android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
TamilNadu Election Result 2026 : 2011થી અજેય કિલ્લો ગણાતી કોલાથુર બેઠક પર મુખ્યમંત્રી સ્ટાલિનની હાર, થલાપતિ વિજયના ઉમેદવારની ભવ્ય જીત
calendar_today May 4, 2026

TamilNadu Election Result 2026 : 2011થી અજેય કિલ્લો ગણાતી કોલાથુર બેઠક પર મુખ્યમંત્રી સ્ટાલિનની હાર, થલાપતિ વિજયના ઉમેદવારની ભવ્ય જીત

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોએ સમગ્ર દેશને ચોંકાવી દીધા છે. દક્ષિણ ભારતના રાજકારણમાં દાયકાઓથી પ્રભુત્વ ધરાવતી ડીએમકે અને મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના કિલ્લાને સુપરસ્ટાર વિજયની પાર્ટી તમિલગા વેટ્રી કઝગમ એ ધ્વસ્ત કરી નાખ્યો છે. સૌથી મોટો ઉલટફેર કોલાથુર બેઠક પર જોવા મળ્યો છે, જ્યાં ખુદ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની હાર થઈ છે.પોતાના જ સાથીએ આપી માત કોલાથુર બેઠક, જે 2011થી સ્ટાલિનનો અજેય ગઢ મનાતી હતી, ત્યાં તેમના જ ભૂતપૂર્વ સાથી અને 2011માં તેમના ચૂંટણી પ્રભારી રહેલા વી.એસ. બાબુએ હરાવ્યા છે. વી.એસ. બાબુ તાજેતરમાં જ વિજયની પાર્ટી TVK માં જોડાયા હતા. સ્ટાલિનની આ હાર ડીએમકે માટે આઘાતજનક માનવામાં આવે છે, કારણ કે તેમના પિતા કરુણાનિધિના અવસાન બાદ પ્રથમવાર સ્ટાલિનનો જનાદેશ નબળો પડ્યો છે. મંત્રીમંડળના દિગ્ગજો પણ મુશ્કેલીમાં માત્ર સ્ટાલિન જ નહીં, પણ ડીએમકેના અનેક પાવરફુલ મંત્રીઓ પણ પાછળ ચાલી રહ્યા છે. જનરલ સેક્રેટરી દુરાઈ મુરુગન (કાટપાડી), પી. ગીતા જીવન, અને કે.એન. નેહરુ જેવા દિગ્ગજો પોતાની બેઠકો પર હારનો સામનો કરી રહ્યા છે. આ વલણો સૂચવે છે કે તમિલનાડુની જનતાએ સત્તાપરિવર્તનનો મિજાજ બનાવી લીધો છે. વિજયનો વિજયી 'સ્ટાર્ટઅપ' સુપરસ્ટાર વિજયે પોતાની રાજકીય સફરના પ્રથમ જ પ્રયાસમાં ઈતિહાસ રચી દીધો છે. તેમની પાર્ટી TVK હવે આમ આદમી પાર્ટી અને તેલુગુ દેશમ પાર્ટીની હરોળમાં આવી ગઈ છે, જે પોતાના પ્રથમ જ વર્ષોમાં સત્તાના સિંહાસન સુધી પહોંચવામાં સફળ રહી છે. 'થલાપતિ' વિજયના નેતૃત્વમાં તમિલનાડુમાં એક નવા યુગની શરૂઆત થઈ રહી હોય તેવું જણાય છે.આ પણ વાંચો ---    West Bengal Election Result 2026 : કોંગ્રેસના સુપડા સાફ, દિલ્હી-આંધ્ર બાદ હવે બંગાળમાં પણ 'ઝીરો'ની હેટ્રિક ભણી? પછડાટનો સિલસિલો યથાવત

Read Full Story arrow_forward
West Bengal Election Result 2026 : બંગાળમાં કમળ ખીલતા ગુજરાતમાં દિવાળી, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ બંગાળની જનતાને અભિનંદન પાઠવ્યા
calendar_today May 4, 2026

