android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabadના વસ્ત્રાલમાં 'વગર ચોમાસે' મસમોટો ભૂવો પડ્યો, આશીર્વાદ ડ્રીમ સોસાયટી પાસે રસ્તો બેસી જતાં તંત્રની પોલ ખુલી
calendar_today May 5, 2026

Ahmedabadના વસ્ત્રાલમાં 'વગર ચોમાસે' મસમોટો ભૂવો પડ્યો, આશીર્વાદ ડ્રીમ સોસાયટી પાસે રસ્તો બેસી જતાં તંત્રની પોલ ખુલી

અમદાવાદના પૂર્વ વિસ્તાર ગણાતા વસ્ત્રાલમાં આજે અચાનક રોડ બેસી જવાની ઘટના બની છે. વસ્ત્રાલ પાસે આવેલી આશીર્વાદ ડ્રીમ સોસાયટીની બિલકુલ બહાર મસમોટો ભૂવો પડતા સ્થાનિક રહીશોમાં ચિંતા પ્રસરી ગઈ છે. ચોમાસું હજુ દૂર છે અને વરસાદી માહોલ પણ નથી, તેમ છતાં રસ્તો બેસી જતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરવામાં આવેલી પ્રિ-મોન્સૂન કામગીરી અને રોડની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા થયા છે.તંત્ર દ્વારા બેરીકેટિંગ કરી જોખમી વિસ્તારને સુરક્ષિત કરાયો ભૂવો પડવાની જાણ થતાં જ તે વિસ્તારમાં ટ્રાફિક અને સુરક્ષાની દ્રષ્ટિએ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. કોઈ વાહનચાલક દુર્ઘટનાનો શિકાર ન બને તે માટે આસપાસ તાત્કાલિક બેરીકેટિંગ કરી દેવામાં આવ્યું છે. જોકે, મુખ્ય રસ્તા પર જ ભૂવો પડવાને કારણે સોસાયટીના રહીશોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે નબળી ગુણવત્તાના કામ અથવા અંદરની લાઈનોમાં ગળતરને કારણે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી હોય છે. AMCની નબળી કામગીરી સામે સ્થાનિકોમાં રોષ વગર ચોમાસે ભૂવો પડતા AMCના એન્જિનિયરિંગ વિભાગની કામગીરી સામે આંગળી ચીંધાઈ રહી છે. શહેરમાં ચોમાસા દરમિયાન તો ભૂવા પડવાની સમસ્યા સામાન્ય છે, પરંતુ ભર ઉનાળે સોસાયટી બહાર રસ્તો બેસી જતાં ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થઈ રહ્યા છે. રહીશોની માંગ છે કે માત્ર બેરીકેટિંગ કરીને સંતોષ માનવાને બદલે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આ ભૂવાનું કાયમી સમારકામ કરવામાં આવે જેથી ચોમાસામાં પરિસ્થિતિ વધુ ગંભીર ન બને. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad : ધોરણ 12માં ઓછા ટકા આવતા પરિણામના ડરથી નારોલમાં વિદ્યાર્થિનીનો આપઘાત
calendar_today May 5, 2026

Ahmedabad : ધોરણ 12માં ઓછા ટકા આવતા પરિણામના ડરથી નારોલમાં વિદ્યાર્થિનીનો આપઘાત

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ આ પરિણામોની ખુશી વચ્ચે અમદાવાદના નારોલ વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ધોરણ 12માં ધાર્યા મુજબનું પરિણામ ન આવતા અને ટકા ઓછા હોવાથી હતાશામાં આવી ગયેલી એક વિદ્યાર્થિનીએ મોતને વહાલું કર્યું છે.ન્યૂ ઉમંગ ફ્લેટમાં માતમ છવાયો ઘટનાની વિગત મુજબ, નારોલ વિસ્તારમાં આવેલ ન્યૂ ઉમંગ ફ્લેટમાં રહેતી કાજલ પાલ નામની વિદ્યાર્થિનીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. કાજલે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપી હતી, જેનું પરિણામ આવતા તે માનસિક રીતે ભાંગી પડી હતી. પરિણામમાં ટકાવારી ઓછી આવતા તે પોતાની કારકિર્દીને લઈને ચિંતિત હતી અને આ જ હતાશામાં તેણે અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો આ ઘટનાની જાણ થતા જ નારોલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે  પરિણામ એ જીવનનું અંતિમ સત્ય નથી આ ઘટના બાદ શિક્ષણશાસ્ત્રીઓ અને મનોવૈજ્ઞાનિકો ફરી એકવાર વાલીઓને અપીલ કરી રહ્યા છે કે પરિણામ એ જીવનનું અંતિમ સત્ય નથી. બાળકોને માત્ર માર્ક્સના આધારે જજ ન કરવા જોઈએ અને પરિણામ સમયે તેમને માનસિક સહારો આપવો અત્યંત અનિવાર્ય છે. એક માસૂમ જિંદગીના આમ અકાળે વિદાયથી નારોલ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ પણ વાંચો---   West Bengal Election Result 2026 : હવે બંગાળના સીએમ કોણ? જાણો કોણ છે તે 'બંગાળી ચહેરો' જે સંભાળશે રાજ્યની કમાન

