android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: અલથાણમાં સોફ્ટવેર એન્જિનિયર પર હુમલો, CCTV ફૂટેજના આધારે પોલીસે નોંધી ફરિયાદ
calendar_today May 4, 2026

Surat: અલથાણમાં સોફ્ટવેર એન્જિનિયર પર હુમલો, CCTV ફૂટેજના આધારે પોલીસે નોંધી ફરિયાદ

અલથાણ વિસ્તારમાં આવેલા સુમન ભાર્ગવ આવાસમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ઘટના બની છે. એક શિક્ષિત સોફ્ટવેર એન્જિનિયર યુવક પર બે મહિલાઓ અને એક પુરુષે મળીને હિંસક હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં હુમલાખોરોની કરતૂત કેદ થઈ છે.આયોજનબદ્ધ રીતે કરવામાં આવ્યો હુમલોમળતી માહિતી મુજબ, હુમલો કરનાર ત્રણેય શખ્સો જેમાં એક દંપતી અને અન્ય એક મહિલાનો સમાવેશ થાય છે, તેઓ અગાઉથી જ એન્જિનિયર યુવકને માર મારવા માટે રાહ જોઈને બેઠા હતા. જેવો યુવક ત્યાંથી પસાર થયો કે તરત જ ત્રણેયે તેને ઘેરી લીધો હતો અને મારામારી શરૂ કરી હતી.ગળું દબાવ્યું અને જાહેરમાં અપમાનિત કર્યોફરિયાદ મુજબ, હુમલાખોરોએ માત્ર શારીરિક માર જ નહોતો માર્યો, પરંતુ યુવકનું ગળું દબાવી તેને જાનથી મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો. વધુમાં, હુમલાખોરોએ યુવકને જાહેરમાં 'નપુંસક' કહીને માનસિક રીતે ટોર્ચર કર્યો હતો અને ભારે અપમાનિત કર્યો હતો. આ પ્રકારના ગંભીર આક્ષેપો અને વર્તનને કારણે આવાસના રહીશોમાં પણ ચર્ચા જાગી છે.સીસીટીવી ફૂટેજ બન્યા મહત્વના પુરાવાઆ સમગ્ર મારામારીના દ્રશ્યો સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. આ ફૂટેજમાં જોઈ શકાય છે કે કઈ રીતે બે મહિલાઓ અને એક શખ્સ યુવક સાથે ઝપાઝપી કરી રહ્યા છે. અલથાણ પોલીસે આ ફૂટેજ કબજે કર્યા છે અને પીડિત યુવકની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હુમલા પાછળનું ચોક્કસ કારણ શું છે તે દિશામાં પોલીસ હાલ તપાસ કરી રહી છે.આ પણ વાંચો: Ahmedabad: પાર્કિંગ જેવી સામાન્ય બાબતમાં હત્યા, ચાર શખ્સોએ માધુપુરા માર્કેટના શ્રમિકને મોતને ઘાટ ઉતાર્યો

Read Full Story arrow_forward
Sabarkantha: ખેરોજમાં રાહદારી પાસેથી 11 મોબાઈલ લૂંટીને ફરાર થયેલા બે શખ્સોને LCB એ દબોચી લીધા
calendar_today May 4, 2026

Sabarkantha: ખેરોજમાં રાહદારી પાસેથી 11 મોબાઈલ લૂંટીને ફરાર થયેલા બે શખ્સોને LCB એ દબોચી લીધા

જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી લૂંટની ઘટના ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. ધોળા દિવસે એક રાહદારીને ટાર્ગેટ બનાવી, તેની પાસેથી બળજબરીપૂર્વક 11 નંગ મોબાઈલ ભરેલી બેગ છીનવીને બે લૂંટારુઓ બાઈક પર ફરાર થઈ ગયા હતા. જોકે, સાબરકાંઠા એલ.સી.બી. (LCB) ની સતર્કતાને કારણે આરોપીઓ લાંબો સમય સુધી નાસી શક્યા નથી.CCTV અને ટેકનિકલ સર્વેલન્સથી પકડાયા આરોપીઓલૂંટની ઘટનાની જાણ થતા જ ખેરોજ પોલીસ અને એલ.સી.બી.ની ટીમો એક્શનમાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ તેજ કરી હતી. દરમિયાન બાતમી મળી હતી કે બે શખ્સો શંકાસ્પદ રીતે મોબાઈલ વેચવા માટે જઈ રહ્યા છે. પોલીસે વોચ ગોઠવીને બંનેને રોકતા લૂંટનો સમગ્ર પર્દાફાશ થયો હતો.રાજસ્થાનનું કનેક્શન અને કિશોરની સંડોવણીપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા બે આરોપીઓ પૈકી એક રાજસ્થાનનો વતની છે, જ્યારે આ ગુનામાં એક કિશોર (બાળ સંઘર્ષિત) ની પણ સંડોવણી હોવાનું ખુલ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટાયેલા ૧૧ મોબાઈલ અને ગુનામાં વપરાયેલ બાઈક મળી કુલ 1.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ પણ વાંચો:Surat: અલથાણમાં સોફ્ટવેર એન્જિનિયર પર હુમલો, CCTV ફૂટેજના આધારે પોલીસે નોંધી ફરિયાદ

