android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: ગોંડલ ચોકડી પાસે સ્કોર્પિયો અને ઇકો વચ્ચે ભયાનક અકસ્માત, 2 લોકોના મોત
calendar_today May 4, 2026

Rajkot News: ગોંડલ ચોકડી પાસે સ્કોર્પિયો અને ઇકો વચ્ચે ભયાનક અકસ્માત, 2 લોકોના મોત

રાજકોટ શહેરના પ્રવેશદ્વાર સમાન ગણાતી ગોંડલ ચોકડી નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સ્કોર્પિયો અને ઇકો કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, રાજકોટની ગોંડલ ચોકડી પાસે સ્કોર્પિયો અને ઇકો કાર સામસામે અથડાઈ હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ દુર્ઘટનામાં 2 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 2 ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટ્રાફિક જામ અને પોલીસ કાર્યવાહીવ્યસ્ત ગણાતી ગોંડલ ચોકડી પર અકસ્માતને પગલે વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી, ક્રેન દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનોને દૂર કરી ટ્રાફિક હળવો કર્યો હતો. હાલ આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો - Rajkotમાં રોગચાળા વકર્યો, એક અઠવાડિયામાં તાવ અને ઝાડા-ઉલટીના હજારો કેસ, હીટ સ્ટ્રોકના આંકડોમાં પણ ચિંતાજનક વધારો

Read Full Story arrow_forward
Dang News: જિલ્લા અને તાલુકા પંચાયત માટે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ, પ્રમુખ-ઉપપ્રમુખ બનવા દાવેદારોનો ભારે ધસારો
calendar_today May 4, 2026

Dang News: જિલ્લા અને તાલુકા પંચાયત માટે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ, પ્રમુખ-ઉપપ્રમુખ બનવા દાવેદારોનો ભારે ધસારો

ડાંગ જિલ્લામાં ભાજપ સંગઠન દ્વારા આગામી સમય માટે જિલ્લા પંચાયત અને ત્રણ તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખ સહિતના વિવિધ હોદ્દાઓ માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભાજપના શિસ્તબદ્ધ માળખા મુજબ પ્રદેશ કક્ષાએથી નિમણૂક પામેલા નિરીક્ષકો દ્વારા સ્થાનિક દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા.નિરીક્ષકોની હાજરીમાં રજૂઆત ભાજપના 3 પ્રદેશ નિરીક્ષકોએ ડાંગની મુલાકાત લઈ દાવેદારો અને સ્થાનિક કાર્યકરો સાથે વ્યક્તિગત મુલાકાત કરી હતી. સેન્સ પ્રક્રિયા દરમિયાન વિવિધ હોદ્દાઓ માટે મોટી સંખ્યામાં દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. નિરીક્ષકોએ દરેક દાવેદારની પ્રોફાઇલ અને પક્ષ પ્રત્યેની સક્રિયતાને ધ્યાને રાખી તેમની રજૂઆતો સાંભળી હતી. હવે પછીની પ્રક્રિયા સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો દ્વારા તમામ દાવેદારોનો વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ રિપોર્ટ પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ પક્ષના મોવડી મંડળ દ્વારા ચર્ચા-વિચારણા કરી અંતિમ નામો પર મહોર મારવામાં આવશે અને સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ પણ વાંચો - Dang: પક્ષીઓના રહસ્યમય મોતથી બર્ડ ફ્લૂનો ખતરો, મહારાષ્ટ્ર સરહદે સઘન ચેકિંગ અને મરઘાઓની હેરફેર પર રોક

Read Full Story arrow_forward
Porbandar News: ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં 33 વર્ષ બાદ ઐતિહાસિક ચુકાદો, મમુમિંયા પંજૂમિંયા સહિત 12 આરોપીઓ દોષિત જાહેર
calendar_today May 4, 2026

Porbandar News: ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં 33 વર્ષ બાદ ઐતિહાસિક ચુકાદો, મમુમિંયા પંજૂમિંયા સહિત 12 આરોપીઓ દોષિત જાહેર

ગુજરાતના દરિયાકાંઠેથી હથિયારો ઘુસાડવાના સૌથી ચર્ચિત અને સંવેદનશીલ ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં જામનગરની સ્પેશિયલ ટાડા કોર્ટે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. અદાલતે આ કેસના મુખ્ય સૂત્રધાર મમુમિંયા પંજૂમિંયા સહિત કુલ 12 આરોપીઓને તકસીરવાન ઠેરવીને કાયદાનો ગાળિયો મજબૂત કર્યો છે.શું હતો સમગ્ર મામલો? જાન્યુઆરી 1993માં પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે પોરબંદરના ગોસાબારા ખાતે મોટા પ્રમાણમાં RDX, AK-47 રાઈફલ્સ અને હેન્ડ ગ્રેનેડ સહિતના જીવલેણ હથિયારોનો જથ્થો ઉતારવામાં આવ્યો હતો. આ એ જ હથિયારો હતા જેનો ઉપયોગ 12 માર્ચ 1993ના રોજ મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટમાં કરવામાં આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. અંડરવર્લ્ડ સાથેના સંબંધો તપાસ દરમિયાન ખુલ્યું હતું કે, મમુમિંયા પંજૂમિંયાના સીધા સંબંધો અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને ટાઈગર મેમણ સાથે હતા. આ આંતરરાષ્ટ્રીય કાવતરામાં સામેલ મુખ્ય પ્યાદાઓ આખરે લાંબી કાનૂની લડત બાદ પકડાયા છે. લાંબી કાનૂની લડત આ કેસમાં કુલ 46 આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. આટલા લાંબા સમયગાળા દરમિયાન 46 પૈકી 11 આરોપીઓના મોત નીપજ્યા છે. આખરે કોર્ટે પુરાવાઓને ગ્રાહ્ય રાખી મમુમિંયા સહિતના આરોપીઓને દોષિત જાહેર કર્યા છે, જે દેશની સુરક્ષા વ્યવસ્થા માટે મોટી જીત ગણાય છે. આ પણ વાંચો - Porbandar : દોઢ વર્ષ પહેલા ગુમ થયેલા નરેન્દ્રની તેના જ મિત્રએ કરી હતી હત્યા, કુતિયાણા પોલીસે ઉલટ તપાસ કરી મિત્રને દબોચ્યો

Read Full Story arrow_forward