android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: PGVCLના મેનેજર સાથે ડિજિટલ ખેલ, ગઠિયાએ MDના નામે મેસેજ કરી 45 લાખનો ચૂનો લગાવ્યો
calendar_today May 5, 2026

Rajkot News: PGVCLના મેનેજર સાથે ડિજિટલ ખેલ, ગઠિયાએ MDના નામે મેસેજ કરી 45 લાખનો ચૂનો લગાવ્યો

રાજકોટ શહેરમાં સાયબર ગુનેગારોએ હવે ઉચ્ચ સરકારી અધિકારીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે.રાજકોટ પીજીવીસીએલની લક્ષ્મીનગર મેઈન બ્રાન્ચમાં જનરલ મેનેજર (ફાઈનાન્સ)તરીકે ફરજ બજાવતા કિંતુકુમાર શશીકાંતભાઈ મલકાણને સાયબર ગઠિયાઓએ પોતાની જાળમાં ફસાવી રૂ.4560904ની છેતરપિંડી આચરી છે. આ બનાવ અંગે રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 45.60 લાખ રૂપિયા RTGS કરવા આદેશ આપ્યો બનાવની વિગત મુજબ 4 મે 2026ના રોજ બપોરે 1 વાગ્યાની આસપાસ ફરિયાદી કિંતુકુમાર મલકાણ પોતાની ઓફિસમાં હાજર હતા.તે સમયે તેમના વોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો.જેમાં PGVCLના એમ.ડી.કેતન જોષીનો પ્રોફાઇલ ફોટો રાખવામાં આવ્યો હતો.ઠગે પોતાની ઓળખ એમ.ડી.તરીકે આપી મેસેજ કર્યો હતો કે,આ મારો અંગત નંબર છે કોઈની સાથે શેર કરતા નહીં.ત્યારબાદ આરોપીએ પોતે મીટિંગમાં હોવાનું કહી ફોન ઉપાડયો નહોતો અને મેસેજ દ્વારા મનીષા મંડલ નામના બેંક એકાઉન્ટની વિગતો મોકલી તાત્કાલિક 45.60 લાખ રૂપિયા RTGS કરવા આદેશ આપ્યો હતો. બીજા 30.60 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવા કહ્યું પોતાના ઉચ્ચ અધિકારીનો આદેશ સમજીને મલકાણે પીજીવીસીએલના એસ.બી.આઈ.ખાતાનો ચેક લખી કર્મચારી મારફતે ઈન્ડસઈન્ડ બેંકના આપેલા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરાવી દીધા હતા.જોકે ગઠિયાની લાલચ આટલેથી અટકી નહોતી.બપોરે ફરીથી તે જ નંબર પરથી બીજા 30.60 લાખ રૂપિયા નીતિન નામના ખાતામાં ટ્રાન્સફર કરવાનો મેસેજ આવ્યો હતો.સતત બીજા પેમેન્ટની માંગણી થતા ફરિયાદીને શંકા ગઈ હતી અને તેમણે રૂબરૂ જઈને એમ.ડી.કેતન જોષી સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે આવો કોઈ મેસેજ તેમણે મોકલ્યો જ નથી.જેથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા તાત્કાલિક સાયબર હેલ્પલાઈન પર જાણ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. ગઈકાલે બપોરે આ ઘટના ઘટી હતી આ મામલે રાજકોટના DCP ક્રાઈમ જગદીશ બાંગરવાએ કહ્યું હતું કે, ગઈકાલે બપોરે આ ઘટના ઘટી હતી. PGVCLના અધિકારી કિન્તુ માલકણને તેમની કંપનીના જનરલ મેનેજર કેતન જોશીના નામે મેસેજ આવ્યો હતો. તેમણે મેસેજમાં જણાવેલા એકાઉન્ટ નંબર પર 45 લાખ ટ્રાન્સફર કર્યા હતાં.ભોગ બનનારને લાગ્યું કે આ તેના સાહેબ છે જેથી પૈસા ટ્રાન્સફર કર્યા હતાં. બીજી વખત પૈસા માંગતાં તેમને શંકા ગઈ હતી અને તેઓ સાયબર ફ્રોડનો શિકાર થયા હોવાનું સામે આવ્યું હતું. અમને ફરિયાદ મળતા અમે કાર્યવાહી કરી છે. 2.5 લાખ રૂ.ઉપડ્યા હતાં અને બાકીની રકમ અમે ફ્રીઝ કરાવી છે. એક પણ વખત ખરાઈ કર્યા વગર નાણાકીય વ્યવહાર ન કરવો જોઈએ. આ પણ વાંચોઃ Banaskantha News: જગદીશ વિશ્વકર્માના ગેનીબેન સામેના નિવેદનનો વિરોધ, વાવ થરાદમાં કોંગ્રેસ અને પોલીસ આમને સામને

Read Full Story arrow_forward
Surat : મોટા વરાછાના મોલમાં મહિલા ચેન્જિંગ રૂમમાં ફસાઈ, ફાયર બ્રિગેડે દરવાજો તોડી સુરક્ષિત રેસ્ક્યૂ કર્યું
calendar_today May 5, 2026

Surat : મોટા વરાછાના મોલમાં મહિલા ચેન્જિંગ રૂમમાં ફસાઈ, ફાયર બ્રિગેડે દરવાજો તોડી સુરક્ષિત રેસ્ક્યૂ કર્યું

સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા એક જાણીતા મોલમાં આજે એક મહિલા ગ્રાહક માટે ખરીદીનો અનુભવ ડરામણો સાબિત થયો હતો. મોલમાં કપડાં પસંદ કર્યા બાદ ટ્રાયલ લેવા ગયેલી મહિલા ચેન્જિંગ રૂમમાં ફસાઈ જતા મોલ મેનેજમેન્ટ અને ફાયર વિભાગમાં દોડધામ મચી ગઈ હતી.લોક જામ થઈ જતા સર્જાઈ મુશ્કેલી ઘટનાની વિગત મુજબ, મોટા વરાછા વિસ્તારમાં રહેતી એક મહિલા મોલમાં ખરીદી અર્થે ગઈ હતી. કપડાંની ટ્રાયલ લેવા માટે તે ચેન્જિંગ રૂમમાં ગઈ અને અંદરથી દરવાજો બંધ કર્યો હતો. જોકે, જ્યારે તેણે બહાર આવવા પ્રયત્ન કર્યો ત્યારે દરવાજાનું લોક અચાનક જામ થઈ ગયું હતું. મહિલાએ લાંબો સમય સુધી દરવાજો ખોલવા પ્રયત્ન કર્યો અને મોલના સ્ટાફને પણ જાણ કરી, પરંતુ દરવાજો ખુલ્યો નહોતો. અંદર ગૂંગળામણ અનુભવાતા અને ડરના માર્યા મહિલાએ બૂમાબૂમ શરૂ કરી હતી. ફાયર વિભાગે બચાવ્યું પરિસ્થિતિ ગંભીર જણાતા મોલ સત્તાધીશો દ્વારા તાત્કાલિક સુરત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરોની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ જરૂરી સાધનો વડે દરવાજો તોડવાની કામગીરી હાથ ધરી હતી. અંતે, દરવાજો તોડીને મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી. મહિલાએ હાશકારો અનુભવ્યો બહાર આવ્યા બાદ મહિલાએ હાશકારો અનુભવ્યો હતો. જોકે, આ ઘટનાને પગલે મોલમાં સુરક્ષા અને મેન્ટેનન્સના અભાવ સામે ગ્રાહકોમાં નારાજગી જોવા મળી હતી. ફાયર વિભાગની સમયસૂચકતાને કારણે કોઈ મોટી દુર્ઘટના બની નહોતી અને મહિલાનો આબાદ બચાવ થયો હતો. આ પણ વાંચો----     West Bengal Election Result 2026 : હવે બંગાળના સીએમ કોણ? જાણો કોણ છે તે 'બંગાળી ચહેરો' જે સંભાળશે રાજ્યની કમાન

Read Full Story arrow_forward
Sabarkantha : 2 લાખની લેતી દેતીના મામલે તલોદના દેવલિયા ગામે યુવકની ધારીયાના ઘા ઝીંકી હત્યા
calendar_today May 5, 2026

Sabarkantha : 2 લાખની લેતી દેતીના મામલે તલોદના દેવલિયા ગામે યુવકની ધારીયાના ઘા ઝીંકી હત્યા

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના દેવલિયા ગામે રૂપિયા બે લાખની લેતીદેતી મામલે એક યુવકની કરૂણ હત્યાનો મામલો સામે આવ્યો છે. ઉછીના લીધેલા નાણાં પરત ન આપવા પડે તે માટે આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.ખેતરમાં સૂતેલા યુવક પર જીવલેણ હુમલો વિગત મુજબ, કરણસિંહ સોલંકી નામના યુવકે આરોપીઓને રૂપિયા 2 લાખ ઉછીના આપ્યા હતા. કરણસિંહ જ્યારે પોતાના નાણાં પરત માંગતો હતો, ત્યારે આરોપીઓએ તેને રસ્તામાંથી હટાવવાનું નક્કી કર્યું હતું. રાત્રિના સમયે કરણસિંહ જ્યારે પોતાના ઘરની બહાર ખેતરમાં ખાટલામાં સૂતો હતો, ત્યારે બે શખ્સોએ હથિયારો સાથે ત્યાં પહોંચી તેના પર તૂટી પડ્યા હતા. ધારીયા અને ખાંડીના ઘા ઝીંક્યા આરોપીઓએ અત્યંત ક્રૂરતાપૂર્વક કરણસિંહના મોઢા અને માથાના ભાગે ધારીયા અને ખાંડી જેવા તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંક્યા હતા. હુમલો એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓને કારણે કરણસિંહનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ આરોપીઓ અંધારામાં ફરાર થઈ ગયા હતા. તલોદ પોલીસની ત્વરિત કાર્યવાહી ઘટનાની જાણ થતા જ તલોદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી હત્યાના બંને આરોપીઓને દબોચી લીધા છે. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 103(1), 61(2) અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મિત્રતામાં નાણાંની લેતીદેતીમાં જીવ ગુમાવવાની આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં લાલબત્તી સમાન કિસ્સો રજૂ કર્યો છે.આ પણ વાંચો----    West Bengal Election Result 2026 : હવે બંગાળના સીએમ કોણ? જાણો કોણ છે તે 'બંગાળી ચહેરો' જે સંભાળશે રાજ્યની કમાન

Read Full Story arrow_forward