android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
PM Modi In Kamlam : આજથી બંગાળ ભય મુક્ત થયું, ભવ્ય જીત જનતાને સમર્પિત : PM મોદી
calendar_today May 4, 2026

PM Modi In Kamlam : આજથી બંગાળ ભય મુક્ત થયું, ભવ્ય જીત જનતાને સમર્પિત : PM મોદી

પશ્ચિમ બંગાળમાં આ વખતે ભાજપની ભવ્ય જીત થઈ છે અને પાર્ટીએ 200થી વધુ સીટ પર જીત મેળવી છે. આ સાથે જ આસામ અને પુડ્ડુચેરીમાં પણ ભાજપની શાનદાર જીત થઈ છે, ત્યારે સમગ્ર દેશમાં ભાજપના કાર્યકરો જીતનો જશ્ન મનાવી છે. ત્યારે ભાજપના મોટા નેતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાજપના દિલ્હી ખાતેના હેડ ક્વાર્ટર પર પહોંચ્યા છે અને જીતનો જશ્ન મનાવી રહ્યા છે. વડાપ્રધાન મોદી હેડક્વાર્ટર પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા અને તેમનું સ્વાગત નારાબાજી કરીને કર્યું. કાર્યકરોએ 4 મે, TMC ગઈના નારા લગાવ્યા. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ત્યારબાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું.  હું જનતાને આદરપૂર્વક નમન કરૂં છું: PM મોદી ભારત માતાની જયના નારા સાથે વડાપ્રધાને સંબોધનની શરૂઆત કરતા કહ્યું કે આજનો દિવસ અભૂતપૂર્વ છે. દેશના દરેક ભાજપ કાર્યકરને વડાપ્રધાન મોદીએ જીતની શુભેચ્છા પાઠવી અને કહ્યું કે આજનો દિવસ વિશ્વાસનો છે, હું જનતાને આદરપૂર્વક નમન કરૂં છું. વડાપ્રધાને કહ્યું કે ભાજપ આસામ, પશ્ચિમ બંગળ અને પુડ્ડુચેરી સહિત અનેક પેટા ચૂંટણીમાં જીત મેળવી છે. ગંગોત્રીથી ગંગા સાગર સુધી માત્ર કમળ જ ખીલ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે આજનો દિવસ ભારતના લોકતંત્ર માટે મહત્વપૂર્ણ છે અને આ જીત માત્ર એક રાજકીય સફળતા નથી પરંતુ બંધારણની જીત છે. તેમણે કહ્યું કે ચૂંટણીમાં સફળતા માટે નીતિન નવીનનું નેતૃત્વ અમૂલ્ય રહ્યું. મોદીએ ઉમેર્યું કે “ગંગોત્રીથી ગંગાસાગર સુધી માત્ર કમળ જ ખીલ્યું છે,” જે ભાજપની વ્યાપક જીતનો સંકેત આપે છે. તેમણે ભાજપના કાર્યકર્તાઓને અભિનંદન આપતાં કહ્યું કે તેમણે ફરી એકવાર મહેનત કરીને કમળ ખીલાવી દીધું છે અને પાર્ટીને મોટી જીત અપાવી છે.આજથી બંગાળ ભયમુક્ત થયું છેવડાપ્રધાને વધુમાં કહ્યું કે આજથી એટલે કે 4 મેથી બંગાળ ભયમુક્ત થયું છે. શ્યામાપ્રસાદ મુખર્જીએ સમૃદ્ધ બંગાળનું સપનું જોયું હતું, આજે શ્યામાપ્રસાદ મુખર્જીના આત્માને ખુબ શાંતિ મળશે. વડાપ્રધાને ચૂંટણી સ્ટાફ અને અધિકારીઓનો પણ આભાર માન્યો અને અભિનંદન પણ પાઠવ્યા. આ ભવ્ય જીત બંગાળની જનતાને સમર્પિત કરૂં છું. અમારો મંત્ર છે નાગરીક દેવો ભવ:આજે 20થી વધુ રાજ્યોમાં ભાજપ એનડીએ સરકાર, અમારો મંત્ર છે નાગરીક દેવો ભવ: ગુજરાતમાં દરેક ચૂંટણીમાં જનતા ભાજપને આશિર્વાદનો રેકોર્ડ બનાવે છે. આ વખતે ગુજરાતમાં હાઇએસ્ટ વોટશેર મળ્યો, ભાજપની ગુડ ગવર્નન્સનું આ ઉહાદરણ છે.શ્યામાપ્રસાદ મુખર્જીના આત્માને આજે શાંતિ મળી હશેશ્યામાપ્રસાદ મુખર્જીના આત્માને આજે શાંતિ મળી હશે, તેમણે જનસંઘની સ્થાપના કરી, ડો.મુખર્જીએ પ.બંગાળને ભારતનો ભાગ રાખવા લડાઇ લડી હતી. તેમણે સમૃદ્ધ બંગાળનું સપનું જોયું હતું, આજે બંગાળની જનતાએ ભાજપના કાર્યકરોને આ અવસર આપ્યો છે.    આ પણ વાંચો : West Bengal Election Result 2026 : અમિત શાહ ભાવુક થયા, કહ્યું "આ જીત શહીદ કાર્યકરોને સાચી શ્રદ્ધાંજલિ, હવે બનશે 'સોનાર બાંગ્લા'"

