android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Weather: 8મી મે સુધી ભારે વરસાદની શક્યતા, 11મે બાદ ગરમીનું પ્રમાણ વધશે: અંબાલાલ પટેલની આગાહી
calendar_today May 5, 2026

Gujarat Weather: 8મી મે સુધી ભારે વરસાદની શક્યતા, 11મે બાદ ગરમીનું પ્રમાણ વધશે: અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં આજે અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. દાહોદ અને મહિસાગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો. દાહોદમાં ફૂંકાયેલા વાવાઝોડાને કારણે ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા હતાં તો ક્યાંક પ્રસંગના મંડપ ઉડ્યા હતાં. હવામાન વિભાગે વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી હતી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 5થી 8 મે દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં 8મી મે સુધી વરસાદની આગાહી કરી છે. પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે.11 મે પછી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં વધારો થશે. તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. રાજકોટ અને મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ તાપમાન ઊંચકાશે. 23 મે આસપાસ પ્રી-મોન્સુન પ્રવૃત્તિ શરૂ થવાની શક્યતા છે. 15 મે બાદ અરબી સમુદ્રમાં વાવાઝોડાની સંભાવના છે. બંગાળની ખાડીમાં વાવઝોડુ સક્રિય થવાની પણ સંભાવનાઓ છે. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. દાહોદ, ઝાલોદ, લીમડી,મીરાખેડી, વરોડ અને ડુંગરી સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ભારે પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે.અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. ભર ઉનાળે દાહોદમાં વરસાદી માહોલ જામ્યો છે. હાલ લગ્નની સિઝન હોવાથી લોકો ચિંતામાં મુકાયા છે. બીજી તરફ વરસાદને કારણે ખેડૂતોને નુકસાનની ભિતી સેવાઈ રહી છે. ફતેપુરા તાલુકમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતાં.આ પણ વાંચોઃ Surat News: 41 વર્ષનો વ્યક્તિ લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો, લગ્ન મંડપથી દાગીના લઇ ફરાર

Read Full Story arrow_forward
Ahmedabad : ગુજરાતમાં 731 બેઠકો પર બિનહરીફ વિજેતાઓ વિરુદ્ધ હાઈકોર્ટમાં ધા, NOTA મુદ્દે મોટો વળાંક
calendar_today May 5, 2026

Ahmedabad : ગુજરાતમાં 731 બેઠકો પર બિનહરીફ વિજેતાઓ વિરુદ્ધ હાઈકોર્ટમાં ધા, NOTA મુદ્દે મોટો વળાંક

ગુજરાતમાં તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ હવે કાનૂની જંગ શરૂ થયો છે. રાજ્યમાં રેકોર્ડબ્રેક 731 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા બાદ આ મામલો હવે ગુજરાત હાઈકોર્ટના દ્વારે પહોંચ્યો છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં, 'બિનહરીફ' થવાની પદ્ધતિ સામે ગંભીર સવાલો ઉઠાવતી એક જાહેર હિતની અરજી (PIL) ફાઈલ કરવામાં આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે.મતદારોનો અધિકાર છિનવાયો હોવાનો આક્ષેપ અરજદાર દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે, આટલી મોટી સંખ્યામાં બેઠકો બિનહરીફ થવી એ લોકશાહીની પ્રક્રિયા સામે પ્રશ્નાર્થ ચિહ્ન સમાન છે. અરજદારનો મુખ્ય તર્ક એ છે કે જ્યારે કોઈ ઉમેદવાર બિનહરીફ જાહેર થાય છે, ત્યારે તે બેઠક પરના સામાન્ય મતદારોનો 'મતાધિકાર' છિનવાઈ જાય છે. મતદારોને પોતાની પસંદગી વ્યક્ત કરવાની તક મળતી નથી, જે બંધારણીય મૂલ્યોની વિરુદ્ધ છે. NOTA ને ઉમેદવાર ગણવાની માગ આ અરજીમાં સૌથી મહત્વનો મુદ્દો NOTA ને લઈને ઉઠાવવામાં આવ્યો છે. અરજદારે માગ કરી છે કે ભલે સામે કોઈ હરીફ ઉમેદવાર ન હોય, તેમ છતાં ચૂંટણી યોજવી જોઈએ અને NOTA ને પણ ઉમેદવાર તરીકે ગણવો જોઈએ. જો NOTA ને મળેલા મતો ઉમેદવાર કરતા વધારે હોય, તો ત્યાં ફરીથી ચૂંટણી યોજવી જોઈએ. માત્ર એક જ ફોર્મ હોવાના આધારે સીધા વિજેતા જાહેર કરી દેવાની પદ્ધતિને પડકારવામાં આવી છે. ચૂંટણી પંચ પાસે જવાબની અપેક્ષા ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલી આ અરજીમાં ચૂંટણી પંચની ભૂમિકા સામે પણ સવાલો કરાયા છે. હવે જોવાનું એ રહેશે કે હાઈકોર્ટ આ મામલે શું વલણ અપનાવે છે. જો હાઈકોર્ટ આ અરજી સ્વીકારે છે, તો ભવિષ્યમાં ગુજરાતમાં ચૂંટણી પ્રક્રિયા અને બિનહરીફ જાહેર થવાની પદ્ધતિમાં મોટા ફેરફારો આવી શકે છે. હાલ તો આ 731 વિજેતાઓના ભવિષ્ય પર કાનૂની લટકતી તલવાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ પણ વાંચો----  West Bengal Election Result 2026 : હવે બંગાળના સીએમ કોણ? જાણો કોણ છે તે 'બંગાળી ચહેરો' જે સંભાળશે રાજ્યની કમાન

Read Full Story arrow_forward
PM મોદીનું થશે ભવ્ય સન્માન, પાટીદાર સમાજ આપશે 'સરદાર રત્ન' એવોર્ડ, 150 કરોડના અત્યાધુનિક ભવનનું કરશે લોકાર્પણ
calendar_today May 5, 2026

PM મોદીનું થશે ભવ્ય સન્માન, પાટીદાર સમાજ આપશે 'સરદાર રત્ન' એવોર્ડ, 150 કરોડના અત્યાધુનિક ભવનનું કરશે લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 મેના રોજ ફરી એકવાર પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત પાટીદાર સમાજ અને રાજ્ય માટે અત્યંત ખાસ બની રહેશે, કારણ કે આ દિવસે પાટીદાર સમાજની 8 મોટી સંસ્થાઓ ભેગી મળીને પીએમ મોદીનું 'સરદાર રત્ન' એવોર્ડથી ભવ્ય સન્માન કરવાની છે.ત્રિપલ તલાક અને રાષ્ટ્રહિતના કાર્યો બદલ સન્માન પાટીદાર સમાજ દ્વારા પીએમ મોદીને આ સર્વોચ્ચ સન્માન ત્રિપલ તલાક નાબૂદી જેવા સામાજિક સુધારા અને રાષ્ટ્રહિતમાં કરેલી ઐતિહાસિક કામગીરી બદલ આપવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તથા મંત્રીમંડળના સભ્યો અને પાટીદાર સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. સરદારધામ ભવન-3નું લોકાર્પણ પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન અમદાવાદ સ્થિત વૈષ્ણોદેવી સર્કલ પાસે નિર્માણ પામેલા 'સરદારધામ ભવન-3' (શ્રી દુષ્યંત એન્ડ દક્ષા પટેલ સંકુલ) નું લોકાર્પણ કરશે. અંદાજે 150 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું આ સંકુલ પાટીદાર યુવાનોના શિક્ષણ અને કારકિર્દી માટે ગેમ ચેન્જર સાબિત થશે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સંકુલ આ ભવન માત્ર ઈમારત નથી, પણ સુવિધાઓનો ભંડાર છે જે 4 લાખ 75 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું આધુનિક સ્ટ્રક્ચર છે તો રહેવાની વ્યવસ્થામાં 278 લક્ઝુરિયસ રૂમ અને NRI અતિથિ ભવન તૈયાર કરાયું છે સાથે શિક્ષણ અને તાલીમ માટે ઈ-લાઈબ્રેરી, કારકિર્દી માર્ગદર્શન કેન્દ્ર અને ખાસ તાલીમ કેન્દ્ર પણ બનાવાયું છે. કાર્યક્રમો માટે 1000 વ્યક્તિઓની બેઠક ક્ષમતા ધરાવતો વિશાળ હોલ બનાવાયો છે. પાટીદાર સમાજમાં ભારે ઉત્સાહ આ લોકાર્પણ સાથે પાટીદાર સમાજ શિક્ષણ અને રોજગારના ક્ષેત્રમાં એક નવું સોપાન સર કરશે. પીએમ મોદીના હાથે આ ભવનના લોકાર્પણને લઈને પાટીદાર સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો----     West Bengal Election Result 2026 : હવે બંગાળના સીએમ કોણ? જાણો કોણ છે તે 'બંગાળી ચહેરો' જે સંભાળશે રાજ્યની કમાન

Read Full Story arrow_forward