West Bengal Election Result 2026 : બંગાળમાં કમળ ખીલતા ગુજરાતમાં દિવાળી, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ બંગાળની જનતાને અભિનંદન પાઠવ્યા

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત થતા ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે દિવાળી જેવો માહોલ સર્જાયો છે. કાર્યકરોએ ફટાકડા ફોડી અને ઝાલમુરી ખાઇને વિજયના વધામણા કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ બંગાળની જનતાને અભિનંદન પાઠવતા મહત્વના નિવેદનો આપ્યા હતા.CM ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ જીતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની સફળતા ગણાવી હતી. તેમણે કહ્યું કે, "PM મોદીના નેતૃત્વમાં ભાજપ એક બાદ એક રાજ્યોમાં વિજયી બની રહ્યો છે. ભાજપનો કાર્યકર હારમાંથી પણ શીખ મેળવીને આગળ વધે છે અને આ જીત તે અથાગ મહેનતનું પરિણામ છે." જંગલરાજનો અંત અને વિકાસની ગતિ: હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બંગાળની જીતને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે, "બંગાળના લોકોને વર્ષોના જંગલરાજ અને હિંસામાંથી મુક્તિ મળી છે. હવે બંગાળના તમામ વિસ્તારોમાં વિકાસની ગતિ તેજ થશે અને યુવાનોને પોતાના જ રાજ્યમાં રોજગારીની નવી તકો મળશે. બંગાળની જનતાને હવે પોતાની જનહિતકારી સરકાર અને મજબૂત નેતાઓ મળ્યા છે." માતૃશક્તિનો વિજય: જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જીતનો શ્રેય બંગાળની મહિલાઓને આપતા જણાવ્યું કે, "આ ઐતિહાસિક જીતનો મુખ્ય શ્રેય માતાઓ-બહેનોને જાય છે, જેમણે ભાજપ પર અતૂટ ભરોસો મૂક્યો છે. જનતા જનાર્દનના આશીર્વાદથી બંગાળમાં પરિવર્તન આવ્યું છે." આ પણ વાંચો----    West Bengal Election Result 2026 : કોંગ્રેસના સુપડા સાફ, દિલ્હી-આંધ્ર બાદ હવે બંગાળમાં પણ 'ઝીરો'ની હેટ્રિક ભણી? પછડાટનો સિલસિલો યથાવત

Read Full Story arrow_forward
Gandhinagar News: ચિલોડા પોલીસનું હાઇવે પર ઓપરેશન, રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડાતા હથિયારો સાથે બે શખ્સો ઝડપાયા
calendar_today May 4, 2026

Gandhinagar News: ચિલોડા પોલીસનું હાઇવે પર ઓપરેશન, રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડાતા હથિયારો સાથે બે શખ્સો ઝડપાયા

ગુજરાતમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ સતર્ક બની છે, ત્યારે ગાંધીનગરની ચિલોડા પોલીસે નેશનલ હાઈવે-8 પરથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર હથિયારોનો જથ્થો ઝડપી લેવામાં સફળતા મેળવી છે. પોલીસ ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી શંકાસ્પદ હિલચાલ પર નજર રાખતા બે શખ્સોને હથિયારો સાથે દબોચી લેવામાં આવ્યા છે.ઘટનાની વિગત ચિલોડા પોલીસની ટીમ જ્યારે હાઈવે પર વાહન ચેકિંગમાં હતી, ત્યારે બાતમીના આધારે બે આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. તેમની ઝડતી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીઓ પાસેથી 2 પિસ્તોલ, 1 દેશી તમંચો અને 29 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ હથિયારો રાજસ્થાનથી ગુજરાતમાં સપ્લાય કરવાના હેતુથી લાવવામાં આવ્યા હતા. પોલીસ કાર્યવાહી ચિલોડા પોલીસે હથિયારોનો આ જથ્થો જપ્ત કરી બંને આરોપીઓ વિરૂદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ હથિયારો કોને આપવાના હતા અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આ પણ વાંચો - Gandhinagar: નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, જૂન માસમાં યોજાશે ધોરણ-12ની પૂરક પરીક્ષા

Read Full Story arrow_forward