Read Full Story arrow_forward
UPIએ બનાવ્યો નવો રેકોર્ડ, એપ્રિલ 2026માં થયા 22.35 બિલિયન ટ્રાન્ઝેક્શન
calendar_today May 4, 2026

UPIએ બનાવ્યો નવો રેકોર્ડ, એપ્રિલ 2026માં થયા 22.35 બિલિયન ટ્રાન્ઝેક્શન

ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ફરી એકવાર વિશ્વમાં પોતાની મજબૂત હાજરી સાબિત કરી રહ્યું છે. UPIએ એપ્રિલ 2026માં 22.35 અબજ ટ્રાન્ઝેક્શનનો નવો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા માર્ચ 2026માં આ આંકડો 22.64 અબજ સુધી પહોંચ્યો હતો, જે અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્તર હતો. ફેબ્રુઆરીમાં તે 20.39 અબજ હતો, જે સતત વધતી ગતિ દર્શાવે છે.ડિજિટલ પેમેન્ટમાં આ વર્ષે લગભગ 25%નો વધારો નોંધાયો સરકારી આંકડા મુજબ, UPI હવે દેશના કુલ ડિજિટલ ટ્રાન્ઝેક્શનના લગભગ 85% ભાગને સંભાળી રહ્યું છે. એપ્રિલ 2025ની તુલનામાં આ વર્ષે લગભગ 25%નો વધારો નોંધાયો છે, જે તેની ઝડપી લોકપ્રિયતા દર્શાવે છે. UPIની સફળતાનું મુખ્ય કારણ તેની સરળતા અને સુરક્ષા છે. તેમાં બે-સ્તરીય ઓથેન્ટિકેશન સિસ્ટમ હોય છે. મોબાઈલ નંબર અને UPI પિન, જે ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવે છે. ઝડપી અને સરળ પ્રક્રિયાને કારણે નાના વેપારીઓથી લઈને મોટા બિઝનેસ સુધી દરેક તેનો ઉપયોગ કરી રહ્યા છે. UPI હવે માત્ર ભારત સુધી સીમિત નથી રહ્યું UPI હવે માત્ર ભારત સુધી સીમિત નથી રહ્યું, પરંતુ વૈશ્વિક સ્તરે પણ તેનું વિસ્તરણ થઈ રહ્યું છે. તે હવે સંયુક્ત અરબ અમીરાત, સિંગાપુર, ભૂટાન, નેપાળ, શ્રીલંકા, ફ્રાન્સ, મોરિશિયસ અને કતાર સહિત આઠ દેશોમાં ઉપલબ્ધ છે. આથી વિદેશમાં રહેતા અથવા મુસાફરી કરતા ભારતીયોને સરળ પેમેન્ટ સુવિધા મળે છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા આ સમગ્ર સિસ્ટમનું સંચાલન કરે છે અને તેને સતત વધુ મજબૂત બનાવી રહ્યું છે. UPI હવે વિશ્વના રિયલ-ટાઈમ ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રમાં લગભગ 50% હિસ્સો ધરાવે છે, જે ભારતની ટેક્નોલોજી ક્ષમતાનું મોટું ઉદાહરણ છે.આ પણ વાંચો:  West bengal Election Result 2026: હિંદુ વિરોધીની આ સ્થિતિ જ થશે, TMCની હાર પર નવનીત રાણાનો કટાક્ષ

