Dahod News: દુધિયા ઘાટ પાસે ઝાલોદ-સુરત ST બસનો મોટો અકસ્માત ટળ્યો, ડ્રાઈવરની સમયસૂચકતાથી 50 મુસાફરોના જીવ બચ્યા
ઝાલોદ-સુરત (અડાજણ) રૂટની એસટી બસમાં મુસાફરી કરી રહેલા 45થી 50 જેટલા મુસાફરો માટે બસના ચાલક દેવદૂત સાબિત થયા છે. દુધિયા ઘાટ પાસે બસમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા ગંભીર અકસ્માતનો ભય ઉભો થયો હતો, પરંતુ ચાલકની સાવચેતીને પગલે મોટી જાનહાનિ ટળી છે.સમયસૂચકતાએ બચાવ્યા જીવ ઘટનાની મળતી માહિતી અનુસાર, જ્યારે બસ દુધિયા ઘાટ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક બસમાં કોઈ આકસ્મિક ખામી સર્જાઈ હતી. ઘાટના જોખમી વળાંક પર બસ કાબૂ બહાર જાય તે પહેલા જ ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી બસને રોડની સાઈડમાં ઉતારી દીધી હતી. જો બસ રોડ પરથી નીચે ખાબકી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત, પરંતુ ડ્રાઈવરની કુશળતાને કારણે મોટી જાનહાનિ અટકી ગઈ છે. મુસાફરોને ઇજા બસ રોડની સાઈડમાં ઉતરી જતાં અંદર બેઠેલા કેટલાક મુસાફરોને આંચકાના કારણે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. એસટી વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ખામી અંગે તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward