Gujarat Weather News: ગરમી અને ઉકળાટ વચ્ચે રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં આજે અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. દાહોદ અને મહિસાગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો.દાહોદમાં ફૂંકાયેલા વાવાઝોડાને કારણે ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા હતાં તો ક્યાંક પ્રસંગના મંડપ ઉડ્યા હતાં.હવામાન વિભાગે આજે કમોસમી વરસાદની આગાહી કરી છે. બીજી તરફ ગરમી અને ઉકળાટ વધવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. આજે કમોસમી વરસાદ પડશે હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે કહ્યું હતું કે, આજે રાજ્યમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી છે. તેની સાથે ગરમી અને ઉકળાટ પણ વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં પવનની ગતિ 40થી 50 કિ.મી સુધી રહી શકે છે.અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં 8મી મે સુધી વરસાદની આગાહી કરી છે. પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે.11 મે પછી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં વધારો થશે. તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. રાજકોટ અને મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ તાપમાન ઊંચકાશે. 23 મે આસપાસ પ્રી-મોન્સુન પ્રવૃત્તિ શરૂ થવાની શક્યતા છે. 15 મે બાદ અરબી સમુદ્રમાં વાવાઝોડાની સંભાવના છે. બંગાળની ખાડીમાં વાવઝોડુ સક્રિય થવાની પણ સંભાવનાઓ છે. આ પણ વાંચોઃ Banaskantha News: જગદીશ વિશ્વકર્માના ગેનીબેન સામેના નિવેદનનો વિરોધ, વાવ થરાદમાં કોંગ્રેસ અને પોલીસ આમને સામને
Read Full Story arrow_forward