Read Full Story arrow_forward
West Bengalમાં ભાજપની પ્રચંડ જીત અંગે પાકિસ્તાનમાં શું થઈ ચર્ચા
calendar_today May 5, 2026

West Bengalમાં ભાજપની પ્રચંડ જીત અંગે પાકિસ્તાનમાં શું થઈ ચર્ચા

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીતની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે.ભાજપે અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું,206 બેઠકો જીતી,જ્યારે શાસક ટીએમસી ફક્ત 80 બેઠકો પર સમેટાઈ ગઈ.આશ્ચર્યજનક રીતે મમતા બેનર્જી પોતે ભવાનીપુર બેઠક હારી ગયા.ભાજપના સુવેન્દુ અધિકારીએ તેમને 15,000 થી વધુ મતોથી હરાવ્યા.પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતની ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ વ્યાપક ચર્ચા થઈ રહી છે. પાકિસ્તાની મીડિયાએ શું કહ્યુંપાકિસ્તાની પત્રકારો અને રાજકીય નિષ્ણાતો ભાજપની જીત પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.પાકિસ્તાની સંરક્ષણ વિશ્લેષક કમર ચીમાએ ઉશ્કેરણીજનક નિવેદન આપતા કહ્યું કે,ભારતનો નકશો ભગવો રંગાયો છે.મોદીની વાર્તા જીતી ગઈ છે.હવે,ભારત-પાકિસ્તાન યુદ્ધ વિનાશક હશે.સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા એક વીડિયોમાં ચીમાએ કહ્યું કે,નરેન્દ્ર મોદી અને ભાજપ ભારતના 78% વસ્તી પર નિયંત્રણ ધરાવે છે.આનો અર્થ એ છે કે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ કોઈ રોકી શકતું નથી.યુદ્ધ,રાષ્ટ્રવાદ,ધર્મ... આ તેમની શક્તિઓ છે.ભાજપે પોતાને મજબૂત બનાવ્યું છે,અને હવે આપણે સમજવું જોઈએ કે ભારત સાથેનું આપણું યુદ્ધ જ્યાંથી સમાપ્ત થયું ત્યાંથી શરૂ થશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોનો વિશ્વાસ જીત્યો પાકિસ્તાની વિશ્લેષકે વધુમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકોમાં લોકપ્રિય બન્યા છે.તેમણે 'ઓપરેશન સિંદૂર'માં ભારત સામે પોતાના દેશની કારમી હાર વિશે ખોટી રીતે બડાઈ મારતા કહ્યું હતું કે, પાકિસ્તાનને સમજાયું છે કે તે હવે પીએમ મોદીને જે જોઈએ છે તે કરવા દેશે નહીં.પાકિસ્તાન કહે છે કે તે હવે નરેન્દ્ર મોદીને કોઈપણ કિંમતે સખત લડાઈ આપશે.પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમીએ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની હાર અને ભાજપની જીત પર એક વીડિયો પણ જાહેર કર્યો છે.બંગાળમાં બમ્પર મતદાન પાછળનું કારણ એ છે કે બધા ગેરકાયદેસર મતદારોને બહાર કાઢવામાં આવ્યા હતા.ભાજપને ભારે મતદાન કરનારા હિન્દુઓનો સંદેશ હતો તેમને બાંગ્લાદેશ,પાકિસ્તાન અને કાશ્મીરમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.બંગાળ તેમના માટે છેલ્લી ટ્રેન હતી,નહીં તો હિન્દુઓને ત્યાંથી પણ ભાગવું પડ્યું હોત. મમતાની હાર વિશે પાકિસ્તાનના એક અખબારે શું કહ્યું? પાકિસ્તાની અખબાર ડોનમાં પ્રકાશિત એક અભિપ્રાય લેખમાં બંગાળના ચૂંટણી પરિણામોની પણ ચર્ચા કરવામાં આવી હતી.લેખમાં આગળ જણાવાયું છે કે,સ્ટાલિનનો આત્મા ભારતમાં પણ ચૂંટણી પરિણામોથી ખુશ નહીં હોય.ખાસ કરીને એવા રાજ્યોમાં જ્યાં સ્ટાલિનના વિચારોને માનનારા લોકો હિન્દુત્વની શક્તિને વધુ મજબૂત બનાવતી પરિસ્થિતિઓ બનાવી રહ્યા છે.ડોનના લેખમાં કહેવામાં આવ્યું છે કે,સ્ટાલિન ક્યારેય કલ્પના પણ કરી શકતા ન હતા કે ભારતમાં તેમના પોતાના સમર્થકો એક દિવસ હિન્દુત્વની શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરશે અને કોંગ્રેસ સામેનો તેમનો વિરોધ હિન્દુત્વ શક્તિઓના સમર્થનમાં ફેરવાઈ જશે.આ પણ વાંચો - West Bengal: પશ્ચિમ બંગાળના નિરીક્ષક તરીકે અમિત શાહને નિયુક્ત કરવામાં આવ્યા

Read Full Story arrow_forward