android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vav Tharad : ગેનીબેન ઠાકોરના સમર્થનમાં SP કચેરીએ પહોંચેલા કોંગ્રેસ આગેવાનો અને પોલીસ વચ્ચે ઝપાઝપી,
calendar_today May 5, 2026

Vav Tharad : ગેનીબેન ઠાકોરના સમર્થનમાં SP કચેરીએ પહોંચેલા કોંગ્રેસ આગેવાનો અને પોલીસ વચ્ચે ઝપાઝપી,

વાવ અને થરાદ પંથકમાં રાજકીય વાતાવરણ ઉગ્ર બન્યું છે. ગેનીબેન ઠાકોરના સમર્થનમાં આવેદનપત્ર આપવા ગયેલા જિલ્લા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા.મહિલા કાર્યકરો સાથે ગેરવર્તનનો આક્ષેપ કોંગ્રેસના આગેવાનોએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે કે પોલીસ દ્વારા કોંગ્રેસના મહિલા કાર્યકરો સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિતના ટોચના આગેવાનો તાત્કાલિક એસપી કચેરીએ દોડી ગયા હતા અને વાતાવરણ તંગ બની ગયું હતું. પોલીસકર્મી સામે કાર્યવાહીની માગ એસપી કચેરી ખાતે પહોંચેલા ગુલાબસિંહ રાજપૂત અને અન્ય નેતાઓએ ઉગ્ર રજૂઆત કરી હતી કે, લોકશાહી ઢબે રજૂઆત કરવા આવેલા કાર્યકરો અને ખાસ કરીને મહિલાઓ સાથે આવું વર્તન સાંખી લેવામાં આવશે નહીં. જે પોલીસકર્મીઓએ ગેરવર્તન કર્યું છે અને અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો છે, તેમની સામે તાત્કાલિક અસરથી કડક ખાતાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. આ પણ વાંચો----     West Bengal Election Result 2026 : હવે બંગાળના સીએમ કોણ? જાણો કોણ છે તે 'બંગાળી ચહેરો' જે સંભાળશે રાજ્યની કમાન

Read Full Story arrow_forward
Rajkot મનપાની ફૂડ શાખા એક્શનમાં, પનીર, ચીઝ અને શ્રીખંડ સહિત 11 ખાદ્ય પદાર્થના નમૂના લીધા
calendar_today May 5, 2026

Rajkot મનપાની ફૂડ શાખા એક્શનમાં, પનીર, ચીઝ અને શ્રીખંડ સહિત 11 ખાદ્ય પદાર્થના નમૂના લીધા

રાજકોટ શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે મહાનગરપાલિકાની ફૂડ શાખાએ લાલ આંખ કરી છે. મનપાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક દરોડા પાડીને ડેરી પ્રોડક્ટ્સ અને અન્ય ખાદ્ય પદાર્થોનું ચેકિંગ હાથ ધર્યું હતું. આ કામગીરી દરમિયાન ખાસ કરીને પનીર, ચીઝ અને શ્રીખંડ જેવા દૂધની બનાવટના પદાર્થો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું, જેથી લોકો સુધી શુદ્ધ આહાર પહોંચી શકે.અલગ-અલગ સ્થળોએથી કુલ 11 ખાદ્ય પદાર્થના નમૂના લેવાયા ફૂડ વિભાગની ટીમે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી ડેરીઓ અને ખાદ્ય પદાર્થના એકમો પર તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન કુલ 11 જેટલી વિવિધ ખાદ્ય વસ્તુઓના નમૂનાઓ લેવામાં આવ્યા છે. મનપાની આ કાર્યવાહીને પગલે ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે. પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલાયા નમૂના, રિપોર્ટ બાદ થશે કાર્યવાહી લેવામાં આવેલા તમામ 11 નમૂનાઓને સીલ કરી પૃથ્થકરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ નમૂનાઓના રિપોર્ટ આવ્યા બાદ જો તેમાં કોઈ ક્ષતિ કે ભેળસેળ જણાશે, તો સંબંધિત એકમો સામે કડક કાયદેસરની કાર્યવાહી અને દંડની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રાજકોટ મનપાની આ સક્રિયતાથી શહેરીજનોમાં શુદ્ધ ખોરાક બાબતે આશા જન્મી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surat : પશ્ચિમ બંગાળમાં શૂઝ સપ્લાયના નામે નકલી ટેન્ડર બતાવી 7 કરોડનું ફૂલેકું ફેરવનારા 2ની ધરપકડ
calendar_today May 5, 2026

Surat : પશ્ચિમ બંગાળમાં શૂઝ સપ્લાયના નામે નકલી ટેન્ડર બતાવી 7 કરોડનું ફૂલેકું ફેરવનારા 2ની ધરપકડ

સુરતમાં વધુ એક મોટું ટેન્ડર કૌભાંડ સામે આવ્યું છે. પશ્ચિમ બંગાળની સરકારી શાળાઓમાં શૂઝ સપ્લાય કરવાના બહાને પાંચ ઠગબાજોએ એક વેપારી સાથે રૂપિયા 7 કરોડની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સુરત ઇકો સેલમાં નોંધાઈ છે. આ કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરીને બે મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરી છે.35 કરોડના ટેન્ડરની લાલચ આપી સમગ્ર ઘટનાની વિગત મુજબ, પાંચ આરોપીઓએ ભેગા મળીને ફરિયાદી વેપારીને વિશ્વાસમાં લીધા હતા કે તેમની પાસે પશ્ચિમ બંગાળ સરકારનું રૂપિયા 35 કરોડનું શૂઝ સપ્લાય કરવાનું મોટું ટેન્ડર છે. આ ટેન્ડર અપાવવા અને કામ શરૂ કરવાના બહાને કમિશન પેટે ફરિયાદી પાસેથી કટકે-કટકે રૂપિયા 7 કરોડ પડાવી લીધા હતા. આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે પશ્ચિમ બંગાળ સરકારના લેટરપેડ અને સિક્કાવાળા ખોટા વર્ક ઓર્ડર અને ડોક્યુમેન્ટ્સ પણ બનાવી આપ્યા હતા. તપાસ કરતા ભાંડો ફૂટ્યો લાંબો સમય વીત્યા પછી પણ કામ આગળ ન વધતા અને શંકા જતા ફરિયાદીએ પશ્ચિમ બંગાળ સરકારના સંબંધિત વિભાગમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા આવું કોઈ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું જ નથી અને ફરિયાદીને આપવામાં આવેલા તમામ ડોક્યુમેન્ટ્સ નકલી હતા. ઠગાઈનો અહેસાસ થતા જ ભોગ બનનારે સુરત ઇકો સેલ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. બે આરોપી જેલહવાલે, અન્યની શોધખોળ ઇકો સેલે ગુનો નોંધીને ત્વરિત કાર્યવાહી કરતા કિશોર વાઘેલા અને સિમીસ નોચલિન નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગે આંતરરાજ્ય કૌભાંડ આચરવા માટે સરકારી તંત્રના નામે નકલી દસ્તાવેજો બનાવવામાં માસ્ટરી મેળવી હતી. હાલમાં પોલીસ અન્ય ફરાર ત્રણ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ પણ વાંચો----     West Bengal Election Result 2026 : હવે બંગાળના સીએમ કોણ? જાણો કોણ છે તે 'બંગાળી ચહેરો' જે સંભાળશે રાજ્યની કમાન

Read Full Story arrow_forward