android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch: આમોદના કેરવાડા ગામે તળાવમાં ડૂબી જવાથી યુવકનું મોત, પરિવારનો આધાર છીનવાતા ગામમાં માતમ
calendar_today May 3, 2026

Bharuch: આમોદના કેરવાડા ગામે તળાવમાં ડૂબી જવાથી યુવકનું મોત, પરિવારનો આધાર છીનવાતા ગામમાં માતમ

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કેરવાડા ગામે આજે એક અત્યંત દુઃખદ ઘટના ઘટી છે. ગામમાં રહેતા 44 વર્ષીય રાયમલભાઈ જીવાભાઇ રાઠોડનું ગામના તળાવમાં ડૂબી જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે રાયમલભાઈના પરિવાર સહિત સમગ્ર ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.ગ્રામજનોએ કર્યો બચાવવાનો પ્રયાસઘટનાની વિગતો મુજબ, રાયમલભાઈ તળાવમાં ડૂબ્યા હોવાની જાણ ગ્રામજનોને થતા જ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિક તરવૈયાઓ અને ગ્રામજનોએ ભારે જહેમત બાદ તેમને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા.પરિવારમાં શોકનો માહોલ44 વર્ષીય રાયમલભાઈના અકાળે અવસાનથી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ઘરના મોભીના જવાથી પરિવારજનોના કરુણ આક્રંદથી હોસ્પિટલ પરિસર ગમગીન બની ગયું હતું. કેરવાડા ગામના લોકો પણ રાયમલભાઈના સ્વભાવ અને તેમની સાદગીને યાદ કરી શોક વ્યક્ત કરી રહ્યા છે.આ પણ વાંચો: Amreli: ગાવડકા રોડ પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત, ફાયર ટીમે ભારે જહેમત બાદ કારના પતરા ચીરી મૃતદેહ બહાર કાઢ્યો

Read Full Story arrow_forward
Dwarka: ભાણવડમાં બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત, નગરપાલિકા પાસે બનેલી ઘટનાના CCTV દ્રશ્યો આવ્યા સામે
calendar_today May 3, 2026

Dwarka: ભાણવડમાં બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત, નગરપાલિકા પાસે બનેલી ઘટનાના CCTV દ્રશ્યો આવ્યા સામે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં આજે એક ચોંકાવનારો અકસ્માત સર્જાયો હતો. ભાણવડ નગરપાલિકા કચેરી પાસેના માર્ગ પર બે કારો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ સમગ્ર અકસ્માત નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જેમાં અકસ્માતની ભયાનકતા સ્પષ્ટપણે જોવા મળી રહી છે.સીસીટીવીમાં કેદ થયા લાઈવ દ્રશ્યોવાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, બંને કારો પૂરઝડપે પસાર થઈ રહી હતી ત્યારે વળાંક પાસે એકબીજા સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. રસ્તા પર પસાર થઈ રહેલા રાહદારીઓ પણ આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા.મોટી જાનહાનિ ટળીઅકસ્માતની તીવ્રતા જોતા એમ લાગે કે મોટી હોનારત સર્જાઈ હશે, પરંતુ સદનસીબે બંને કારમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો છે. અકસ્માતમાં કોઈને પણ ગંભીર ઈજા કે જાનહાનિ થઈ નથી, જે એક ચમત્કાર સમાન માનવામાં આવી રહ્યું છે. જોકે, બંને વાહનોમાં મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.આ પણ વાંચો: Bharuch: આમોદના કેરવાડા ગામે તળાવમાં ડૂબી જવાથી યુવકનું મોત, પરિવારનો આધાર છીનવાતા ગામમાં માતમ

Read Full Story arrow_forward
Ahmedabad News: આર્ટ ઓફ લિવિંગ દ્વારા 4 જિલ્લાના 'અનસંગ એવરીડે હીરોઝ'નું ભવ્ય સન્માન, શ્રી શ્રી રવિશંકરજીના 70મા જન્મદિવસની અનોખી ઉજવણી
calendar_today May 3, 2026

