Ahmedabadના સરખેજમાં ‘ખુલ્લી છરી’ સાથે એક્ટિવા પર ફરતા શખ્સની દાદાગીરી સીસીટીવીમાં કેદ, પોલીસ એક્શન મોડમાં
અમદાવાદના સરખેજ વિસ્તારમાં અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર ન હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર અને પોલીસ પાસે એક એવો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક શખ્સ હાથમાં ખુલ્લી છરી લઈને બિન્દાસ રીતે એક્ટિવા પર ફરી રહ્યો છે. જાહેરમાં હથિયાર સાથે ફરતા આ શખ્સની હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ રીતે ધોળેદિવસે હથિયાર લહેરાવીને ફરતા અસામાજિક તત્વને કારણે સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.સ્થાનિકોમાં ફફડાટ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ સરખેજના જે વિસ્તારમાંથી આ શખ્સ પસાર થયો, ત્યાંના લોકો આ દ્રશ્યો જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. ખુલ્લી છરી સાથે આતંક મચાવતા આ શખ્સનો ઈરાદો શું હતો તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ તેની આ દાદાગીરીને લીધે બજાર અને સોસાયટીઓમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. લોકોમાં એવી પણ ચર્ચા છે કે જો આવા તત્વો સામે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો કોઈ મોટી દુર્ઘટના ઘટી શકે છે. સરખેજ પોલીસ એક્શનમાં: આરોપીને પકડવા તપાસનો ધમધમાટ સીસીટીવી ફૂટેજ સામે આવતા જ સરખેજ પોલીસ હરકતમાં આવી છે. પોલીસે વાયરલ વીડિયો અને સ્થાનિક કેમેરાના ફૂટેજના આધારે આ શખ્સની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. એક્ટિવાના નંબર અને શખ્સના ચહેરાના આધારે તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર આવા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેને જલ્દીથી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward