android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vivek Vihar fire incident: લોકો ઉંઘમાં હતા, ફોન કર્યા પણ.....પ્રત્યક્ષદર્શીની આ વાત સાંભળીને રૂવાડાં ઉભા થઇ જશે!
calendar_today May 3, 2026

Vivek Vihar fire incident: લોકો ઉંઘમાં હતા, ફોન કર્યા પણ.....પ્રત્યક્ષદર્શીની આ વાત સાંભળીને રૂવાડાં ઉભા થઇ જશે!

દિલ્હીના વિવેક વિહાર બી-બ્લોકમાં શનિવાર-રવિવારની મધ્યરાત્રિએ લાગેલી આગે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ ઘટનામાં 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓના વર્ણન અને ફાયર વિભાગની તપાસમાં એવી કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે, જે દર્શાવે છે કે કેવી રીતે નાની બેદરકારી અને ઇમારતની નબળી સુરક્ષા વ્યવસ્થા જીવલેણ સાબિત થઈ.મોતનું કારણ બનેલી ઇમારતની રચના ઘટનાસ્થળે પહોંચેલા ફાયર ઓફિસરે જણાવ્યું કે આ ચાર માળની રહેણાંક ઇમારતમાં સુરક્ષાના પાયાના નિયમોનો અભાવ હતો. આખી ઇમારતમાં બહાર નીકળવા માટે માત્ર એક જ સાંકડી સીડી હતી. સૌથી ભયાનક બાબત એ હતી કે ઇમારતની છતનો દરવાજો બંધ હતો, જેના કારણે ઉપરના માળે ફસાયેલા લોકો જીવ બચાવવા અગાશી પર જઈ શક્યા નહીં. ધુમાડા અને જ્વાળાઓ વચ્ચે લોકો 'ડેથ ટ્રેપ'માં ફસાઈ ગયા હતા. એક ફોન કોલ અને જિંદગી વચ્ચેનું અંતર પ્રત્યક્ષદર્શી ચરણજીત સિંહે એક હૃદયદ્રાવક પાસા તરફ ઈશારો કર્યો. તેમણે જણાવ્યું કે રાત્રે 3.30 વાગ્યે જ્યારે એસી બ્લાસ્ટને કારણે આગ લાગી, ત્યારે આગળના ભાગમાં રહેતા લોકો જાગી ગયા હતા અને તેમને ફાયર ફાઇટરોએ સીડી દ્વારા બચાવી લીધા હતા. પરંતુ, પાછળના ફ્લેટમાં રહેતા લોકો ગાઢ નિદ્રામાં હતા. જો શરૂઆતમાં બચેલા લોકોએ પાછળના પરિવારોને ફોન કરીને કે બૂમો પાડીને જગાડ્યા હોત, તો કદાચ તેઓ સમયસર બહાર નીકળી શક્યા હોત. કમનસીબે, જ્યારે પાછળના રહેવાસીઓને ખબર પડી ત્યારે ભાગવા માટેનો માર્ગ આગની લપેટમાં આવી ચૂક્યો હતો. બચાવ કામગીરી અને જાનહાનિ આગ એટલી ભીષણ હતી કે 10 થી વધુ ફાયર એન્જિનોએ મોરચો સંભાળ્યો હતો. ફાયર ફાઇટરોએ બાલ્કનીમાંથી સીડી મૂકીને અને લોખંડના સળિયા કાપીને 20 થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જોકે, પાછળના ફ્લેટમાં ફસાયેલા 9 લોકો ધુમાડાના કારણે ગૂંગળાઈ ગયા અથવા જીવતા બળી ગયા. બચેલા લોકોમાંથી એક વ્યક્તિ 30 ટકા દાઝી ગયેલી હાલતમાં જીટીબી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ પણ વાંચોઃ BJP થોડા મતોથી આગળ હોય તો તરત જ રી-કાઉન્ટિંગ માંગો, દીદીનો TMC કાર્યકર્તાઓને કડક સંદેશ

Read Full Story arrow_forward
Ahmedabad: સેટેલાઇટમાં લગ્નની માથાકૂટમાં વેવાઈની કરપીણ હત્યા, 4 શખ્સોએ માથામાં ફટકા મારી પતાવી દીધા
calendar_today May 3, 2026

