Surat News: સુમનભાર્ગવ આવાસમાં જૂની અદાવતે લોહિયાળ જંગ, સોફ્ટવેર એન્જિનિયર પર 3 લોકોનો હિંસક હુમલો
સુરત શહેરના અલથાણ વિસ્તારમાં આવેલા સુમનભાર્ગવ આવાસમાં જૂની અદાવતને લઈને હિંસક મારામારીની ઘટના સામે આવી છે. ઓફિસેથી કામ પતાવી ઘરે પરત ફરી રહેલા એક સોફ્ટવેર એન્જિનિયર યુવાનને આંતરીને દંપતી સહિત ત્રણ શખ્સોએ જાહેરમાં ક્રૂરતાપૂર્વક હુમલો કર્યો હતો. આ હિંસક અથડામણમાં યુવાનને લોહીલુહાણ કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરાતા સમગ્ર આવાસમાં ભયનો માહોલ ફેલાયો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે, જે હુમલાની ભયાનકતા દર્શાવે છે.જાહેરમાં અપમાનિત કરી બચકાં ભર્યા ભોગ બનનાર સોફ્ટવેર એન્જિનિયર જ્યારે ઓફિસેથી પરત આવી રહ્યો હતો, ત્યારે આરોપીઓએ તેને રસ્તામાં આંતર્યો હતો. આરોપીઓએ યુવાનને જાહેરમાં ગંદી ગાળો આપી, નપુંસક કહીને અપમાનિત કર્યો હતો. વાત આટલેથી ન અટકતા, આરોપીઓએ હિંસક બની યુવાનનું ગળું દબાવી તેને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. હુમલાખોરોએ અત્યંત ક્રૂરતા દાખવી યુવાનને શરીરના ભાગે બચકાં ભર્યા હતા અને મુક્કાબાજી કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ લોહિયાળ ખેલને પગલે આસપાસના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી આ ગંભીર હુમલા અંગે ભોગ બનનાર યુવાને અલથાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે દંપતી સહિત ત્રણ લોકો વિરુદ્ધ જાનથી મારી નાખવાનો પ્રયાસ, મારામારી અને અપશબ્દો બોલવા બદલ ગુનો દાખલ કર્યો છે. સીસીટીવી ફૂટેજમાં હુમલાની સમગ્ર કરતૂત કેદ થઈ હોવાથી પોલીસે તેને કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂની અદાવતમાં એક શિક્ષિત યુવાન પર આ પ્રકારે થયેલા હિંસક હુમલાને લઈને પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward