android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kutchમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો
calendar_today May 4, 2026

Kutchમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

કચ્છ જિલ્લામાં કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડતા સર્વત્ર ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, આ અચાનક આવેલા વરસાદને કારણે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ભચાઉ પંથકના કડોલ, માય, અને લાખાવટ સહિતના આજુબાજુના ગામોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. બપોર બાદ અચાનક આકાશ વાદળોથી ઘેરાયું હતું અને જોતજોતામાં વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદને પગલે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ખેડૂતોની ચિંતા વધી અત્યારે જ્યારે ખેડૂતોનો પાક તૈયાર છે અથવા લણણીની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે આ કમોસમી વરસાદ આફત બનીને વરસ્યો છે. કડોલ અને આસપાસના વિસ્તારોમાં વરસાદને કારણે ખેતરોમાં પડેલો પાક પલળી જવાની શક્યતાને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે થયેલા આ વરસાદે ધરતીપુત્રોની ઊંઘ હરામ કરી દીધી છે. આ વરસાદથી કચ્છની કેસર કેરીના પાકને પણ નુકસાન થઈ શકે છે.આ પણ વાંચો - Gujaratમાં મે મહિનામાં પડશે આગ ઝરતી ગરમી, જુઓ VIDEO

Read Full Story arrow_forward
Ahmedabad News: 'વેકેશનમાં તાલીમ મંજૂર નથી', વસ્તી ગણતરીની કામગીરીમાંથી BLOને મુક્ત કરવા શિક્ષક સંઘનું વિરમગામ મામલતદારને આવેદન
calendar_today May 4, 2026

Ahmedabad News: 'વેકેશનમાં તાલીમ મંજૂર નથી', વસ્તી ગણતરીની કામગીરીમાંથી BLOને મુક્ત કરવા શિક્ષક સંઘનું વિરમગામ મામલતદારને આવેદન

આગામી વસ્તી ગણતરી 2026-27ની કામગીરીને લઈને વિરમગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિરોધનો સૂર ઉઠાવવામાં આવ્યો છે. શિક્ષકોને બી.એલ.ઓ. (BLO) તરીકેની ફરજમાંથી મુક્ત કરવા અને વેકેશન દરમિયાન તાલીમ ન રાખવા બાબતે સંઘ દ્વારા મામલતદાર અને ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.શિક્ષકોની મુખ્ય માગણીઓ વિરમગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જયેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વસ્તી ગણતરીની તાલીમોનું આયોજન ઉનાળુ વેકેશન દરમિયાન ન કરવું જોઈએ. આ ઉપરાંત, વસ્તી ગણતરીમાં સંમતિ આપેલ શિક્ષકોના ઓર્ડર બદલી આપવા અને નવા શૈક્ષણિક સત્ર દરમિયાન શાળાઓમાં બાળકોના અભ્યાસ પર અસર ન પડે તે માટે 50 ટકા મહેકમ જળવાઈ રહે તે મુજબ જ ઓર્ડર કરવાની માગ કરવામાં આવી છે. શિક્ષણ કાર્ય પર અસરની ભીતિ શિક્ષકોનું કહેવું છે કે, જો મોટી સંખ્યામાં શિક્ષકો વસ્તી ગણતરીની કામગીરીમાં જોડાશે, તો શાળાના શૈક્ષણિક કાર્ય પર માઠી અસર પડી શકે છે. આથી, વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને શિક્ષકોને બિન-શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે તેવી ઉગ્ર માગ સાથે મોટી સંખ્યામાં શિક્ષકો આવેદનપત્ર આપવા ઉમટી પડ્યા હતા. આ પણ વાંચો - Ahmedabad News: પાલડી ડ્રગ્સ કેસમાં કોર્ટનો આકરો નિર્ણય, બે આરોપીઓને 10 વર્ષની સખત કેદ અને લાખોનો દંડ

Read Full Story arrow_forward
Ankleshwar News: પેટ્રોલના પૈસા ન આપવા પડે તે માટે કાર ચાલકે કર્મચારીને કચડવાનો કર્યો પ્રયાસ, ઘટના CCTVમાં કેદ
calendar_today May 4, 2026

Ankleshwar News: પેટ્રોલના પૈસા ન આપવા પડે તે માટે કાર ચાલકે કર્મચારીને કચડવાનો કર્યો પ્રયાસ, ઘટના CCTVમાં કેદ

ભરૂચના અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર આવેલ એક પેટ્રોલ પંપ પર માનવતા નેવે મૂકતી ઘટના સામે આવી છે. એક કાર ચાલકે પોતાની ગાડીમાં રૂ. 3285નું પેટ્રોલ ભરાવ્યું હતું, પરંતુ જ્યારે પૈસા ચૂકવવાનો વારો આવ્યો ત્યારે તેણે પેમેન્ટ કરવાને બદલે ગાડી ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે પંપ પરના સતર્ક કર્મચારીએ તેને રોકવાની કોશિશ કરી, ત્યારે ચાલકે નિર્દયતાપૂર્વક કાર તેની પર ચઢાવી દઈ તેને કચડવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાના રૂવાડા ઊભા કરી દે તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.પૈસા માંગતા જ ચાલકે કાર દોડાવી સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે પેટ્રોલ ભરાવ્યા બાદ જેવો કર્મચારી પૈસા માંગે છે, કે તરત જ ચાલક ફૂલ સ્પીડમાં કાર હંકારી મૂકે છે. કર્મચારી કારને અટકાવવા માટે બોનેટ પાસે જાય છે તેમ છતાં ચાલક ગાડી ઉભી રાખવાને બદલે તેને અડફેટે લઈને ભાગી છૂટે છે. સદનસીબે આ ઘટનામાં કર્મચારીનો આબાદ બચાવ થયો છે કે કેમ તે અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે, પરંતુ ચાલકની આ જોખમી હરકતથી પંપ પર હાજર અન્ય લોકોમાં પણ ફાળ પડી હતી. બી ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો આ મામલે પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કારના નંબર મેળવી ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. હાઈવે પર બનેલી આ લૂંટ જેવી ઘટના અને હત્યાના પ્રયાસને પોલીસે ગંભીરતાથી લીધી છે અને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ હાઈવે પરના પેટ્રોલ પંપ કર્મચારીઓની સુરક્ષા સામે પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward