Amreli News: લીલીયામાં કેસરીયો માહોલ, પશ્ચિમ બંગાળ અને આસામમાં ભાજપના વિજયની ભવ્ય ઉજવણી
પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરી વિધાનસભા ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર દેખાવ અને ઐતિહાસિક જીતનો પડઘો અમરેલી જિલ્લામાં પણ જોવા મળ્યો છે. લીલીયા શહેરમાં ભાજપના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જીતનો ભવ્ય જશ્ન મનાવ્યો હતો.આતશબાજી અને નારાબાજી લીલીયા શહેરના મુખ્ય વિસ્તારોમાં ભાજપના કાર્યકરોએ પક્ષના ઝંડા સાથે એકઠા થઈને 'ભારત માતાકી જય'ના નારા લગાવ્યા હતા. આ પ્રસંગે ભારે આતશબાજી કરવામાં આવી હતી અને ફટાકડા ફોડીને વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. કાર્યકરોમાં જીતને લઈને ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. મીઠાઈ વહેંચી આનંદ વ્યક્ત કર્યો જીતની ખુશીમાં સમર્થકોએ એકબીજાને મીઠાઈ ખવડાવીને અભિનંદન પાઠવ્યા હતા. એટલું જ નહીં, પરંપરાગત રીતે જાળમૂરી વહેંચીને કાર્યકરોએ હર્ષોલ્લાસ સાથે જીતને વધાવી હતી. ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે, આ વિજય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને વિકાસની નીતિઓ પર જનતાએ મૂકેલો વિશ્વાસ છે. આ પણ વાંચો - Amreli: ધારીના મોરજર ગામે આંબાના બગીચામાં વનરાજાનો ડેરો, આંબાના ઝાડ નીચે આરામ ફરમાવતો સિંહ પરિવાર કેમેરામાં કેદ
Read Full Story arrow_forward