android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara News: એક્સપ્રેસ હાઈવે પર કન્ટેનરમાંથી 1.53 કરોડનો દારૂ ઝડપાયો, 60 હજાર બોટલો સાથે ડ્રાઈવરની ધરપકડ
calendar_today May 3, 2026

Vadodara News: એક્સપ્રેસ હાઈવે પર કન્ટેનરમાંથી 1.53 કરોડનો દારૂ ઝડપાયો, 60 હજાર બોટલો સાથે ડ્રાઈવરની ધરપકડ

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે વડોદરા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક મોટી સફળતા મેળવી છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકની હદમાં પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી લીધા છે.કન્ટેનરમાંથી મળી 60,000 બોટલો ચોક્કસ બાતમીના આધારે LCBની ટીમે એક્સપ્રેસ હાઈવે પર મંજુસર પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા NL-01-N-5266 નંબરના કન્ટેનરને ટોલનાકા પાસે રોકીને તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કન્ટેનરની અંદરથી કુલ 1250 પેટીઓ મળી આવી હતી, જેમાં 60,000 નંગ વિદેશી દારૂની ક્વાર્ટર બોટલ્સ છુપાવેલી હતી. મુદ્દામાલ અને ધરપકડ પોલીસે આ રેડ દરમિયાન અંદાજે રૂપિયા 1,53,00,000 (દોઢ કરોડથી વધુ) ની કિંમતનો દારૂ અને કન્ટેનર તથા મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1.63 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે રાજસ્થાનના જોધપુરના ડ્રાઈવર ગોપાલરામ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી છે. ગોવા થઈ ગુજરાતમાં સપ્લાયનું કૌભાંડ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, દારૂનો આ જથ્થો જોધપુરથી ગોવા થઈને ગુજરાતમાં સપ્લાય કરવામાં આવી રહ્યો હતો. હાલ મંજુસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આ રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં વધુ તપાસ તેજ કરવામાં આવી છે. આ પણ વાંચો - Vadodara: દેવાના બોજા હેઠળ દબાયેલા આરોપીએ હત્યાને આપેલો અંજામ

Read Full Story arrow_forward
Ahmedabad News: કરોડોના બ્યુટીફિકેશન વચ્ચે નરોડાનું ‘કારિયા તળાવ’ બન્યું જંગલ, 6 વર્ષથી તાળાબંધી, મિની કાંકરિયા હવે અસામાજિક તત્વોનો અડ્ડો
calendar_today May 3, 2026

Ahmedabad News: કરોડોના બ્યુટીફિકેશન વચ્ચે નરોડાનું ‘કારિયા તળાવ’ બન્યું જંગલ, 6 વર્ષથી તાળાબંધી, મિની કાંકરિયા હવે અસામાજિક તત્વોનો અડ્ડો

અમદાવાદ મહાનગરપાલિકા એક તરફ શહેરના બ્યુટીફિકેશન પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે, ત્યારે બીજી તરફ પૂર્વ વિસ્તારમાં આવેલા નરોડાનું 'કારિયા તળાવ' તંત્રની ઉદાસીનતાની ચાડી ખાઈ રહ્યું છે. એક સમયે જે તળાવ 'મિની કાંકરિયા' તરીકે ઓળખાતું હતું, તે આજે જાળવણીના અભાવે ભયાનક જંગલમાં ફેરવાઈ ગયું છે.PPP મોડલની નિષ્ફળતા અને ખંડેર હાલત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ તળાવને PPP મોડલ હેઠળ વિકસાવવા માટે 90 વર્ષના ભાડા પટ્ટે આપ્યું હતું. શરૂઆતમાં અહીં કામગીરી તો થઈ, પરંતુ કોરોના કાળ બાદ આ પ્રોજેક્ટ જાણે અભરાઈએ ચઢી ગયો છે. આજે સ્થિતિ એવી છે કે ગાર્ડનમાં પ્રવેશવાના તમામ દરવાજા બંધ છે. બાળકોની રાઈડ્સ પર વેલા ચઢી ગયા છે અને લોખંડ કાટ ખાઈ રહ્યું છે. તળાવમાં રાખવામાં આવેલી બોટ પણ ભંગારમાં ફેરવાઈ ગઈ છે. ગાર્ડનમાં માણસોને બદલે ઝાડી-ઝાંખરા અને અસામાજિક તત્વોનો જમાવડો જોવા મળે છે. સ્થાનિકોનો રોષ અને તંત્રની મૌન ધારણા સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, બિલ્ડર અને કોર્પોરેશન વચ્ચેના આંતરિક વિવાદના કારણે જનતાને ભોગવવું પડી રહ્યું છે. લોકોની માગ છે કે, આ તળાવને ફરીથી વિકસાવીને ખુલ્લું મૂકવામાં આવે. જ્યારે આ બાબતે સ્થાનિક કોર્પોરેટર વિપુલ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે નવી ટીમ બેઠા બાદ નિર્ણય લેવાશે તેવું કહીને જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દીધા હતા. સંદેશ ન્યૂઝની ટીમ જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ત્યારે જંગલ જેવા દ્રશ્યો સામે આવ્યા હતા. શું AMC આ બંધ પડેલા પ્રોજેક્ટને ફરી જીવંત કરશે કે પછી નરોડાવાસીઓએ આ જંગલની વચ્ચે જ રહેવું પડશે તે મોટો સવાલ છે. આ પણ વાંચો - Ahmedabad News: આર્ટ ઓફ લિવિંગ દ્વારા 4 જિલ્લાના 'અનસંગ એવરીડે હીરોઝ'નું ભવ્ય સન્માન, શ્રી શ્રી રવિશંકરજીના 70મા જન્મદિવસની અનોખી ઉજવણી

Read Full Story arrow_forward
Ahmedabad News: આપઘાત કરનાર દીકરીને ન્યાય અપાવવા રાજસ્થાનથી આવ્યો સમાજ, વાસણા પોલીસ સ્ટેશન બહાર ધરણાં
calendar_today May 3, 2026

Ahmedabad News: આપઘાત કરનાર દીકરીને ન્યાય અપાવવા રાજસ્થાનથી આવ્યો સમાજ, વાસણા પોલીસ સ્ટેશન બહાર ધરણાં

અમદાવાદ શહેરમાં ગત 15 એપ્રિલે ગીતા રાજ પૂરોહિત નામની મહિલાએ આપઘાત કર્યો હોવાની ઘટના બની હતી. તેના પરિવારજનોનો એવો આક્ષેપ છે કે, ગીતાએ આપઘાત નથી કર્યો પણ તેની હત્યા કરી દેવામાં આવી છે. આજે રાજસ્થાનથી તેના પરિવાર સહિત સમાજના લોકો આવ્યા હતાં અને શહેરમાં વાસણા પોલીસ સ્ટેશન પાસે ધરણાં કરીને બેઠા હતાં. આ લોકોએ ગીતાનો પતિ પોલીસ કર્મચારી હોવાથી પોલીસ તેને બચાવતી હોવાનો આરોપ લગાવ્યો છે.ગીતા રાજપૂરોહિતના સમાજની માગ છે કે, સમગ્ર કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાય. રાજપૂરોહિત સમાજની દીકરી ગીતાએ જીવન ટૂંકાવ્યું અમદાવાદ શહેરના વાસણા પોલીસ સ્ટેશનની બહાર રાજસ્થાનથી આવેલા ગીતા રાજપૂરોહિતના સમાજના લોકો ધરણાં પર બેઠા હતાં. પોલીસની નજર સામે જ દેખાવો કર્યા હતાં. ગત 15 એપ્રિલે રાજપૂરોહિત સમાજની દીકરી ગીતાએ જીવન ટૂંકાવ્યું હતું. ગીતાના ભાઈ નાથુસિંહે કહ્યું હતું કે, પોલીસ આ કેસમાં ગીતાના પતિ અર્જુનસિંહને બચાવી રહી છે. કારણ કે અર્જુનસિંહ પોલીસ કર્મચારી છે. ગીતાના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, અર્જુનસિંહ ગીતાને દહેજની માગને લઈને મારપીટ કરતો હતો. ગીતાને માનસિક હેરાનગતિ પહોંચાડવામાં આવતી પરિવારનો આક્ષેપ છે કે, દહેજ મામલે ગીતાને માનસિક હેરાનગતિ પહોંચાડવામાં આવતી હતી. આ કેસમાં પોલીસે હજી સુધી ગીતાનો ફોન અને લેપટોપની તપાસ નથી કરી તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. અમદાવાદની વાસણા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસને તપાસમાં ગીતાની હત્યા થઈ હવાનો કોઈ પુરાવો હજી સુધી હાથ લાગ્યો નથી. તે પોતાના બાળકોની હેલ્થની તકલીફોને લઈને તણાવમાં રહેતી હોવાનું પણ પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે. ગીતાએ જ્યાં આપઘાત કર્યો ત્યાં હાલમાં ઝીણવટપૂર્વક તપાસ થઈ રહી છે. ગીતાના ન્યાય મળે તે માટે હવે તેનો સમાજ મેદાનમાં ઉતર્યો છે.આ પણ વાંચોઃ Airlines:યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટમાં હંગામો, મુસાફરે કોકપિટમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો

Read Full Story arrow_forward