Read Full Story arrow_forward
West Bengal Election Result 2026 : હવે બંગાળના સીએમ કોણ? જાણો કોણ છે તે 'બંગાળી ચહેરો' જે સંભાળશે રાજ્યની કમાન
calendar_today May 4, 2026

West Bengal Election Result 2026 : હવે બંગાળના સીએમ કોણ? જાણો કોણ છે તે 'બંગાળી ચહેરો' જે સંભાળશે રાજ્યની કમાન

પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત બાદ હવે સૌની નજર એક જ સવાલ પર ટકેલી છે કે બંગાળના નવા મુખ્યમંત્રી કોણ બનશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'બ્રાન્ડ મોદી' મેજિક અને અમિત શાહની વ્યૂહરચનાએ બંગાળમાં કમળ તો ખીલવી દીધું, પણ હવે મુખ્યમંત્રીની ખુરશી માટે અનેક દિગ્ગજો રેસમાં છે.કોઈ 'બંગાળી' જ રાજ્યની કમાન સંભાળશે. પશ્ચિમ બંગાળમાં ભાજપે બહુમતીનો આંકડો પાર કરી લીધા બાદ હવે મુખ્યમંત્રી પદ માટે મંથન શરૂ થયું છે. અમિત શાહે અગાઉ જ સ્પષ્ટ કર્યું હતું કે કોઈ 'બંગાળી' જ રાજ્યની કમાન સંભાળશે. આ રેસમાં મહિલા સુરક્ષાના મુદ્દાને જોતા ભાજપ મહિલા મુખ્યમંત્રી પર દાવ ખેલે તેવી પણ પ્રબળ શક્યતા છે. મુખ્યમંત્રી પદના ટોચના દાવેદારો ટોચના દાવેદારોમાં મુખ્ય નેતા શુભેન્દુ અધિકારી છે. મમતા બેનર્જીને નંદીગ્રામમાં હરાવનાર શુભેન્દુ અધિકારી સૌથી મજબૂત દાવેદાર મનાય છે. તેમની પાસે મજબૂત સંગઠન અને જમીની પકડ છે. જોકે, ભૂતકાળના વિવાદો તેમની આડે આવી શકે છે. ઉપરાંત બંગાળમાં ભાજપને મુખ્ય વિરોધ પક્ષ બનાવનારા દિલીપ ઘોષ પક્ષના જૂના અને વિશ્વાસુ નેતા છે. તેમનો આક્રમક અંદાજ ભાજપના હાઈકમાન્ડને પસંદ પડી શકે છે. રૂપા ગાંગુલી મહિલા સુરક્ષાના એજન્ડામાં ફિટ આ સાથે 'મહાભારત'ની દ્રૌપદી તરીકે ઘરે-ઘરે જાણીતા રૂપા ગાંગુલી મહિલા સુરક્ષાના એજન્ડામાં ફિટ બેસે છે. જો ભાજપ મહિલા કાર્ડ રમે, તો રૂપા ગાંગુલીનું નામ મોખરે હોઈ શકે છે. સાથે આસનસોલ દક્ષિણથી ધારાસભ્ય અને બેબાક નેતા તરીકે જાણીતા અગ્નિ મિત્રા પણ સીએમની રેસમાં સામેલ છે. પ્રદેશ પ્રમુખ તરીકે સંગઠનને મજબૂત કરનાર સમીક ભટ્ટાચાર્ય 'સૌનો સાથ' મેળવનારા સૌમ્ય ચહેરા તરીકે ઉભરી શકે છે. આ ઉપરાંત નિશિથ પ્રમાણિકનું નામ પણ ચર્ચામાં છે. હવે જોવાનું એ રહેશે કે મોદી-શાહની જોડી કોના માથે બંગાળનો તાજ પહેરાવે છે.આ પણ વાંચો----   West Bengal Election Result 2026 : 75 વર્ષ બાદ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનું સપનું સાકાર, ભાજપે અદા કર્યુ 'પિતૃઋણ'

Read Full Story arrow_forward