android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : ગણદેવી ટોલનાકા પાસે ગંભીર અકસ્માત સર્જાયો, બેકાબૂ થયેલી ટ્રક ટોલબુથમાં ઘૂસી ગઈ
calendar_today May 5, 2026

Gujarat Latest News Live : ગણદેવી ટોલનાકા પાસે ગંભીર અકસ્માત સર્જાયો, બેકાબૂ થયેલી ટ્રક ટોલબુથમાં ઘૂસી ગઈ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 05 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad મનપામાં વિપક્ષ નેતા પદ માટે કોંગ્રેસમાં 4 દિગ્ગજો વચ્ચે ખુરશી માટે ખેંચતાણ, જાણો કોનું પલ્લું છે ભારે?
calendar_today May 5, 2026

Ahmedabad મનપામાં વિપક્ષ નેતા પદ માટે કોંગ્રેસમાં 4 દિગ્ગજો વચ્ચે ખુરશી માટે ખેંચતાણ, જાણો કોનું પલ્લું છે ભારે?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં વિપક્ષ નેતાના પદને લઈને કોંગ્રેસ છાવણીમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણી પછી વિપક્ષી નેતાની વરણી થવાની છે ત્યારે હવે આ પદ માટે કોંગ્રેસના 4 દિગ્ગજ કોર્પોરેટરો વચ્ચે ખેંચતાણ શરૂ થઈ છે. આ પદ મેળવવા માટે નેતાઓએ પ્રદેશ નેતૃત્વ સમક્ષ જોરદાર લોબિંગ શરૂ કરી દીધું છે.જ્ઞાતિ અને સમીકરણોનું ગણિત વિપક્ષી નેતા પદની રેસમાં હાલ મુખ્યત્વે ત્રણ સમીકરણો ચર્ચાઈ રહ્યા છે જેમાં લઘુમતી ચહેરો, હિન્દુ ચહેરો અથવા મહિલા ચહેરો હોઇ શકે છે. લઘુમતી સમાજમાંથી બે મજબૂત નામો ચર્ચામાં છે. જેમાં શહેઝાદ ખાન પઠાણ અગાઉ બે ટર્મ આ પદ સંભાળી ચૂક્યા છે, જ્યારે હવે તેમની સામે ઝુલ્ફીકાર પઠાણનું નામ પણ જોરશોરથી ચાલી રહ્યું છે. દરિયાપુરના કોર્પોરેટર નીરવ બક્ષી પણ આ રેસમાં મજબૂત દાવેદાર માનવામાં આવે છે. તેઓ પ્રદેશના ટોચના નેતાઓની નજીક હોવાનું મનાય છે, જે તેમના પક્ષમાં મોટું પાસું સાબિત થઈ શકે છે. જો કોંગ્રેસ હાઈકમાન્ડ મહિલા કાર્ડ રમવાનું વિચારે અથવા નોન-ગુજરાતી મતદારોને આકર્ષવા માંગે, તો કામિની ઝાનું નામ સૌથી આગળ છે. નેતાઓનું હાઈકમાન્ડ સમક્ષ લોબિંગ સૂત્રોના જણાવ્યા અનુસાર, ચારેય દાવેદારોએ પોતપોતાની રીતે શક્તિ પ્રદર્શન અને રજૂઆતો શરૂ કરી દીધી છે. શહેઝાદ ખાન પઠાણનો અનુભવ તેમની તરફેણમાં છે, તો નીરવ બક્ષી હિન્દુ ચહેરા તરીકે પક્ષની નવી રણનીતિમાં ફિટ બેસી શકે છે. બીજી તરફ, કામિની ઝા મહિલા સશક્તિકરણના નામે બાજી મારી શકે છે. હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ કોંગ્રેસ સમિતિ કોના નામ પર મહોર મારે છે. આ નિર્ણય આગામી કોર્પોરેશનની ચૂંટણીઓ માટે પક્ષની દિશા નક્કી કરશે.આ પણ વાંચો----    West Bengal Election Result 2026 : હવે બંગાળના સીએમ કોણ? જાણો કોણ છે તે 'બંગાળી ચહેરો' જે સંભાળશે રાજ્યની કમાન

Read Full Story arrow_forward
Rajkotમાં બાળ લગ્નોનો મોટો પર્દાફાશ, લગ્ન નોંધણીના સર્ટિફિકેટ મેળવા આવેલી 122 અરજીઓમાં ભાંડો ફૂટ્યો
calendar_today May 5, 2026

Rajkotમાં બાળ લગ્નોનો મોટો પર્દાફાશ, લગ્ન નોંધણીના સર્ટિફિકેટ મેળવા આવેલી 122 અરજીઓમાં ભાંડો ફૂટ્યો

રાજકોટમાં કાયદાના લીરેલીરા ઉડાડતો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી લગ્ન નોંધણીની તપાસમાં ખુલાસો થયો છે કે, શહેરમાં મોટા પાયે બાળ લગ્નો થઈ રહ્યા છે. લગ્નનું પ્રમાણપત્ર મેળવવા માટે ઓનલાઈન અરજી કરનારા યુગલોમાંથી અંદાજે 122 યુગલો સગીર હોવાનું સામે આવતા મનપા તંત્ર પણ સ્તબ્ધ થઈ ગયું છે.ઓનલાઈન અરજીમાં ફૂટ્યો ભાંડો મળતી માહિતી મુજબ, વર્ષ 2025 થી અત્યાર સુધીમાં રાજકોટ મનપામાં લગ્ન નોંધણી માટે સેંકડો અરજીઓ આવી હતી. આ અરજીઓની જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી, ત્યારે દસ્તાવેજોના આધારે માલૂમ પડ્યું કે 122 જેટલા કિસ્સાઓમાં વર અથવા કન્યા (અથવા બંને) લગ્ન સમયે કાયદેસરની ઉંમર ધરાવતા નહોતા. આ યુગલોએ કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને બાળ લગ્ન કરી લીધા હોવાનું સ્પષ્ટ થતા તંત્રએ તાત્કાલિક અસરથી આ તમામ લગ્ન સર્ટિફિકેટ નામંજૂર કરી દીધા છે. અનેક યુગલોને સંતાનો પણ થઈ ગયા! આ તપાસમાં સૌથી ગંભીર બાબત એ સામે આવી છે કે, આ 122 સગીર યુગલો પૈકીના અનેક કિસ્સાઓમાં તો યુગલોને બાળકો પણ થઈ ગયા છે. હવે જ્યારે બાળકોના જન્મના દાખલા કે અન્ય સરકારી કામકાજ માટે મેરેજ સર્ટિફિકેટની જરૂર પડી ત્યારે તેઓએ નોંધણી કરાવવા અરજી કરી હતી. જોકે, ઉંમર ઓછી હોવાને કારણે હવે આ યુગલો માટે કાયદાકીય મુશ્કેલીઓ વધવાના એંધાણ છે.  લગ્નોની નોંધણી થઈ શકે નહીં. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે કાયદા મુજબ નિર્ધારિત ઉંમર વગર થયેલા લગ્નોની નોંધણી થઈ શકે નહીં. આ ઘટસ્ફાટ બાદ હવે સામાજિક સંસ્થાઓ અને આરોગ્ય વિભાગ બાળ લગ્ન અટકાવવા માટે વધુ કડક પગલાં ભરે તેવી શક્યતા છે.આ પણ વાંચો----     West Bengal Election Result 2026 : હવે બંગાળના સીએમ કોણ? જાણો કોણ છે તે 'બંગાળી ચહેરો' જે સંભાળશે રાજ્યની કમાન

Read Full Story arrow_forward