android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bihar : રોહતાસમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના થયા મોત
calendar_today May 4, 2026

Bihar : રોહતાસમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના થયા મોત

બિહારના રોહતાસ જિલ્લામાં નેશનલ હાઈવે 319 પર સોમવારે સવારે થયેલા ભયંકર માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ અકસ્માત ડિનારા પોલીસ સ્ટેશન વિસ્તારના મઠિયા ગામ નજીક થયો હતો.બેકાબૂ ટ્રકે બંને વાહનોને જોરદાર ટક્કર મારી માહિતી મુજબ, તમામ મૃતકો એક જ પરિવારના સભ્યો હતા. તેઓ ચેનારી વિસ્તારના લોધી ગામમાં તિલક સમારોહમાં ભાગ લઈને પિકઅપ અને બસમાં પોતાના ગામ તરફ પરત ફરી રહ્યા હતા. સવારે લગભગ 3 વાગ્યે જ્યારે તેઓ હાઈવે પર વાહનમાંથી ઉતરી રહ્યા હતા, ત્યારે અચાનક એક ફૂલ સ્પીડમાં આવી રહેલા બેકાબૂ ટ્રકે બંને વાહનોને જોરદાર ટક્કર મારી દીધી. પાંચ લોકો ઘટના સ્થળે જ મોતને ભેટ્યા આ ભયાનક ટક્કરમાં પાંચ લોકો ઘટના સ્થળે જ મોતને ભેટ્યા. મૃતકોમાં કરગહરના ભગવાનપુર ગામના રામવ્રત સિંહ, મઠિયા ગામના અશોક સિંહ, પિંટુ સિંહ અને રજનીશ કુમારનો સમાવેશ થાય છે, જ્યારે એક વ્યક્તિની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. અકસ્માત બાદ લગ્ન સમારોહની ખુશીઓ શોકમાં ફેરવાઈ ગઈ છે અને પરિવારજનોમાં શોકનો માહોલ છે. સમગ્ર વિસ્તારમાં ગમગીની ફેલાઈ ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સાસારામ સદર હોસ્પિટલ મોકલ્યા હતા. પોલીસે ક્રેનની મદદથી રસ્તો સાફ કરાવ્યો અને તમામ વાહનો જપ્ત કર્યા છે. હાલમાં અકસ્માતના કારણોની વિગતવાર તપાસ ચાલી રહી છે. આ અકસ્માતે એક જ પરિવારના પાંચ સભ્યોને છીનવી લેતાં સમગ્ર વિસ્તારમાં ગમગીની ફેલાઈ ગઈ છે. આ પણ વાંચો : West Bengal Election Result 2026 : અમિત શાહ ભાવુક થયા, કહ્યું "આ જીત શહીદ કાર્યકરોને સાચી શ્રદ્ધાંજલિ, હવે બનશે 'સોનાર બાંગ્લા'"

Read Full Story arrow_forward
PM Modi In Kamlam : બંગાળ, આસામ, પુડ્ડુચેરીમાં ભાજપની ભવ્ય જીત, PM મોદી પહોંચ્યા ભાજપ હેડક્વાર્ટર
calendar_today May 4, 2026

PM Modi In Kamlam : બંગાળ, આસામ, પુડ્ડુચેરીમાં ભાજપની ભવ્ય જીત, PM મોદી પહોંચ્યા ભાજપ હેડક્વાર્ટર

પશ્ચિમ બંગાળમાં આ વખતે ભાજપની ભવ્ય જીત થઈ છે અને પાર્ટીએ 200થી વધુ સીટ પર જીત મેળવી છે. આ સાથે જ આસામ અને પુડ્ડુચેરીમાં પણ ભાજપની શાનદાર જીત થઈ છે, ત્યારે સમગ્ર દેશમાં ભાજપના કાર્યકરો જીતનો જશ્ન મનાવી છે. ત્યારે ભાજપના મોટા નેતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાજપના દિલ્હી ખાતેના હેડ ક્વાર્ટર પર પહોંચ્યા છે અને જીતનો જશ્ન મનાવી રહ્યા છે. વડાપ્રધાન મોદી હેડક્વાર્ટર પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા અને તેમનું સ્વાગત નારાબાજી કરીને કર્યું. કાર્યકરોએ 4 મે, TMC ગઈના નારા લગાવ્યા. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ત્યારબાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું.  સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે. 

Read Full Story arrow_forward
Ahmedabad News: પાલડી ડ્રગ્સ કેસમાં કોર્ટનો આકરો નિર્ણય, બે આરોપીઓને 10 વર્ષની સખત કેદ અને લાખોનો દંડ
calendar_today May 4, 2026

Ahmedabad News: પાલડી ડ્રગ્સ કેસમાં કોર્ટનો આકરો નિર્ણય, બે આરોપીઓને 10 વર્ષની સખત કેદ અને લાખોનો દંડ

અમદાવાદ શહેરમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે પોલીસ અને ન્યાયતંત્ર કટિબદ્ધ બન્યું છે. વર્ષ 2023માં અમદાવાદના પાલડી વિસ્તારમાંથી MD ડ્રગ્સ સાથે ઝડપાયેલા બે શખ્સોને અમદાવાદની સ્પેશિયલ કોર્ટ દ્વારા 10 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું હતું કે, ડ્રગ્સ માફિયાઓ સમાજ માટે ખતરો છે અને તેઓ માફીને લાયક નથી.શું હતી ઘટના? વર્ષ 2023માં SOG ક્રાઇમની ટીમે બાતમીના આધારે પાલડી વિસ્તારમાં રેડ કરીને તોફિક શેખ અને સૂફીયાન સૈયદ નામના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી 51 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કોર્ટનું કડક વલણ આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખીને કોર્ટે બંને આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા હતા. કોર્ટે અવલોકન કર્યું હતું કે, ડ્રગ્સના વેપારને કારણે યુવા પેઢી બરબાદ થઈ રહી છે, તેથી આવા તત્વો પ્રત્યે કોઈ પણ પ્રકારની નરમાશ દાખવી શકાય નહીં. અંતે કોર્ટે તોફિક અને સૂફીયાનને 10 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો. આ પણ વાંચો - Ahmedabad સાયબર ક્રાઈમનો મોટો ખુલાસો, "પૂજા કિન્નર ગુરુમાં" બની મહિલાઓને લૂંટતા 'લવ ગુરુ' સ્કેમનો પર્દાફાશ, અશ્લીલ વીડિયો બનાવી કરતો બ્લેકમેઈલ

Read Full Story arrow_forward