android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Morbi: હળવદના ચરાડવામાં ખેડૂતોએ PGVCL કચેરી ગજવી, અઘોષિત વીજકાપના વિરોધમાં ઉગ્ર દેખાવો
calendar_today May 5, 2026

Morbi: હળવદના ચરાડવામાં ખેડૂતોએ PGVCL કચેરી ગજવી, અઘોષિત વીજકાપના વિરોધમાં ઉગ્ર દેખાવો

મોરબી જિલ્લાના હળવદ પંથકમાં વીજ વિભાગની કામગીરી સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા દોઢ મહિનાથી વીજ પુરવઠામાં સર્જાતી અનિયમિતતાને પગલે આજે ખેડૂતો અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં એકઠા થઈ ચરાડવા સ્થિત પીજીવીસીએલ કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો.દોઢ મહિનાથી વીજળીની સંતાકૂકડીખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા દોઢ માસથી વીજ પુરવઠો વારંવાર ખોરવાય છે. ખાસ કરીને ખેતીવાડીના ફિડરમાં પાવર કટને કારણે પિયત કરવામાં મુશ્કેલી પડી રહી છે. કાળઝાળ ગરમીમાં એકતરફ પશુઓ અને પરિવાર પરેશાન છે, તો બીજી તરફ મહામૂલો પાક સુકાઈ રહ્યો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ ન આવતા આજે ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો.PGVCL કચેરીમાં ઉગ્ર રજૂઆતચરાડવા કચેરીમાં પહોંચેલા ખેડૂતોએ અધિકારીઓ સમક્ષ ઉગ્ર દલીલો કરી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે, જો વીજળીનું બિલ ભરવામાં મોડું થાય તો તુરંત કનેક્શન કાપી નાખવામાં આવે છે, પરંતુ જ્યારે વીજળી આપવાની વાત આવે ત્યારે તંત્ર લાચાર દેખાય છે. વીજળીના ધાંધિયાને કારણે ખેતીના કામો અટકી પડ્યા છે અને ગ્રામજનોની રાતની ઊંઘ પણ હરામ થઈ ગઈ છે.આ પણ વાંચો: Gir Somnath: વેરાવળમાં હાઇબ્રિડ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો, નશાના છૂટક વેચાણનો પર્દાફાશ

Read Full Story arrow_forward
Dahod: ટાંડી માછણ ડેમમાં યુવક ડૂબ્યો, ફાયર બ્રિગેડ દ્વારા યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન
calendar_today May 5, 2026

Dahod: ટાંડી માછણ ડેમમાં યુવક ડૂબ્યો, ફાયર બ્રિગેડ દ્વારા યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન

દાહોદ જિલ્લામાં આવેલા ટાંડી માછણ ડેમ ખાતે આજે વહેલી સવારે એક ગમખ્વાર ઘટના બની હતી. ઉનાળાની ગરમીમાં ઠંડક મેળવવા ડેમમાં ન્હાવા ઉતરેલા એક યુવક અચાનક ઊંડા પાણીમાં ડૂબી જતા લાપતા થયો છે.ન્હાવા જતા બની દુર્ઘટનાપ્રાપ્ત વિગતો અનુસાર, વહેલી સવારે આ યુવક ડેમમાં ન્હાવા માટે આવ્યો હતો. પાણીની ઊંડાઈનો અંદાજ ન રહેતા તે અચાનક ડૂબવા લાગ્યો હતો. આસપાસના લોકો કંઈ સમજે તે પહેલા જ યુવક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં ગ્રામજનો ડેમ પર ઉમટી પડ્યા હતા.તંત્ર દ્વારા સર્ચ ઓપરેશનબનાવ અંગેની જાણકારી મળતા જ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના તરવૈયાઓ દ્વારા યુવકની શોધખોળ માટે ડેમના ઊંડા પાણીમાં તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, હજુ સુધી યુવકનો કોઈ પતો લાગ્યો નથી.આ પણ વાંચો: Morbi: હળવદના ચરાડવામાં ખેડૂતોએ PGVCL કચેરી ગજવી, અઘોષિત વીજકાપના વિરોધમાં ઉગ્ર દેખાવો

Read Full Story arrow_forward
Banaskantha News: અમીરગઢના આદિવાસી સમાજમાં DJ પર પ્રતિબંધ, લગ્નમાં DJ વગાડશે તેને 51 હજાર દંડ
calendar_today May 5, 2026

Banaskantha News: અમીરગઢના આદિવાસી સમાજમાં DJ પર પ્રતિબંધ, લગ્નમાં DJ વગાડશે તેને 51 હજાર દંડ

બનાસકાંઠા જિલ્લામાં અગાઉ ઠાકોર સમાજ દ્વારા બંધારણ બનાવવામાં આવ્યું હતું અને ત્યાર બાદ DJ વગાડવા મુદ્દે વિવાદો સામે આવી રહ્યાં છે. હવે જિલ્લામાં આદિવાસી સમાજ દ્વારા બંધારણ બનાવવામાં આવ્યું છે.આદિવાસી સમાજના આગેવાનોએ એક મહત્ત્વની બેઠક યોજીને સમાજનું પ્રથમ બંધારણ તૈયાર કર્યું છે.જેમાં વરઘોડા અને લગ્ન પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ અને ઘોંઘાટ પર લગામ કસવા માટે DJ વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. લગ્નમાં DJ વગાડશે તેને 51 હજાર દંડ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય મુજબ જો કોઈ પરિવાર નિયમનો ભંગ કરી લગ્ન પ્રસંગે DJ વગાડશે તો તેને રૂપિયા 51000નો દંડ ફટકારવામાં આવશે.આટલું જ નહીં, આર્થિક દંડની સાથે કડક સામાજિક પગલાંની પણ જોગવાઈ કરવામાં આવી છે.જો કોઈ આ નિયમ માનવા તૈયાર નહીં થાય, તો ગ્રામજનો અને સમાજના લોકો તે પરિવાર સાથે તમામ પ્રકારના વ્યવહાર બંધ કરી દેશે.અમીરગઢના અંતરિયાળ ગામડાઓમાં આ નિર્ણયને ભારે આવકાર આદિવાસી સમાજના આગેવાનોનું માનવું છે કે, લગ્ન પ્રસંગોમાં DJ પાછળ થતો મોટો ખર્ચ ગરીબ પરિવારો પર દેવાનો બોજ વધારે છે.મોડી રાત સુધી વાગતા DJને કારણે શાંતિનો ભંગ થાય છે અને યુવા પેઢી પર તેની વિપરીત અસર પડે છે.સમાજની પરંપરાગત સંસ્કૃતિ અને વાદ્યોનું મહત્વ જળવાઈ રહે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. અમીરગઢના અંતરિયાળ ગામડાઓમાં આ નિર્ણયને ભારે આવકાર મળી રહ્યો છે.આદિવાસી સમાજ દ્વારા લેવામાં આવેલો આ આકરો અને શિસ્તબદ્ધ નિર્ણય અન્ય સમાજો માટે પણ ઉદાહરણરૂપ બનશે તેમ મનાઈ રહ્યું છે. આ પણ વાંચોઃ Surat News: 41 વર્ષનો વ્યક્તિ લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો, લગ્ન મંડપથી દાગીના લઇ ફરાર

Read Full Story arrow_forward