android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Weather News: 7 મે દરમિયાન તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા: અંબાલાલ પટેલની આગાહી
calendar_today May 3, 2026

Gujarat Weather News: 7 મે દરમિયાન તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા: અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં આગઝરતી ગરમી અને ઉકળાટ યથાવત છે. રાજ્યમાં આજે મહત્તમ તાપમાન 40થી 43 ડિગ્રી સુધી રહેશે. રાત્રે ગરમ પવનો ફૂંકાતા ઉકળાટ વધ્યો છે. અમદાવાદમાં 43.2, રાજકોટમાં 43, સુરેન્દ્રનગરમાં 43.5, અમરેલીમાં 42.5, ગાંધીનગરમાં 42.8, વિદ્યાનગરમાં 42, ભુજમાં 41, કંડલામાં 42, ડીસામાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાતાવરણમાં અચાનક ફેરફાર આવવાની આગાહી કરી છે. તેમણે 7મી મે દરમિયાન માવઠાની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હવામાનમાં અચાનક પલટો આવવાની આગાહી કરી છે. આજથી 7મી મે દરમિયાન રાજ્યમાં માવઠું થવાની આગાહી કરી છે. તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરી છે. પવનની ઝડપ 80થી 100 કિ.મી પ્રતિ કલાકની હોવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. 5થી 12મી મે દરમિયાન હવામાનમાં પલટો આવશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે.દેશના પૂર્વીય વિસ્તારો અને વિદર્ભ વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. દેશભરમાં ગરમીનો પારો આસમાને પહોંચવાની શક્યતા મે મહિનાની શરૂઆત સાથે જ દેશભરમાં ગરમીનો પારો આસમાને પહોંચવાની શક્યતા છે. કેન્દ્રીય હવામાન વિભાગની આગાહી મુજબ, ચાલુ વર્ષે મે મહિનામાં તાપમાન સામાન્ય કરતાં પણ વધારે રહેવાની ધારણા છે. ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાન જેવા પશ્ચિમ ભારતના રાજ્યોમાં આકરી લૂ (હીટવેવ) વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. માત્ર પશ્ચિમ જ નહીં, પરંતુ પૂર્વ કાંઠાના રાજ્યોમાં પણ ગરમીનો પ્રકોપ સતત વધતો જશે. સતત વધતા જતા તાપમાનને પગલે હવામાન વિભાગે નાગરિકોને બપોરના સમયે સાવચેત રહેવા અને ગરમીથી બચવાના ઉપાયો કરવા સૂચના આપી છે. ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ભીષણ ગરમીને કારણે પશુઓને પણ તકલીફોનો સામનો કરવો પડ્યો છે.આ પણ વાંચોઃ Surat News: સરનામું પૂછી મહિલાઓની છેડતી કરનાર આરોપી ઝડપાયો

Read Full Story arrow_forward
Navsari: બિલીમોરા-વઘઈ હેરિટેજ ટ્રેન, 110 વર્ષની ભવ્ય સફર, જ્યાં આજેય ઇતિહાસ અને પ્રકૃતિનો થાય છે અદભૂત મેળાપ
calendar_today May 3, 2026

Navsari: બિલીમોરા-વઘઈ હેરિટેજ ટ્રેન, 110 વર્ષની ભવ્ય સફર, જ્યાં આજેય ઇતિહાસ અને પ્રકૃતિનો થાય છે અદભૂત મેળાપ

ગુજરાત જ્યારે બુલેટ ટ્રેનની દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યારે નવસારીના બિલીમોરાથી ડાંગના વઘઈ સુધી દોડતી 110 વર્ષ જૂની નેરોગેજ ટ્રેન રાજ્યની સાંસ્કૃતિક અસ્મિતાનો પુરાવો આપી રહી છે. ગાયકવાડ શાસનકાળની આ હેરિટેજ ટ્રેન માત્ર મુસાફરીનું સાધન નથી, પણ પ્રવાસીઓ માટે ભૂતકાળમાં ડોકિયું કરવાની એક સોનેરી તક છે.લાકડાની હેરફેરથી પર્યટન સુધીની સફરઆ રેલવે લાઇનની શરૂઆત વર્ષ 1913માં 'ગાયકવાડ બરોડા સ્ટેટ રેલવે' દ્વારા કરવામાં આવી હતી. તે સમયે ડાંગના ગાઢ જંગલોમાંથી કિંમતી સાગના લાકડા લાવવા માટે આ લાઇન નખાઈ હતી. આજે આ 63 કિલોમીટરનો ટ્રેક દક્ષિણ ગુજરાતના સૌથી સુંદર પ્રકૃતિના દ્રશ્યો પીરસે છે.શિમલાની ટોય ટ્રેન જેવો અનુભવઆ ટ્રેન કલાકના 20 થી 25 કિલોમીટરની ધીમી ગતિએ દોડે છે, જે મુસાફરોને બહારના દ્રશ્યો માણવા માટે પૂરતો સમય આપે છે. સાડા ત્રણ કલાકની આ મુસાફરીમાં આજે પણ જૂની પરંપરાઓ જળવાયેલી છે. રેલવે કર્મચારી ટ્રેનમાંથી ઉતરીને જાતે ટ્રાફિક રોકે છે અને ફાટક બંધ કરે છે - જે આજના ઓટોમેશનના યુગમાં દુર્લભ દ્રશ્ય છે. રેલવે વિભાગે આ ટ્રેનના મૂળ લાકડાના માળખા અને હેરિટેજ લુકને જાળવી રાખીને તેનો વારસો સાચવ્યો છે.28 લાખ પ્રવાસીઓની પસંદગીઆ હેરિટેજ ટ્રેન પ્રત્યેનો ક્રેઝ આજે પણ અકબંધ છે. વર્ષ 2023-24 દરમિયાન 28 લાખથી વધુ પ્રવાસીઓએ આ ટ્રેનમાં મુસાફરી કરી છે. ગાઢ જંગલો, ગ્રામીણ જીવન અને ખેતરો વચ્ચેથી પસાર થતી આ ટ્રેન સાચા અર્થમાં ગુજરાતનું ઘરેણું સાબિત થઈ રહી છે. પ્રકૃતિના ખોળે વિતાવેલી આ ક્ષણો પ્રવાસીઓના મન જીતી લે છે.આ પણ વાંચો: Kutch: માંડવીના નાના લાયજા-પાંચોટીયા વિસ્તારમાંથી ચરસના 7 પેકેટ ઝડપાયા

Read Full Story arrow_forward
Ahmedabad: IPL ની ફીવર વચ્ચે અમદાવાદ મેટ્રોનો ધડાકો, એક જ દિવસમાં 2.25 લાખ મુસાફરોનો નવો ઐતિહાસિક રેકોર્ડ
calendar_today May 3, 2026

Ahmedabad: IPL ની ફીવર વચ્ચે અમદાવાદ મેટ્રોનો ધડાકો, એક જ દિવસમાં 2.25 લાખ મુસાફરોનો નવો ઐતિહાસિક રેકોર્ડ

અમદાવાદની સ્પીડ ગણાતી મેટ્રો ટ્રેન હવે માત્ર પરિવહનનું સાધન જ નહીં, પરંતુ અમદાવાદીઓની જીવનરેખા બની રહી છે. રવિવારે શહેરમાં યોજાયેલી હાઈ-વોલ્ટેજ IPL મેચ દરમિયાન અમદાવાદ મેટ્રોમાં મુસાફરોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો હતો. આ ધસારાને પરિણામે મેટ્રોએ ૨.૨૫ લાખ મુસાફરોનો આંકડો વટાવીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.અગાઉનો રેકોર્ડ તોડ્યોમેનેજમેન્ટ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, એક જ દિવસમાં કુલ ૨,૨૫,૦૦૦ મુસાફરોએ મેટ્રોમાં મુસાફરી કરી છે. આ સાથે જ મેટ્રોએ પોતાનો જ અગાઉનો ૨.૨૧ લાખ મુસાફરોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા રૂટ પર મુસાફરોની સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યો હતો.IPL મેચ અને મેટ્રોની સુવિધાક્રિકેટ ચાહકો માટે મેટ્રો આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. સ્ટેડિયમની આસપાસ ટ્રાફિક જામ અને પાર્કિંગની સમસ્યાથી બચવા માટે હજારો દર્શકોએ મેટ્રોનો વિકલ્પ પસંદ કર્યો હતો. મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા પણ મેચના સમયને ધ્યાનમાં રાખીને વધારાની ટ્રીપ્સ અને મોડી રાત સુધી સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ મોટા પાયે પ્રજાએ લીધો છે.આ પણ વાંચો: Navsari: બિલીમોરા-વઘઈ હેરિટેજ ટ્રેન, 110 વર્ષની ભવ્ય સફર, જ્યાં આજેય ઇતિહાસ અને પ્રકૃતિનો થાય છે અદભૂત મેળાપ

Read Full Story arrow_forward