android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bodeli News: નર્મદાનું પાણી બંધ થતા 25 હજારની વસ્તી તરસતી, ભાજપના સભ્યો સેન્સ પ્રક્રિયામાં વ્યસ્ત અને પ્રજા રામભરોસે
calendar_today May 3, 2026

Bodeli News: નર્મદાનું પાણી બંધ થતા 25 હજારની વસ્તી તરસતી, ભાજપના સભ્યો સેન્સ પ્રક્રિયામાં વ્યસ્ત અને પ્રજા રામભરોસે

છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી નગરપાલિકા ગણાતા બોડેલીમાં ભર ઉનાળે વિકરાળ જળસંકટ ઊભું થયું છે. વણિયાદ્રી કેનાલ પાસે રિપેરિંગ કામ ચાલતું હોવાથી છેલ્લા બે દિવસથી નર્મદાનું ફિલ્ટર વાળું શુદ્ધ પાણી મળવાનું બંધ થઈ ગયું છે. જેના કારણે નગરમાં દરરોજ 40 લાખ લિટર પાણીની અછત સર્જાઈ છે. 25 હજારથી વધુની વસ્તી ધરાવતું બોડેલી હાલ પાણીના એક-એક ટીપાં માટે વલખાં મારી રહ્યું છે, ત્યારે વહીવટી તંત્રની નિષ્ફળતા સામે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.અપક્ષ ઉમેદવારોએ ટેન્કરો મોકલ્યાપાણીની આ તીવ્ર અછત વચ્ચે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. એકતરફ લોકો પાણી માટે પોકાર કરી રહ્યા છે, ત્યારે આરોપ છે કે ભાજપમાંથી ચૂંટાયેલા સભ્યો આગામી ચૂંટણીની સેન્સ પ્રક્રિયામાં વ્યસ્ત હોવાથી પ્રજાને રામભરોસે છોડીને જતા રહ્યા છે. આ કપરી પરિસ્થિતિમાં અપક્ષ ઉમેદવારોએ માનવતા દાખવી પોતાના ખર્ચે પાણીના ટેન્કરો દોડાવી તરસ્યા નગરજનો સુધી પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરી છે. ઢોકલીયા, ચાચક અને ઝાખરપુરા જેવા વિસ્તારોમાં પીવાના પાણી માટે કકળાટ મચ્યો છે. વૈકલ્પિક વ્યવસ્થાનો અભાવબોડેલી નગરપાલિકા સંપૂર્ણપણે નર્મદાના પાણી પર નિર્ભર હોવાથી જ્યારે પણ કેનાલમાં રિપેરિંગ કે અન્ય ટેકનિકલ સમસ્યા સર્જાય છે, ત્યારે આખું નગર મુશ્કેલીમાં મુકાઈ જાય છે. નગરપાલિકા પાસે પાણીના સંગ્રહ કે અન્ય કોઈ સ્ત્રોતનો વિકલ્પ ન હોવાથી લોકોની હાલત કફોડી બની છે. પાલિકા દ્વારા નામમાત્રના ટેન્કરો દોડાવવામાં આવી રહ્યા છે જે વસ્તીના પ્રમાણમાં ખુબ જ ઓછા છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં જો વહેલી તકે પાણી પુરવઠો પૂર્વવત કરવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ સ્ફોટક બની શકે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad News: મહીસાગર 'નલ સે જલ' કૌભાંડ મામલે હાઈકોર્ટે બે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોના જામીન ફગાવ્યા, 123 કરોડના કૌભાંડમાં CIDની તપાસ તેજ
calendar_today May 3, 2026

Ahmedabad News: મહીસાગર 'નલ સે જલ' કૌભાંડ મામલે હાઈકોર્ટે બે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોના જામીન ફગાવ્યા, 123 કરોડના કૌભાંડમાં CIDની તપાસ તેજ

ગુજરાત સરકારની મહત્વકાંક્ષી યોજના 'નલ સે જલ'માં મહીસાગર જિલ્લામાં થયેલા કરોડોના કૌભાંડમાં આરોપીઓ પર કાયદાનો ગાળિયો વધુ કસાયો છે. ગુજરાત હાઈકોર્ટે આ કૌભાંડના મુખ્ય આરોપી એવા બે કોન્ટ્રાક્ટરોની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા કલ્પેશ શાહ અને નાનાભાઈ પંચાલને કોર્ટે કોઈ પણ પ્રકારની રાહત આપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે.123 કરોડનું કૌભાંડ અને 111 આરોપીઓ મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજના હેઠળ કામો પૂર્ણ કર્યા વગર જ નાણાં બારોબાર સેરવી લેવાનું અંદાજે 123 કરોડ રૂપિયાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું હતું. આ મામલે તપાસ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 111 જેટલા કોન્ટ્રાક્ટરોની સંડોવણી ખુલી છે. CID વડોદરા દ્વારા આ કેસની તપાસ અત્યંત ગંભીરતાથી કરવામાં આવી રહી છે. શરૂઆતમાં CID એ 12 મુખ્ય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. CID વડોદરા દ્વારા કડક કાર્યવાહી કૌભાંડની ગંભીરતાને જોતા હાઈકોર્ટે અવલોકન કર્યું છે કે, સરકારી નાણાંનો દુરૂપયોગ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી જરૂરી છે. CID વડોદરાની ટીમે પુરાવાઓ એકત્રિત કરી તપાસ તેજ કરી છે, જેના કારણે અન્ય આરોપીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. જામીન અરજી ફગાવાતા હવે આ કોન્ટ્રાક્ટરોની ધરપકડનો માર્ગ મોકળો થયો છે. આ પણ વાંચો - Ahmedabad News: સાવધાન! RTO મેમોના નામે છેતરપિંડી, ઘનશ્યામ બારૈયાએ આ રીતે લોકોના 31.42 લાખ ખંખેર્યા

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : સાવધાન! RTO મેમોના નામે છેતરપિંડી: અમદાવાદ સાયબર ક્રાઈમે લાખોની ઠગાઈ કરનાર શખ્સની કરી ધરપકડ
calendar_today May 3, 2026

Gujarat Latest News Live : સાવધાન! RTO મેમોના નામે છેતરપિંડી: અમદાવાદ સાયબર ક્રાઈમે લાખોની ઠગાઈ કરનાર શખ્સની કરી ધરપકડ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 03 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward