android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Weather News: 7 મે દરમિયાન ગાજવીજ સાથે વરસાદની શક્યતા: અંબાલાલ પટેલની આગાહી
calendar_today May 3, 2026

Gujarat Weather News: 7 મે દરમિયાન ગાજવીજ સાથે વરસાદની શક્યતા: અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હવામાનમાં અચાનક પલટો આવવાની આગાહી કરી છે. આજથી 7મી મે દરમિયાન રાજ્યમાં માવઠું થવાની આગાહી કરી છે. તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરી છે. પવનની ઝડપ 80થી 100 કિ.મી પ્રતિ કલાકની હોવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. 5થી 12મી મે દરમિયાન હવામાનમાં પલટો આવશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે.દેશના પૂર્વીય વિસ્તારો અને વિદર્ભ વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. દેશભરમાં ગરમીનો પારો આસમાને પહોંચવાની શક્યતા મે મહિનાની શરૂઆત સાથે જ દેશભરમાં ગરમીનો પારો આસમાને પહોંચવાની શક્યતા છે. કેન્દ્રીય હવામાન વિભાગની આગાહી મુજબ, ચાલુ વર્ષે મે મહિનામાં તાપમાન સામાન્ય કરતાં પણ વધારે રહેવાની ધારણા છે. ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાન જેવા પશ્ચિમ ભારતના રાજ્યોમાં આકરી લૂ (હીટવેવ) વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. માત્ર પશ્ચિમ જ નહીં, પરંતુ પૂર્વ કાંઠાના રાજ્યોમાં પણ ગરમીનો પ્રકોપ સતત વધતો જશે. સતત વધતા જતા તાપમાનને પગલે હવામાન વિભાગે નાગરિકોને બપોરના સમયે સાવચેત રહેવા અને ગરમીથી બચવાના ઉપાયો કરવા સૂચના આપી છે. ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ભીષણ ગરમીને કારણે પશુઓને પણ તકલીફોનો સામનો કરવો પડ્યો છે.

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : સોમનાથ કોરિડોરની ગતિવિધિઓ હવે તેજ બની, મંદિરની આસપાસ ડિમોલિશન શરૂ કરાયું
calendar_today May 3, 2026

Gujarat Latest News Live : સોમનાથ કોરિડોરની ગતિવિધિઓ હવે તેજ બની, મંદિરની આસપાસ ડિમોલિશન શરૂ કરાયું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 03 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Agriculture News: પશુપાકોએ માત્ર વાછરડી આપતી સેક્સ્ડ સિમન ટેકનોલોજી અપનાવી
calendar_today May 3, 2026