Read Full Story arrow_forward
Gujarat News: રાજ્યના જળાશયોમાં ગત વર્ષની સરખામણીમાં 9 ટકાથી વધારે પાણીનો જથ્થો ઉપલબ્ધ
calendar_today May 4, 2026

Gujarat News: રાજ્યના જળાશયોમાં ગત વર્ષની સરખામણીમાં 9 ટકાથી વધારે પાણીનો જથ્થો ઉપલબ્ધ

ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં સાવાર્ત્રિક અને ભારે વરસાદના પરિણામે રાજ્યના મુખ્ય જળાશયો એટલે કે ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના નેતૃત્વમાં પાણી સંચય અંગેના સુચારૂ વ્યવસ્થાપન થકી રાજ્યમાં દિન-પ્રતિદિન પીવાના અને સિંચાઈ માટેના પાણીની ઉપલબ્ધતા વધી રહી છે. સરેરાશ 128 ટકાથી વધુ વરસાદ નોંધાયો રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં સરેરાશ 128 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.જેના પરિણામ સ્વરૂપે તા.03 મે 2026ની સ્થિતિએ રાજ્યના મુખ્ય જળાશયોમાં સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો 59.75 ટકા એટલે કે 5.32 લાખ મિલિયન ક્યુબિક ફીટ MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.આમ ગત વર્ષની સાપેક્ષમાં વિસ્તારવાર એકંદરે રાજ્યમાં 9.04 ટકા જેટલો વધારે જ્યારે સરદાર સરોવર જળાશયમાં પણ ગત વર્ષની સાપેક્ષમાં 12.18 ટકા વધારે પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે, તેમ જળ સંપત્તિ વિભાગ દ્વારા જણાવાયું છે. નર્મદા ડેમમાં 72.33 ટકા પાણી ઉપલબ્ધ વધુમાં ગુજરાત જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલની સ્થિતિએ 72.33 ટકાથી વધુ એટલે કે 2.41 લાખ MCFT પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.રાજ્યમાં સૌથી વધુ મધ્ય ગુજરાતમાં 59.52 ટકા એટલે કે, 49338 MCFT પાણીનો જથ્થો જળાશયોમાં સચવાયો છે.આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 54.13 ટકા,ઉત્તર ગુજરાતમાં 49.11 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે.જ્યારે સૌરાષ્ટ્રમાં 43.45 ટકા અને કચ્છ વિસ્તારમાં 37.12 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે.આમ રાજ્યમાં કુલ 5.32 લાખ MCFT એટલે કે 59.75 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ઉત્તર ગુજરાતમાં 32.35 ટકા પાણીનો જથ્થો જ્યારે ગત વર્ષની સરખામણીએ તા.03 મે,2025 સ્થિતિએ રાજ્યમાં વિસ્તારવાર ઉત્તર ગુજરાતમાં 32.35 ટકા, મધ્ય ગુજરાતમાં 49.09 ટકા, દક્ષિણ ગુજરાતમાં 51.05 ટકા, સૌરાષ્ટ્રમાં 32.45 ટકા અને કચ્છ વિસ્તારમાં 33.61 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો હતો. આ ઉપરાંત સરદાર સરોવર જળાશયમાં 02 લાખ MCFT થી વધુ એટલે કે 60.15 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો. આમ રાજ્યમાં ગત વર્ષે કુલ 4.52 લાખ MCFT એટલે કે 50.71 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે. આ પણ વાંચોઃ Gujarat News: ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, જાણો ગુજકેટનું શું રિઝલ્ટ આવ્યું

Read Full Story arrow_forward