android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : રાજસ્થાનથી રાજપુરોહિત સમાજ આવ્યો, ગીતા રાજપુરોહિત હત્યા કેસ મામલે વાસણા પોલીસ સ્ટેશન બહાર ધરણાં કર્યા
calendar_today May 3, 2026

Gujarat Latest News Live : રાજસ્થાનથી રાજપુરોહિત સમાજ આવ્યો, ગીતા રાજપુરોહિત હત્યા કેસ મામલે વાસણા પોલીસ સ્ટેશન બહાર ધરણાં કર્યા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 03 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Surat News: સરનામું પૂછી મહિલાઓની છેડતી કરનાર આરોપી ઝડપાયો
calendar_today May 3, 2026

Surat News: સરનામું પૂછી મહિલાઓની છેડતી કરનાર આરોપી ઝડપાયો

ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત હોવાના બણગા ફૂંકવામાં આવી રહ્યાં છે. તેવામાં સુરતમાં સરનામું પૂછવાના બહાને યુવતીઓની છેડતી થવાના બનાવો પ્રકાશમાં આવી રહ્યાં છે. શહેરમાં આ પ્રકારે 15 દિવસમાં બે યુવતીઓ ભોગ બની હતી. યુવતીઓની છેડતી કરનાર નરાધમ મેહુલ રાવલને પોલીસે ઝડપી પાડ્યો છે. સિંગણપોર પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. સુરતમાં છેડતી કરનાર નરાધમ મેહુલ રાવલ ઝડપાયો સુરત શહેરમાં સરનામું પૂછવાના બહાને યુવતીઓની છેડતીનો બનાવ સામે આવ્યો હતો. એટીએમ સર્વિસનું કામ કરતો આધેડ સરનામું પૂછવાને બહાને યુવતીઓની છેડતી કરતો હતો. સિંગણપોરમાં બાઈક લઈને સવારના સમયે આરોપી એક સોસાયટીમાં આવ્યો હતો. તેણે સરનામુ પૂછવાના બહાને એક યુવતીની છેડતી કરી હતી.એટલું જ નહીં, 15 દિવસ દરમિયાન બે યુવતીઓ સાથે છેડતીની આ બીજી ઘટના બની છે. સિંગણપોર પોલીસે આધેડ આરોપીની ધરપકડ કરી સિંગણપોર પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે એટીએમ સર્વિસ કરનાર આરોપીની ધરપકડ કરી છે. 15 દિવસ પહેલા પણ આ જ પ્રકારના દેખાવ ધરાવતા નરાધમે અન્ય એક છોકરી સાથે પણ સરનામું પૂછવાના બહાને છેડતી કરી હતી.ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ કરી 50 વર્ષીય મેહુલ રાજેન્દ્ર પ્રસાદ રાવલની ધરપકડ કરી છે. આરોપી મેહુલ રાવલ બે સંતાનનો પિતા છે.જેમાં તેની મોટી દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે. આ પણ વાંચોઃ Patan News: હારીજમાં નવામાંકા ગામની સીમમાં દેશી દારૂની મિની ફેક્ટરીનો પર્દાફાશ

Read Full Story arrow_forward
Kutch: માંડવીના નાના લાયજા-પાંચોટીયા વિસ્તારમાંથી ચરસના 7 પેકેટ ઝડપાયા
calendar_today May 3, 2026

Kutch: માંડવીના નાના લાયજા-પાંચોટીયા વિસ્તારમાંથી ચરસના 7 પેકેટ ઝડપાયા

કચ્છના દરિયાકાંઠેથી ફરી એકવાર નશીલા પદાર્થો બિનવારસી હાલતમાં મળી આવ્યા છે. માંડવી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નાના લાયજા અને પાંચોટીયા કોસ્ટલ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓના સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન ચરસના 7 શંકાસ્પદ પેકેટ મળી આવતા હડકંપ મચી ગયો છે.પેટ્રોલિંગ દરમિયાન મળી સફળતામળતી માહિતી મુજબ, ઈન્ટેલિજન્સ ઓફિસર કે.બી. ચારણ, M.T.F. પો.સ.ઈ. પી.એલ. ગઢવી અને તેમની ટીમ સહિત LIB અને માંડવી પોલીસનો સ્ટાફ દરિયાકાંઠાના વિસ્તારોમાં જોઈન્ટ કોસ્ટલ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન આજે સવારે અંદાજે 9:00 વાગ્યાની આસપાસ પાંચોટીયા નાલ અને રાવલ પીર ડેરી વચ્ચેના વિસ્તારમાં પોલીસને કેટલીક શંકાસ્પદ વસ્તુઓ દેખાઈ હતી.7 પેકેટ કબજે કરાયાપોલીસની ટીમે નજીક જઈ તપાસ કરતા દરિયાના મોજા સાથે તણાઈને આવેલા ચરસના 7 શંકાસ્પદ પેકેટ મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક અસરથી આ તમામ પેકેટોને કબજે કર્યા છે. આ નશીલો પદાર્થ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કયા આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓનો હાથ છે, તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.આ પણ વાંચો: Surat: અડાજણમાં પાન પાર્લરના વેપારી પર હિંસક હુમલો, પૈસા માંગતા લુખ્ખાઓએ આતંક મચાવી માથું ફોડી નાખ્યું

Read Full Story arrow_forward