Agriculture News: પશુપાકોએ માત્ર વાછરડી આપતી સેક્સ્ડ સિમન ટેકનોલોજી અપનાવી

પાટણ જિલ્લાનાં સરસ્વતી તાલુકાનાં કોઇતા ગામનાં પશુપાલક તૌફિકભાઇ મોમિન પાસે 40 ગાયો અને 130 ભેંસો છે.રોજનું અંદાજિત 250 લીટર દૂધ ભરે છે. અત્યાર સુંધી તેમને એ ચિંતા રહેતી કે, ગાય કે ભેંસ ગાભણ થાય ત્યારે જો પાડો કે વાછરડી આવશે તો તેનો ખર્ચ કેમ ઉપાડવો? પણ છેલ્લા થોડા સમયથી તેમની આ ચિંતા દૂર થઇ ગઇ છે.કેમ કે, તેમણે તેમના પશુઓમાં સેક્સ્ડ સિમેન ટેકનોલોજીની મદદથી કુત્રિમ બિજદાન કરાવ્યું અને તમામ છ ગાયોને માત્ર વાછરડોનો જ જન્મ થયો. સરકારની આ નવી ટેકનોલોજીનાં કારણે અમને ખુબ ફાયદો થયો છે. પાટણ ખાતે સ્થાપિત સિમેન સેક્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત રાજ્યનાં પશુપાલન વિભાગ દ્વારા પાટણ ખાતે ‘ગુજરાત બોવાઇન સિમેન સેક્સિંગ ઇન્સ્ટિટ્યૂટ’ સ્થાપવામાં આવી છે. વર્ષ 2018-19 માં 8 લાખ સેક્સ્ડ સિમેન ડોઝના ઉત્પાદન માટેનાં પ્રોજેક્ટને ભારત સરકારે મંજૂરી આપી હતી, જેમાં 60 % કેન્દ્ર સરકારનો અને 40 % રાજ્ય સરકારનો હિસ્સો હતો. જૂન-2021 થી ‘ગુજરાત બોવાઇન સિમેન સેક્સિંગ ઇન્સ્ટિટ્યૂટ’ ખાતે સેક્સ્ડ સિમેન ડોઝનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું અને ફેબ્રુઆરી – 2026 સુધીમાં કુલ 8 લાખ સેક્સ્ડ સિમેન ડોઝનું ઉત્પાદન પૂર્ણ થયું. મહત્વની સફળતા ફેબ્રુઆરી-2026 સુધી પશુપાલન ખાતાની ક્ષેત્રિય કચેરીઓ દ્વારા કુલ 3.41 લાખ ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો, જેમાંથી 63,439 પશુઓ ગાભણ થયા હતા. ગાભણ પશુઓ પૈકી 37,469 બચ્ચાઓનો જન્મ થયો હતો, જે પૈકી માત્ર 3,285 નર બચ્ચાઓ હતા અને બાકીનાં તમામ એટલે કે 34,184 માદા (પાડી કે વાછરડી) હતા. એટલે કે, આશરે 91.23 % માદા બચ્ચાનો જન્મ નોંધાયો છે, જે આ ટેકનોલોજીની સફળતા સાબિત કરે છે.સેક્સ્ડ સિમેન (લીંગ નિર્ધારીત વિર્ય)” એક એવી ટેકનોલોજી છે, જે પશુ સંવર્ધન અને દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં ક્રાંતિ લાવી રહી છે. એટલે કે, પશુપાલક જો ઇચ્છે કે, તેની ગાય કે ભેંસને માદા બચ્ચુ જ જન્મે તો એ હવે શક્ય બન્યું છે. આખલા પાડા અને બળદમાંથી મુક્તિ આવક વધી સેક્સ્ડ સિમેનનાં ઉપયોગથી મુખ્યત્વે માદા બચ્ચાનો જન્મ થાય છે, જેના કારણે નર પાછાળ ખાણ-દાણ અને ઘાસચારાનો ખર્ચ કરવો પડતો નથી. જ્યારે માદા જન્મે એટલે થોડા જ વર્ષોમાં દૂધ ઉત્પાદન વધે છે. આ ઉપરાંત, બહારથી નવી ગાય કે ભેંસ ખરીવદવાની જરૂર પડતી નથી. જેના કારણે રોગચાળો ફેલાવાનો ભય ઓછો થાય છે. પશુપાલક વધારાની વાછરડીઓ વેચીને પણ આવક પણ મેળવી શકે છે. આ ટેકનોલોજીથી પશુ ઓલાદ સુધારણા ઝડપી થાય છે. ઉપરાંત પશુ સંવર્ધન ક્ષેત્રની આધુનિક પ્રજનન તકનીકો જેવી કે પ્રોજેની ટેસ્ટીંગ (P.T.), એમ્બ્રીયો ટ્રાન્સફર (E.T.) અને ઇન વિટ્રો ફર્ટિલાઈઝેશન (I.V.F.) કાર્યક્રમોની કાર્યક્ષમતામાં પણ વધારો થયો છે. પશુપાલકો માટે સરકારે ડોઝનો ભાવ ઘટાડ્યો રાજ્ય સરકારને સેક્સ્ડ સિમેન ડોઝનો ઉત્પાદન ખર્ચ રૂ. 710/- પ્રતિ ડોઝ હતો જેની સામે પશુપાલકોને આ અધ્યતન ટેકનોલોજીનો લાભ મળે તે માટે પશુપાલકો પાસેથી પ્રતિ ડોઝ રૂ. 300 લેવામાં આવતો હતો જેને વધુ ઘટાડી હવે માત્ર રૂ. 50 પ્રતિ ડોઝ કરવામાં આવ્યો છે.પશુપાલકો હવે પશુપાલન ખાતાની ક્ષેત્રિય કચેરીઓ મારફતે માત્ર રૂ. 50 પ્રતિ ડોઝ ચૂકવી પોતાના પશુઓમાં સેક્સ્ડ સિમેનથી કૃત્રિમ બીજદાનની સેવાઓ મેળવી શકે છે. રાજ્યના દૂધ સંઘો દ્વારા પણ સેક્સ્ડ સિમેન ડોઝનું ઉત્પાદન કરી નજીવી કિંમતે પશુપાલકોને કૃત્રિમ બીજાદાનની સેવાઓ આપવામાં આવે છે. વર્ષ 2025-26 દરમ્યાન ગુજરાતનાં વિવિધ દૂધ સંઘો દ્વારા 7.09 લાખ સેક્સ્ડ ફ્રોઝન સિમેન ડોઝનું ઉત્પાદન કરી સભાસદ પશુપાલકોના પશુઓમાં 3.35 લાખ બીજદાન કર્યું છે. આ પૈકી 52,246 પશુઓ ગાભણ થયા હતા. ગાભણ પશુઓ પૈકી 30, 719 વિયાણ થયા હતા. જેમાંથી 24, 968 જેટલા એટલે કે 81 % માદા બચ્ચાઓનો જન્મ થયો હતો. આ પણ વાંચોઃ Airlines:યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટમાં હંગામો, મુસાફરે કોકપિટમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો

Read Full Story arrow_forward