણાં પડાવવાનો ખતરનાક ખેલ રચ્યો હતો.સીઈઓ જી.વી. મિયાણી તરીકે આપી ઓળખઘટનાની વિગતો મુજબ, રૂડા કચેરીના એક જવાબદાર અધિકારી પર અજાણ્યા નંબર પરથી સંદેશ વ્યવહાર કરવામાં આવ્યો હતો. છેતરપિંડી કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ રૂડાના સીઈઓ જી.વી. મિયાણી તરીકે આપી હતી. સામેના વ્યક્તિએ પોતે જ સીઈઓ બોલે છે તેવો વિશ્વાસ અપાવીને તાત્કાલિક ધોરણે નાણાં ટ્રાન્સફર કરવા માટે બેંક એકાઉન્ટની વિગતો પણ મોકલી આપી હતી. પીજીવીસીએલ બાદ હવે રૂડા ટાર્ગેટ પર અગાઉ આ જ પ્રકારે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ના મેનેજિંગ ડિરેક્ટરની ઓળખ આપીને પણ છેતરપિંડીના પ્રયાસો થયા હતા. હવે આ જ પેટર્નનો ઉપયોગ રૂડા કચેરીમાં કરવામાં આવ્યો છે. સાયબર ઠગો ઉચ્ચ અધિકારીઓના પ્રોફાઈલ ફોટા અને નામનો ઉપયોગ કરીને તાબાના કર્મચારીઓ પાસે ઈમરજન્સીના બહાને નાણાં માંગતા હોય છે. મોટી છેતરપિંડી થતી અટકી ગઈ ઓળખ આપનારા વ્યક્તિએ પૈસા ટ્રાન્સફર કરવા બાબતે એકાઉન્ટ વિગત પણ આપી હતી. આ કિસ્સામાં રૂડાના અધિકારીને શંકા જતા તેમણે સાવચેતી વાપરી હતી અને નાણાં ટ્રાન્સફર કર્યા નહોતા, જેના કારણે એક મોટી છેતરપિંડી થતી અટકી ગઈ હતી. આ મામલે સાયબર ક્રાઈમ વિભાગને જાણ કરવામાં આવી છે. આ પણ વાંચો----    West Bengal Election Result 2026 : હવે બંગાળના સીએમ કોણ? જાણો કોણ છે તે 'બંગાળી ચહેરો' જે સંભાળશે રાજ્યની કમાન

Read Full Story arrow_forward
Palanpur News: લંગડીવાસમાં પતિએ પત્નીને છરાના ઘા ઝીંકી રહેંસી નાખી, 'ત્રણ તલાક'ની ધમકી આપતો હોવાનો આક્ષેપ
calendar_today May 5, 2026

Palanpur News: લંગડીવાસમાં પતિએ પત્નીને છરાના ઘા ઝીંકી રહેંસી નાખી, 'ત્રણ તલાક'ની ધમકી આપતો હોવાનો આક્ષેપ

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ત્રણ બત્તી વિસ્તારમાં આવેલા લંગડીવાસમાં લોહીલુહાણ જંગ ખેલાયો છે. અહીં રહેતા એઝાઝ અહેમદ અલ્લારખા નામના શખ્સે પોતાની પત્ની રેશ્માબાનું પર છરા વડે જીવલેણ હુમલો કર્યો હતો. ઘરની અંદર જ પત્નીને છરાના અસંખ્ય ઘા ઝીંકી દેતા રેશ્માબાનુંનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો છે. મૃતક રેશ્માબાનું બે માસૂમ દીકરીઓની માતા હતી, જેમણે પિતાના ક્રોધમાં પોતાની માતા ગુમાવી છે.પીયરીયાઓનો આક્ષેપ: સતત શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો હત્યાની જાણ થતાં જ રેશ્માબાનુંના પીયરીયાઓ ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી આવ્યા હતા. મૃતકના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, એઝાઝ છેલ્લા ઘણા સમયથી રેશ્માબાનુંને ત્રાસ આપતો હતો. તે અવારનવાર પત્નીને "ત્રણ તલાક" આપી દેવાની ધમકી પણ આપતો હોવાનું સામે આવ્યું છે. સતત ચાલતા આ માનસિક અને શારીરિક ત્રાસનો કરૂણ અંત હત્યામાં પરિણમતા પિયર પક્ષના લોકોમાં ભારે રોષ અને ગમગીની જોવા મળી રહી છે. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી હત્યારાની શોધખોળ શરૂ કરી બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને જરૂરી પંચનામું કરી રેશ્માબાનુંના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પીયરીયાઓએ હત્યારા પતિ વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની અને તેને કઠોર સજા અપાવવાની માંગ કરી છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપી એઝાઝ અહેમદને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: ચાંદખેડાની બે બાળકીઓના મોતની મિસ્ટ્રી વધુ ઘેરી બની, સંદેશ ન્યૂઝનો ચોંકાવનારો ખુલાસો
calendar_today May 5, 2026

Ahmedabad: ચાંદખેડાની બે બાળકીઓના મોતની મિસ્ટ્રી વધુ ઘેરી બની, સંદેશ ન્યૂઝનો ચોંકાવનારો ખુલાસો

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે બાળકીઓના રહસ્યમય મોતના મામલે નવા વળાંકો આવી રહ્યા છે. આ ઘટનામાં હવે 'સંદેશ ન્યૂઝ' દ્વારા સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. નાની દીકરી રાહાના પોસ્ટમોર્ટમ રિપોર્ટની વિગતો સામે આવી છે, પરંતુ આ રિપોર્ટમાં મોતના કારણ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.રિપોર્ટમાં મોતના કારણ અંગે કોઈ ઉલ્લેખ નહીં રાહાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીનું મોત કેવી રીતે થયું તે અંગેની કોઈ હકીકત સ્પષ્ટ થઈ શકી નથી. તબીબો દ્વારા રિપોર્ટમાં મોતના કારણને લઈને મૌન સેવવામાં આવ્યું છે અથવા તો પ્રાથમિક રિપોર્ટમાં કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. જેના કારણે ચાંદખેડા પોલીસ માટે આ કેસની તપાસ હવે વધુ જટિલ બની ગઈ છે. મોતનું સાચું કારણ જાણવા માટે પોલીસ હવે ફરીથી નિષ્ણાંત તબીબોનો અભિપ્રાય લેશે અને વિગતવાર રિપોર્ટ મંગાવશે. પોલીસ તપાસમાં વિલંબ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ અન્ય સંભવિત પાસાઓ જેવી કે ફૂડ પોઈઝનિંગ કે અન્ય કોઈ ચેપ અંગે તપાસ કરી રહી છે. પરંતુ જ્યાં સુધી મેડિકલ રિપોર્ટમાં મોતનું કારણ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી પોલીસ કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચી શકે તેમ નથી. મોટી દીકરીના મોત બાદ નાની દીકરી રાહાનું પણ મોત થતા આ કેસમાં પરિવાર અને આસપાસના લોકોમાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. મોતનું શું કારણ હોઇ શકે મોતનું કારણ સ્પષ્ટ થયા બાદ વધુ તપાસ થઈ શકશે. હાલ પૂરતું, ચાંદખેડાની આ બે માસૂમ બાળકીઓના મોતે પોલીસને પણ મૂંઝવણમાં મૂકી દીધું છે. આ પણ વાંચો----    West Bengal Election Result 2026 : હવે બંગાળના સીએમ કોણ? જાણો કોણ છે તે 'બંગાળી ચહેરો' જે સંભાળશે રાજ્યની કમાન

Read Full Story arrow_forward