android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : અમદાવાદ સાયબર ક્રાઇમનો સપાટો: શેરબજારમાં 200% વળતરની લાલચ આપી ઠગાઈ કરતી ગેંગના 3 સાગરીતો ઝડપાયા
calendar_today May 3, 2026

Gujarat Latest News Live : અમદાવાદ સાયબર ક્રાઇમનો સપાટો: શેરબજારમાં 200% વળતરની લાલચ આપી ઠગાઈ કરતી ગેંગના 3 સાગરીતો ઝડપાયા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 03 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
ગામડા જેવો સ્વાદ હવે તમારી છત પર,ઓર્ગેનિક કદ્દૂ ઉગાડવાની રીત
calendar_today May 3, 2026

ગામડા જેવો સ્વાદ હવે તમારી છત પર,ઓર્ગેનિક કદ્દૂ ઉગાડવાની રીત

ઘરની ખાલી છતને મિની ગાર્ડનમાં ફેરવીને તમે શુદ્ધ અને પૌષ્ટિક આહાર મેળવી શકો છો. કેમિકલ મુક્ત ઓર્ગેનિક કદ્દૂ ઉગાડવા માટે મોટા કદના કુંડા કે ગ્રો બેગમાં પૌષ્ટિક માટી અને કુદરતી ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે. સૂર્યપ્રકાશ અને યોગ્ય સિંચાઈની મદદથી વેલાનો સારો વિકાસ થાય છે, જેના પર આવતા તાજા ફળો બજારના કેમિકલયુક્ત શાકભાજીનો શ્રેષ્ઠ વિકલ્પ બને છે. આ રીતે ઘરે બેઠા ઓર્ગેનિક ખેતી દ્વારા તમે સ્વાસ્થ્યપ્રદ અને ઝેરમુક્ત શાકભાજીનો ભરપૂર આનંદ માણી શકો છો.

Read Full Story arrow_forward
Mahesana News: ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ઉત્પાદનમાં 50 ટકાનો ઘટાડો છતા ભાવ ગગડ્યા
calendar_today May 3, 2026

Mahesana News: ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ઉત્પાદનમાં 50 ટકાનો ઘટાડો છતા ભાવ ગગડ્યા

મહેસાણા જિલ્લાનું ઊંઝા તાલુકાનું બ્રાહ્મણવાડા ગામ તેની લાલ અને સ્વાદિષ્ટ ડુંગળી માટે સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં જાણીતું છે. જોકે, આ વર્ષે અહીની પ્રખ્યાત ડુંગળી ખેડૂતો માટે ખુશીને બદલે ચિંતા લઈને આવી છે. સ્વાદમાં મીઠી એવી બ્રાહ્મણવાડાની ડુંગળી પકવતા ખેડૂતો અત્યારે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.ઉત્પાદનમાં 50 ટકાનો ધરખમ ઘટાડો બ્રાહ્મણવાડાની જમીન અને પાણી ડુંગળીના પાક માટે વરદાન સમાન છે, પરંતુ આ વર્ષે કુદરત જાણે રૂઠી હોય તેમ ડુંગળીના ઉત્પાદનમાં ગત વર્ષની સરખામણીએ 50 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ગામના 60 થી 70 ટકા ખેડૂતો માત્ર ડુંગળીની ખેતી પર નિર્ભર છે, ત્યારે આ ઘટાડો તેમના માટે મોટો ફટકો સાબિત થયો છે. ભાવમાં ઘટાડો અને ગ્રાહકોની અછત ખેડૂતોની વેદના એ છે કે, એક તરફ ઉત્પાદન ઘટ્યું છે અને બીજી તરફ ભાવ પણ ગગડ્યા છે. ગત વર્ષે જે ડુંગળીના 20 કિલોના 500 રૂપિયા મળતા હતા, તેનો ભાવ આ વર્ષે ઘટીને 400 રૂપિયા થઈ ગયો છે. આટલું ઓછું હોય તેમ બજારમાં વેપારીઓ અને મોટા ગ્રાહકોની પણ અછત જોવા મળી રહી છે. મોંઘી મજૂરી અને ખાતરના ખર્ચ સામે પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને ખેતી કરવી દોહ્યલી બની છે. સીધી ખેતરેથી ખરીદી બ્રાહ્મણવાડાની ડુંગળીની ગુણવત્તા એટલી ઉત્તમ છે કે સુરત, અમદાવાદ, વાપી અને મુંબઈ જેવા શહેરોમાંથી વર્ષો જૂના ગ્રાહકો આજે પણ સીધા ખેતરે આવીને ખરીદી કરે છે. સ્વાદના શોખીનો માટે ભલે આ ડુંગળી મિષ્ટાન્ન સમાન હોય, પણ ખેડૂતો માટે તે અત્યારે આંખમાં આંસુ લાવી રહી છે. જો આગામી સમયમાં યોગ્ય બજાર અને વળતર નહીં મળે તો આ પરંપરાગત ખેતી જોખમમાં મુકાઈ શકે છે. આ પણ વાંચો - Mahesana News: માં ઉમિયાના જયઘોષથી ગુંજી ઊઠી ઊંઝા નગરી, 8 કિમી લાંબી નગરયાત્રામાં 165 ઝાંખીઓ બની આકર્ષણનું કેન્દ્ર

Read Full Story arrow_forward