Ahmedabad News: આર્ટ ઓફ લિવિંગ દ્વારા 4 જિલ્લાના 'અનસંગ એવરીડે હીરોઝ'નું ભવ્ય સન્માન, શ્રી શ્રી રવિશંકરજીના 70મા જન્મદિવસની અનોખી ઉજવણી

આર્ટ ઓફ લિવિંગ દ્વારા અમદાવાદના પાલડી સ્થિત ટાગોર હોલ ખાતે ‘અનસંગ એવરીડે હીરોઝ એવોર્ડ્સ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આધ્યાત્મિક ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજીના 70મા જન્મદિવસ અને સંસ્થાના 45 વર્ષના સેવાયજ્ઞની ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો. જેમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લાના તેજસ્વી રત્નોને સન્માનિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય અમિત ઠાકર અને વરિષ્ઠ IAS અધિકારી બંછાનિધિ પાની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નિઃસ્વાર્થ ભાવે સમાજ સેવા કરતા ગ્રાસરૂટ્સ પરિવર્તનકારોને બિરદાવવામાં આવ્યા હતા. એવોર્ડ વિજેતાઓની યાદી 1 યુથ લીડરશિપ એવોર્ડ રવિન્દ્ર રાજ બી.એમ. (અમદાવાદ): સ્પેસ ટેક્નોલોજી ક્ષેત્રે રિયૂઝેબલ રૉકેટ ટેક્નોલોજી દ્વારા ભારતનું નામ રોશન કરવા બદલ. 2 સ્પોર્ટ્સ એક્સેલન્સ એવોર્ડ: રચના પટેલ (અમદાવાદ): આંતરરાષ્ટ્રીય પેરા બેડમિન્ટન અને પ્લેન્ક રેકોર્ડ ધારક. જાનકીબા ડોડિયા (સુરેન્દ્રનગર): 40 વર્ષની ઉંમરે રાઇફલ શૂટિંગમાં રાષ્ટ્રીય ઓળખ ઊભી કરવા બદલ. રાધાપ્રિયા ગોયલ (ગાંધીનગર): આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસમાં મેડલ્સ જીતી દેશનું પ્રતિનિધિત્વ કરવા બદલ. 3 બિઝનેસ અને ફિલાન્થ્રોપી એવોર્ડ: હરીશભાઈ પટેલ (અમદાવાદ): આર.એમ.એસ. હોસ્પિટલ દ્વારા જરૂરિયાતમંદોને નિઃશુલ્ક આરોગ્ય સેવા આપવા બદલ. કુલદીપસિંહ જાડેજા (સુરેન્દ્રનગર): ‘ગૌકૃપા મિલ્ક’ દ્વારા ગ્રામ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવા બદલ. મનુભાઈ ચોક્સી પટેલ (મહેસાણા): 40 વર્ષથી શિક્ષણ અને સામાજિક સેવા ક્ષેત્રે અપ્રતિમ યોગદાન માટે. ડૉ. મિનોલ અમીન (ગાંધીનગર): ‘ગ્રીન આર્મી’ પ્રોજેક્ટ દ્વારા બાળકોમાં પર્યાવરણ જાગૃતિ લાવવા બદલ. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ જાળવણીનો સંદેશ આપતા 'સૅપ્લિંગ વોટરિંગ' (છોડને પાણી પાવાની) વિધિ કરવામાં આવી હતી. આ એવોર્ડ પ્રક્રિયા ખૂબ જ પારદર્શક રીતે જ્યુરી દ્વારા કરવામાં આવી હતી. શ્રી શ્રી રવિશંકરજીના ‘સેવા અને કરૂણા’ના સંદેશને સાર્થક કરતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પણ વાંચો - Ahmedabad News: આપઘાત કરનાર દીકરીને ન્યાય અપાવવા રાજસ્થાનથી આવ્યો સમાજ, વાસણા પોલીસ સ્ટેશન બહાર ધરણાં

Read Full Story arrow_forward