Rajkot News: આજી ડેમની દુર્ઘટનામાં મૃત્યુઆંક 4 થયો, માનતા પૂરી કરી પરત ફરતા જાદવ પરિવારના ચાર સભ્યોના મોતથી માતમ
રાજકોટના આજી ડેમમાં 2 મેના રોજ બનેલી ડૂબી જવાની કમનસીબ ઘટનામાં આજે વધુ એક મૃતદેહ મળી આવતા કુલ મૃત્યુઆંક 4 થયો છે. માતાજીની માનતા પૂરી કરીને હર્ષોલ્લાસ સાથે પરત ફરી રહેલા પરિવાર માટે આજી ડેમ કાળ સાબિત થયો છે.સમગ્ર પરિવાર વિખેરાઈ ગયો 2ના રોજ આજી ડેમમાં એક જ પરિવારના ચાર સભ્યો ડૂબ્યા હતા, જેમાંથી ત્રણ સભ્યોના મૃતદેહ 2ના રોજ જ મળી આવ્યા હતા. જ્યારે રોહિત જાદવ નામના યુવકની શોધખોળ ચાલુ હતી. અંદાજે 24 કલાક જેટલા લાંબા સર્ચ ઓપરેશન બાદ આજે અત્યાધુનિક ROV (Remotely Operated Vehicle) મશીનનો ઉપયોગ કરીને રોહિતનો મૃતદેહ પણ શોધી કાઢવામાં આવ્યો છે. મૃતકોની યાદી આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા સભ્યોમાં: ભરતભાઈ જાદવ ધવલ જાદવ (પુત્ર) રોહિત જાદવ (પુત્ર) ધ્રુવ મકવાણા માનતા પૂરી કરી પરત ફરતી વખતે કાળ ત્રાટક્યો ઘટનાની મળતી માહિતી અનુસાર, આ પરિવાર માતાજીની માનતા પૂરી કરીને પરત ફરી રહ્યો હતો, ત્યારે જ આ કરૂણ બનાવ બન્યો હતો. એકસાથે પિતા અને પુત્રો સહિત પરિવારના ચાર સભ્યોના મોતથી જાદવ પરિવાર અને સ્થાનિક વિસ્તારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો - Rajkot News: આજી ડેમમાં ન્હાવા પડેલા એક જ પરિવારના સભ્યો પાણીમાં ડૂબ્યા, પિતા-પુત્ર સહિત 4ના મોત
Read Full Story arrow_forward