android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
West Bengal Election Result 2026 : મમતાની અપીલ કે હારનો ફફડાટ? "કોઈ બૂથ ન છોડે..." બંગાળના રસાકસીભર્યા પરિણામો વચ્ચે દીદીનું મોટું નિવેદન
calendar_today May 4, 2026

West Bengal Election Result 2026 : મમતાની અપીલ કે હારનો ફફડાટ? "કોઈ બૂથ ન છોડે..." બંગાળના રસાકસીભર્યા પરિણામો વચ્ચે દીદીનું મોટું નિવેદન

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોના પ્રારંભિક વલણોએ દેશભરમાં ઉત્તેજના જગાવી છે. બંગાળમાં ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક પ્રદર્શન તરફ આગળ વધી રહી હોય તેવું જણાય છે. લેટેસ્ટ આંકડા મુજબ, ભાજપ 191 બેઠકો પર આગળ છે, જ્યારે સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ (TMC) 98 બેઠકો પર સમેટાઈ રહી હોય તેવું ચિત્ર ઊપસી રહ્યું છે.મમતા બેનર્જીનો કાર્યકરોને સંદેશ પરિણામો વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પહેલું નિવેદન જારી કરતા કાર્યકરોને જુસ્સો જાળવી રાખવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, "નિરાશ થઈને બૂથ છોડશો નહીં, કાઉન્ટિંગ સેન્ટર પર ડર્યા વગર ઉભા રહો, જીત આપણી જ થશે." વધુમાં તેમણે સેન્ટ્રલ ફોર્સ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે સુરક્ષા દળો કાયદા વિરુદ્ધ કામ કરી રહ્યા છે અને ઘણી જગ્યાએ જાણીજોઈને મતગણતરી અટકાવવામાં આવી રહી છે. RG કર પીડિતાની માતાની સરસાઈ આ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચિત એવી પણીહાટી બેઠક પર આર.જી. કર હોસ્પિટલની પીડિતાની માતા રત્ના દેબનાથ (ભાજપ) મજબૂત લડત આપી રહ્યા છે. શરૂઆતી રાઉન્ડમાં તેઓ પાછળ રહ્યા બાદ હવે લીડ મેળવી રહ્યા છે, જે બંગાળમાં બદલાતા રાજકીય પવનનો સંકેત આપે છે. આ પણ વાંચો----   Tamil Nadu Elections Results 2026 : કોલેજ ડ્રોપઆઉટથી કિંગમેકર સુધી, તમિલનાડુમાં વિજયનો મિજાજ, દિગ્ગજ પક્ષોના સુપડા સાફ

Read Full Story arrow_forward
Gujarat News: વડોદરામાં વિજ્ઞાન પ્રવાહનું 84 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.71 ટકા પરિણામ જાહેર
calendar_today May 4, 2026

Gujarat News: વડોદરામાં વિજ્ઞાન પ્રવાહનું 84 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.71 ટકા પરિણામ જાહેર

ગુજરાતમાં ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. શિક્ષણ મંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલા આ પરિણામમાં વિજ્ઞાન પ્રવાહનું 84 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.71 ટકા પરિણામ જાહેર થયું છે. બીજી તરફ ગુજકેટનું પણ પરિણામ જાહેર કરાયું છે. વડોદરાનું સામાન્ય પ્રવાહનું 88.11 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 83.55 ટકા પરિણામ આવ્યું છે. પરિણામ જાહેર થતા ભારે ઉત્સાહમાં વિદ્યાર્થીઓ વડોદરામાં ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. શિક્ષકોએ વિદ્યાર્થીઓના મોં મીઠા કરાવ્યા હતાં. હર્ષિતા પહેલવાનીએ 95.28 ટકા મેળવીને મેદાન માર્યું છે. વિદ્યાર્થીઓમાં સીએ અને સીએસનો ભારે ક્રેઝ જોવા મળ્યો છે. સારા પરિણામો માટે સોશિયલ મીડિયાથી દૂર રહેવાની વિદ્યાર્થીઓ જ સલાહ આપી રહ્યાં છે. પરિણામ જાહેર થતાં શાળાઓમાં વિજય ઉત્સવ જોવા મળ્યો છે. આ પણ વાંચોઃ Gujarat News: ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, જાણો ગુજકેટનું શું રિઝલ્ટ આવ્યું

Read Full Story arrow_forward
Ahmedabad: પાર્કિંગ જેવી સામાન્ય બાબતમાં હત્યા, ચાર શખ્સોએ માધુપુરા માર્કેટના શ્રમિકને મોતને ઘાટ ઉતાર્યો
calendar_today May 4, 2026

Ahmedabad: પાર્કિંગ જેવી સામાન્ય બાબતમાં હત્યા, ચાર શખ્સોએ માધુપુરા માર્કેટના શ્રમિકને મોતને ઘાટ ઉતાર્યો

અમદાવાદમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના માધુપુરા વિસ્તારમાં આવેલી જૂની પોલીસ કમિશનર કચેરી પાસે જ હત્યાનો એક સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. માત્ર વાહન પાર્કિંગ કરવા જેવી સામાન્ય બાબતમાં થયેલી માથાકૂટમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.જૂની પોલીસ કમિશનર કચેરી પાસે હત્યામળતી માહિતી મુજબ, મૃતક મિથિલેશ માધુપુરા માર્કેટમાં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. ઘટનાના સમયે પાર્કિંગ બાબતે મિથિલેશને અન્ય ચાર શખ્સો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વિવાદ એટલો વધી ગયો હતો કે ચારેય શખ્સોએ ઉશ્કેરાઈને મિથિલેશ પર હુમલો કરી દીધો હતો. ચાર લોકોએ ભેગા મળીને તેને બેરહેમીથી ઢોર માર માર્યો હતો, જેના કારણે ગંભીર ઈજાઓ થવાથી મિથિલેશનું ઘટનાસ્થળે જ અથવા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.પોલીસ સ્ટેશનની નજીક જ હત્યાચોંકાવનારી વાત એ છે કે આ હત્યાનો બનાવ જ્યાં બન્યો તેની તદ્દન નજીક જ જૂની પોલીસ કમિશનર કચેરી આવેલી છે. ધોળેદિવસે કે ભરચક વિસ્તારમાં આ પ્રકારે હત્યા થતા કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉઠી રહ્યા છે. ઘટનાની જાણ થતા જ માધુપુરા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.આ પણ વાંચો: Banaskantha: દીકરાના લગ્નના ઓરતા અધૂરા રહ્યા, થરા-રાધનપુર હાઈવે પર રિક્ષા પલટી જતાં પિતાનું મોત

Read Full Story arrow_forward