Ahmedabad: સેટેલાઇટમાં લગ્નની માથાકૂટમાં વેવાઈની કરપીણ હત્યા, 4 શખ્સોએ માથામાં ફટકા મારી પતાવી દીધા

શહેરના સેટેલાઇટ વિસ્તારમાં સામાન્ય બોલાચાલી અને કૌટુંબિક વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. લગ્ન સબંધી માથાકૂટમાં ચાર શખ્સોએ નટુ પરમાર નામના વ્યક્તિ પર હિંસક હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત નટુ પરમારનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજતા આ મામલો હવે હત્યામાં ફેરવાયો છે.લગ્નનો વિવાદ હત્યામાં પરિણમ્યોસેટેલાઇટ પોલીસ સ્ટેશનના PI આર. એચ. પરમારે જણાવ્યું હતું કે, આ ઘટના પાછળ લગ્ન બાબતે ચાલી રહેલી માથાકૂટ મુખ્ય કારણ છે. અગાઉ પણ આ બે જૂથો વચ્ચે આ જ મુદ્દે બોલાચાલી થઈ હતી. મૃતક અને આરોપીઓ વચ્ચે વેવાઈના સંબંધો હતા, પરંતુ લગ્ન બાદ ઉભી થયેલી તકરારમાં ચાર લોકોએ ભેગા મળીને નટુ પરમાર પર જીવલેણ હુમલો કર્યો હતો.CCTV ફૂટેજમાં કેદ થઈ ક્રૂરતાહત્યાની આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે આરોપીઓએ નટુ પરમારને ઘેરી લીધા હતા અને તેમના માથાના ભાગે જીવલેણ ફટકા માર્યા હતા. હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમણે દમ તોડ્યો હતો.વિસ્તારમાં રોષ અને પોલીસ બંદોબસ્તહત્યાની ખબર વાયુવેગે ફેલાતા જ મોટી સંખ્યામાં સ્થાનિકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે પરિસ્થિતિને થાળે પાડવા માટે બંદોબસ્ત ગોઠવી દીધો છે. PI આર. એચ. પરમારના જણાવ્યા મુજબ, પોલીસે આરોપીઓની ઓળખ કરી લીધી છે અને તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.આ પણ વાંચો: Ahmedabad News: પોલીસની ગાડી પર બેસીને રીલ્સ બનાવવી ભારે પડી, વીડિયો વાયરલ થયા બાદ ફરિયાદ દાખલ

Read Full Story arrow_forward
Ahmedabad News: AMCએ દૈનિક લઘુત્તમ વેતનમાં વધારો કર્યો, જાણો ફૂલ ટાઈમ માટે કેટલા રૂપિયા વધ્યા
calendar_today May 3, 2026

Ahmedabad News: AMCએ દૈનિક લઘુત્તમ વેતનમાં વધારો કર્યો, જાણો ફૂલ ટાઈમ માટે કેટલા રૂપિયા વધ્યા

અમદાવાદ મહાનગર પાલિકાએ દૈનિક લઘુત્તમ વેતનમાં વધારો કર્યો છે. રાજ્ય સરકારના નિયમો મુજબ દૈનિક વેતનમાં વધારો કર્યો છે. મહાનગર પાલિકાએ આઠ કલાક કામગીરી માટે ફૂલ ટાઈમની કામગીરીમાં 60.50 રૂપિયાનો વધારો કર્યો છે. નવું વેતન 452થી વધીને 512.50 રૂપિયા થશે. રાજ્ય સરકાર નિયમો મુજબ કર્યો વધારો અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા રાજ્ય સરકારના નિયમો પ્રમાણે આઠ કલાકની કામગીરી માટે ફૂલ ટાઈમમાં કામગીરી માટે 60.50 રૂપિયાનો વધારો કર્યો છે. નવુ વેતન 452થી વધીને 512.50 રૂપિયા થશે. ચાર કલાક માટે કામગીરીના 30.25 રૂપિયાવનો વધારો કરાયો છે. જેમાં નવું વેતન 226થી વધીને 256.25 રૂપિયા કરવામાં આવ્યું છે. પહેલી એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધીનો વધારો કરાયો છે.આ પણ વાંચોઃ Delhi: દિલ્હીની વિવેક વિહાર બિલ્ડિંગમાં લાગી આગ, 9 લોકો જીવતા થયા ભડથું

Read Full Story arrow_forward