android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Tapi News: પશ્ચિમ બંગાળમાં ભાજપના ભવ્ય વિજયનો ઉત્સવ, કાર્યકરોએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી જીતને વધાવી
calendar_today May 4, 2026

Tapi News: પશ્ચિમ બંગાળમાં ભાજપના ભવ્ય વિજયનો ઉત્સવ, કાર્યકરોએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી જીતને વધાવી

પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર પ્રદર્શન અને વિજયને પગલે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તાપી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા આ ઐતિહાસિક જીતની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા.કુશાસનનો અંત અને જનતાનો વિજયઆ પ્રસંગે તાપી ભાજપ સંગઠનના પ્રભારી ડો. જગદીશ પટેલે જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં છેલ્લા 15 વર્ષથી ચાલી રહેલા તૃણમૂલ કોંગ્રેસના કુશાસન, દાદાગીરી અને ગુંડાગીરીનો અંત આવ્યો છે. અત્યાર સુધી બંગાળના મતદારો મતદાન કરતા ડરતા હતા, પરંતુ આ વખતે જનતાએ ડર્યા વગર પરિવર્તન માટે મતદાન કર્યું છે, જેના પરિણામે TMCનો સફાયો થયો છે. વિકાસના નવા યુગની શરૂઆત ભાજપના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, હવે પશ્ચિમ બંગાળ પણ અન્ય ભાજપ શાસિત રાજ્યોની જેમ વિકાસના માર્ગે પૂરપાટ ઝડપે આગળ વધશે. બંગાળમાં આ વિજય માત્ર પક્ષનો નથી, પરંતુ ત્યાંની પીડિત જનતાનો વિજય છે. તાપીમાં ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી અને એકબીજાનું મોઢું મીઠું કરાવીને આ જીતનો આનંદ વ્યક્ત કર્યો હતો. આ પણ વાંચો - Tapi : કલેક્ટર કચેરીથી માત્ર 10 કિમી દૂર સરૈયા ગામના આદિવાસીઓ પાયાની સુવિધા માટે તરસ્યા

Read Full Story arrow_forward
Dang LCBનું મહારાષ્ટ્રમાં સફળ ઓપરેશન: 4 વર્ષથી નાસતો-ફરતો આર્મ્સ એક્ટનો વોન્ટેડ આરોપી સંગમનેરથી ઝડપાયો
calendar_today May 4, 2026

Dang LCBનું મહારાષ્ટ્રમાં સફળ ઓપરેશન: 4 વર્ષથી નાસતો-ફરતો આર્મ્સ એક્ટનો વોન્ટેડ આરોપી સંગમનેરથી ઝડપાયો

ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આર્મ્સ એક્ટના ગંભીર ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ, LCB ડાંગ-આહવાની ટીમે ઓપરેશન પાર પાડીને વોન્ટેડ આરોપી રામદાસભાઈ પરશુરામ રહાણે (ઉંમર વર્ષ 49) ને મહારાષ્ટ્રના સંગમનેર ખાતેથી દબોચી લીધો છે.ટેકનિકલ સોર્સ અને ચોક્કસ રેકી દ્વારા આરોપીની ધરપકડ આરોપી રામદાસ રહાણે વિરુદ્ધ વર્ષ 2022માં સાપુતારા પોલીસ મથકે IPCની કલમ 342, 114 તથા આર્મ્સ એક્ટ અને જી.પી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ધરપકડથી બચવા માટે આરોપી સતત પોતાની ઓળખ છુપાવતો હતો. જોકે ડાંગ LCBની ટીમે હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મહારાષ્ટ્રના નાશિક અને સંગમનેર વિસ્તારમાં સતત રેકી કરી હતી અને આખરે ચોક્કસ લોકેશન મળતા પોલીસે છાપો મારીને આરોપીને તેના વતન સંગમનેરથી ઝડપી પાડ્યો હતો. આરોપીને વધુ તપાસ માટે સાપુતારા પોલીસને સોંપાયો લાંબા સમયથી પોલીસને હાથતાળી આપી રહેલા આ આરોપીની ધરપકડ બાદ ડાંગ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપીને હાલ સાપુતારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે, જ્યાં તેની સઘન પૂછપરછ કરવામાં આવશે. આ કામગીરી દ્વારા ડાંગ પોલીસે ગુનાખોરી ડામવા અને નાસતા-ફરતા અપરાધીઓને પકડવાની પોતાની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Assembly Elections 2026 Result Live : ભાજપ કાર્યાલયમાં પીએમ મોદીનું સંબોધન,  આજનો દિવસ અભૂતપુર્વ
calendar_today May 4, 2026

Assembly Elections 2026 Result Live : ભાજપ કાર્યાલયમાં પીએમ મોદીનું સંબોધન, આજનો દિવસ અભૂતપુર્વ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 04 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward