android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad સાયબર ક્રાઇમનો સપાટો: શેરબજારમાં 200% વળતરની લાલચ આપી ઠગાઈ કરતી ગેંગના 3 સાગરીતો ઝડપાયા
calendar_today May 3, 2026

Ahmedabad સાયબર ક્રાઇમનો સપાટો: શેરબજારમાં 200% વળતરની લાલચ આપી ઠગાઈ કરતી ગેંગના 3 સાગરીતો ઝડપાયા

અમદાવાદ શહેરમાં શેરબજારના નામે રોકાણ કરાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે જીતેન્દ્ર બુહા, શૈલેષ રાંગપરીયા અને પિયુષ સોલંકી નામના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ ઠગ ટોળકીએ એક રોકાણકારને ટૂંકા સમયમાં 200 ટકા જેટલું માતબર વળતર અપાવવાની લાલચ આપી કુલ 17.90 લાખ રૂપિયાની સાયબર ઠગાઈ આચરી હતી.વોટ્સએપ ગ્રુપ બનાવી બિછાવી હતી જાળ આરોપીઓની મોડસ ઓપરેન્ડી અંગે વિગતો આપતા સાયબર ક્રાઇમે જણાવ્યું હતું કે, ઠગબાજોએ વોટ્સએપ પર “Stock Market Forum 38” નામનું એક ગ્રુપ બનાવ્યું હતું. આ ગ્રુપમાં શેરબજારના નિષ્ણાત હોવાનો ડોળ કરી નિર્દોષ લોકોને ઉંચા નફાની લાલચ આપી જાળમાં ફસાવવામાં આવતા હતા. રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે તેઓ શરૂઆતમાં નકલી પ્રોફિટ ચાર્ટ બતાવતા અને ત્યારબાદ અલગ-અલગ બેંક એકાઉન્ટમાં રૂપિયા ભરાવી છેતરપિંડી આચરતા હતા. સાયબર ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી તપાસ તેજ કરી 17.90 લાખની છેતરપિંડીની ફરિયાદ મળતા જ સાયબર ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બેંક ટ્રાન્ઝેક્શનની તપાસના આધારે પોલીસે ત્રણેય આરોપીઓને દબોચી લીધા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગે અન્ય કેટલાય લોકો સાથે પણ આ પ્રકારે છેતરપિંડી આચરી હોવાની શક્યતા છે. સાયબર પોલીસે જનતાને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર મળતી અજાણી લિંક કે ઉંચા વળતરની લાલચ આપતા ગ્રુપથી સાવધ રહેવું અને કોઈપણ પ્રકારના રોકાણ પૂર્વે તેની સત્યતા તપાસવી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Amreli News: ધારી-તુલસીશ્યામ રોડ પર છકડો રિક્ષા અને મેટાડોર વચ્ચે સર્જાયો અકસ્માત, 8 મુસાફરો ઈજાગ્રસ્ત
calendar_today May 3, 2026

Amreli News: ધારી-તુલસીશ્યામ રોડ પર છકડો રિક્ષા અને મેટાડોર વચ્ચે સર્જાયો અકસ્માત, 8 મુસાફરો ઈજાગ્રસ્ત

અમરેલી જિલ્લાના ધારી-તુલસીશ્યામ રોડ પર આજે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ટાટા 407 મેટાડોર અને છકડો રિક્ષા વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં રિક્ષામાં સવાર કુલ 8 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, ધારી-તુલસીશ્યામ રોડ પર મુસાફરો ભરેલી છકડો રિક્ષા અને મેટાડોર વચ્ચે અચાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે, છકડો રિક્ષામાં સવાર તમામ 8 લોકોને ઈજાઓ થઈ હતી. અકસ્માતને પગલે આસપાસના સેવાભાવી લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. સારવાર અને રેફરલ તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ધારી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, 6 ઈજાગ્રસ્તોની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. સ્થાનિકોમાં ઉગ્ર માગ આ ઘટનાને પગલે ધારી હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ ફરી એકવાર સપાટી પર આવ્યો છે. ધારી હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક ડોક્ટર ન હોવાને કારણે અવારનવાર અકસ્માતના દર્દીઓને અમરેલી સુધી લાંબુ થવું પડે છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક અસરથી અહીં ઓર્થોપેડિક ડોક્ટરની નિમણૂક કરવાની ઉગ્ર માગ કરી છે. ધારી પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો - Amreli: હિસ્ટ્રીશીટર યુવરાજ મકવાણાના શાન ઠેકાણે, હુમલો કરી ફરાર આરોપીનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : સુરતના સુમનભાર્ગવ આવાસમાં જૂની અદાવતે લોહિયાળ જંગ, સોફ્ટવેર એન્જિનિયર પર 3 લોકોનો હિંસક હુમલો
calendar_today May 3, 2026

Gujarat Latest News Live : સુરતના સુમનભાર્ગવ આવાસમાં જૂની અદાવતે લોહિયાળ જંગ, સોફ્ટવેર એન્જિનિયર પર 3 લોકોનો હિંસક હુમલો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 03 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward