android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mehsana: મહેસાણા ઊંઝા હાઇવે પર ભાંડુંમાં માનસી હોટલ પર બસના મુસાફરો સાથે ઉગાડી લૂંટના આક્ષેપ
calendar_today May 3, 2026

Mehsana: મહેસાણા ઊંઝા હાઇવે પર ભાંડુંમાં માનસી હોટલ પર બસના મુસાફરો સાથે ઉગાડી લૂંટના આક્ષેપ

મહેસાણા GSRTCની સેવાઓ ફ્રી એકવાર વિવાદના વમળમાં આવી હતી. મહેસાણા-ઊંઝા હાઈવે પર આવેલી એસટી માન્ય હોટલ પર મુસાફ્રો પાસે ખાણી-પીણીના ગેરવ્યાજબી ભાવ વસૂલવામાં આવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ભાંડુ ગામ પાસે આવેલી 'માનસી હોટલ' પર એસટીના મુસાફ્રો સાથે રીતસરની 'ઉઘાડી લૂંટ' ચલાવવામાં આવતી હોવાના આક્ષેપો ઉઠતા મુસાફ્રોમાં ભારે રોષ ભભૂક્યો હતો. વાયરલ વીડિયો અનુસાર, મહેસાણા-ઊંઝા હાઈવે પરથી પસાર થતી એસ.ટી.બસોને ભાંડુ પાસે આવેલી માનસી હોટલ પર હોલ્ડ (વિરામ) માટે ઉભી રાખવામાં આવે છે. આ હોટલ એસટી તંત્ર દ્વારા નિર્ધારિત કરાયેલું અધિકૃત રોકાણનું સ્થળ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, અહીં મુસાફ્રોને આપવામાં આવતી સુવિધાઓ અને વસ્તુઓના ભાવ નિયમ વિરુદ્ધ હોવાની બુમરાડ ઉઠી હતી. વીડિયોમાં એક જાગૃત મુસાફ્રે આક્ષેપ કર્યો છે કે, જે ચાની કિંમત સામાન્ય રીતે 10 રૂપિયા હોય છે, તેના અહીં 20 રૂપિયા વસૂલવામાં આવે છે. આ જ રીતે અન્ય ચીજવસ્તુઓના ભાવ પણ બજાર ભાવ કરતા બમણા કે તેથી વધુ લેવામાં આવે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Updated : વડોદરામાં લાલબાગ બ્રિજ પર કાર ડિવાઈડર સાથે અથડાઈ, ચાલકનો આબાદ બચાવ
calendar_today May 3, 2026

Gujarat Latest News Updated : વડોદરામાં લાલબાગ બ્રિજ પર કાર ડિવાઈડર સાથે અથડાઈ, ચાલકનો આબાદ બચાવ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 03 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Patan news: હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તોડવું ભારે પડ્યું, લગ્નમાં રાસ-ગરબા યોજવા બદલ 1.50 લાખનો દંડ
calendar_today May 3, 2026

Patan news: હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તોડવું ભારે પડ્યું, લગ્નમાં રાસ-ગરબા યોજવા બદલ 1.50 લાખનો દંડ

પાટણ જિલ્લાના હારીજમાં ઠાકોર સમાજ દ્વારા બનાવવામાં આવેલા સામાજિક નિયમો એટલે કે 'બંધારણ'ના ભંગનો મોટો કિસ્સો સામે આવ્યો છે. હારીજના મોબુજી ઠાકોરના પુત્ર વિજયના લગ્ન પ્રસંગે સામાજિક નિયમોની અવગણના કરી લાઈવ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવતા સમાજના આગેવાનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ મામલે મળેલી સમાજની બેઠકમાં બંધારણ તોડનાર પરિવારને દોઢ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.જમાઈઓએ ગીત ગાયા ને સસરાને દંડ થયો ઘટનાની મળતી માહિતી અનુસાર, મોબુજી ઠાકોરના પુત્રના લગ્ન પ્રસંગે લાઈવ રાસ-ગરબા યોજાયા હતા, જેમાં જાણીતા કલાકાર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરે સ્ટેજ પર ગીતો લલકાર્યા હતા. મહત્વની વાત એ છે કે, આ બંને કલાકારો મોબુજી ઠાકોરના જમાઈ થાય છે. ઠાકોર સમાજના બંધારણ મુજબ લગ્ન પ્રસંગોમાં આવા ભપકાદાર આયોજનો પર પ્રતિબંધ હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. દંડ નહીં ભરે તો જ્ઞાતિ બહાર મૂકાશે આ ઘટનાને પગલે આજે હારીજ ખાતે આવેલી ઠાકોર સમાજની વાડીમાં સમાજની તાલુકા સમિતિ અને આગેવાનોની એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં હારીજ તાલુકાના અન્ય ચાર ગામોમાં પણ બંધારણ ભંગના કિસ્સાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. અંતે, મોબુજી ઠાકોરના પરિવારને આવતીકાલે સાંજ સુધીમાં 1.50 લાખ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ અપાયો છે. જો નિયત સમયમાં દંડની રકમ જમા નહીં કરાવવામાં આવે, તો પરિવારને જ્ઞાતિ બહાર કરવાનો કડક નિર્ણય લેવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward