android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kutch: પાકિસ્તાની સરહદ નજીક ડ્રોનના ટુકડા મળતા ખળભળાટ, આ ટુકડા કયા દેશના અને ક્યાંથી આવ્યા તે દિશામાં તપાસ શરૂ
calendar_today May 3, 2026

Kutch: પાકિસ્તાની સરહદ નજીક ડ્રોનના ટુકડા મળતા ખળભળાટ, આ ટુકડા કયા દેશના અને ક્યાંથી આવ્યા તે દિશામાં તપાસ શરૂ

કચ્છની દરિયાઈ સરહદ પરથી ડ્રોનના પાંખિયાના મોટા ટુકડાઓ મળી આવવાની ઘટના સામે આવી છે. પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસને પેટ્રોલિંગ દરમિયાન આ સફળતા મળી છે. અંદાજે 10 ફૂટ જેટલા લાંબા આ પાંખિયાના ટુકડાઓ બિનવારસી હાલતમાં મળી આવતા તંત્ર હરકતમાં આવ્યું છે.પેટ્રોલિંગ દરમિયાન મળી સફળતાપશ્ચિમ કચ્છ એસઓજી પોલીસની ટીમ જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશનમાં હતી, ત્યારે દરિયાના મોજા સાથે તણાઈને આવેલા ડ્રોનના પાંખિયાના ટુકડાઓ પોલીસને નજરે પડ્યા હતા. પ્રાથમિક તપાસમાં આ ટુકડાઓ કોઈ મોટા ડ્રોન અથવા માનવરહિત વિમાન (UAV) ના હોવાનું જણાયું હતું. આ ટુકડાઓની લંબાઈ આશરે 10 ફૂટ જેટલી છે.ઇન્ડિયન એરફોર્સને સોંપાયો મુદ્દામાલઆ ટુકડાઓ કોઈ સૈન્ય હેતુ માટે વપરાતા ડ્રોનના હોવાની આશંકાને પગલે પોલીસે તરત જ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. આ સંવેદનશીલ મુદ્દાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, એસઓજી પોલીસે આ તમામ અવશેષો વધુ ટેકનિકલ તપાસ અને પૃથ્થકરણ માટે ઇન્ડિયન એરફોર્સ (ભારતીય વાયુસેના) ને સોંપી દીધા છે.આ પણ વાંચો: Surendranagar: સારસાણા-નવાગામ રોડ પરથી રોયલ્ટી પાસ વગરનો કાર્બોસેલ ઝડપાયો, પ્રાંત અધિકારીની ટીમે વોચ ગોઠવી ટ્રક દબોચી

Read Full Story arrow_forward
Jetpur: જૂનાગઢ-આણંદ બસમાં યુવતીની છેડતી કરનાર નરાધમનું જેતપુરમાં સરઘસ
calendar_today May 3, 2026

Jetpur: જૂનાગઢ-આણંદ બસમાં યુવતીની છેડતી કરનાર નરાધમનું જેતપુરમાં સરઘસ

જૂનાગઢથી આણંદ જતી એસટી બસમાં રાત્રિના સમયે એક યુવતીની છેડતીનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. નશામાં ચૂર થઈને બસમાં ધમાલ મચાવનારા અને યુવતી સાથે અભદ્ર ચેષ્ટા કરનારા બિરજુ નામના શખ્સને જેતપુર પોલીસે ઝડપી પાડી, આજે તેનું જાહેરમાં સરઘસ કાઢીને ગુનેગારોમાં કાયદાનો ખૌફ જગાડ્યો છે.નશામાં ધૂત શખ્સનું અભદ્ર વર્તનમળતી માહિતી મુજબ, જૂનાગઢ-આણંદ રૂટની એસટી બસમાં મુસાફરી કરી રહેલા બિરજુ નામના શખ્સે નશાની હાલતમાં એક યુવતીની છેડતી કરી હતી. યુવતીએ વિરોધ કરતા તેણે વધુ અભદ્ર વર્તન કર્યું હતું. આ દરમિયાન બસના કંડક્ટરે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો તો તેણે કંડક્ટર સાથે પણ ઉગ્ર માથાકૂટ અને ગાળાગાળી કરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.જેતપુર પોલીસ સ્ટેશને લવાઈ બસયુવતીની સુરક્ષા અને મામલો વણસતા એસટી બસને તાત્કાલિક રાત્રે જ જેતપુર સિટી પોલીસ સ્ટેશન લઈ જવાની ફરજ પડી હતી. યુવતીની ફરિયાદ અને કંડક્ટરના નિવેદન બાદ પોલીસે તાત્કાલિક અસરથી બિરજુની ધરપકડ કરી હતી.જાહેરમાં સરઘસ અને રિકન્સ્ટ્રક્શનઆજે જેતપુર સિટી પોલીસ દ્વારા આરોપી બિરજુનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસે જેતપુર એસટી બસ સ્ટેન્ડથી લઈને સિટી પોલીસ સ્ટેશન સુધી તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. લોકોના ટોળા વચ્ચે પોલીસ તેને પગપાળા લઈ જઈને કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસે આ શખ્સ વિરુદ્ધ છેડતી અને નશાબંધી સહિતના બે અલગ-અલગ ગુનાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો: Kutch: પાકિસ્તાની સરહદ નજીક ડ્રોનના ટુકડા મળતા ખળભળાટ, આ ટુકડા કયા દેશના અને ક્યાંથી આવ્યા તે દિશામાં તપાસ શરૂ

Read Full Story arrow_forward
Bhavnagar: કાતિલ પુત્ર-પુત્રવધૂએ 5 લાખની સોપારી આપી કરાવી હતી માતા-પિતાની હત્યા, પોલીસે ઘટનાસ્થળે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન
calendar_today May 3, 2026

Bhavnagar: કાતિલ પુત્ર-પુત્રવધૂએ 5 લાખની સોપારી આપી કરાવી હતી માતા-પિતાની હત્યા, પોલીસે ઘટનાસ્થળે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન

ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં બનેલી ચકચારી સોની દંપતી હત્યા કેસમાં પોલીસે આરોપીઓને કાયદાના પાઠ ભણાવવાનું શરૂ કર્યું છે. મિલકત કે અન્ય લાલચમાં આવીને પોતાના જ જણીતા માતા-પિતાની હત્યા કરનાર પુત્ર, પુત્રવધૂ અને સોપારી લેનારા બે હત્યારાઓને સાથે રાખી પોલીસે આજે ઘટનાસ્થળે તપાસની કાર્યવાહી હાથ ધરી હતી.5 લાખની સોપારી અને રાજકોટ-વિસાવદરનું કનેક્શનપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, રાજકોટમાં રહેતા પુત્ર અને તેની પત્નીએ (પુત્રવધૂ) આ જઘન્ય હત્યાકાંડ માટે રાજકોટ અને વિસાવદરના બે મુસ્લિમ શખ્સોને રૂપિયા ૫ લાખની સોપારી આપી હતી. આ બંને શખ્સો પુત્રવધૂના મિત્રો હોવાનું પણ ખુલ્યું છે. ચારેય શખ્સોએ સાથે મળીને તળાજામાં સોની દંપતીની કરપીણ હત્યા કરી હતી.લાઈવ વીડિયોગ્રાફી અને રિકન્સ્ટ્રક્શનઆજે પોલીસ કાફલો, સરકારી પંચો અને FSLના અધિકારીઓની હાજરીમાં આરોપીઓને સોની દંપતીના ઘરે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં આરોપીઓએ ઘરમાં કઈ રીતે પ્રવેશ કર્યો?દંપતી પર કયા હથિયારથી અને કઈ રીતે હુમલો કર્યો?હત્યા બાદ કયા માર્ગે ફરાર થયા?આ તમામ વિગતોનું આરોપીઓ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેની પોલીસે લોખંડી બંદોબસ્ત વચ્ચે લાઈવ વીડિયોગ્રાફી કરી છે.આ પણ વાંચો: Jetpur: જૂનાગઢ-આણંદ બસમાં યુવતીની છેડતી કરનાર નરાધમનું જેતપુરમાં સરઘસ

Read Full Story arrow_forward